Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પ્રકરણ ૧ લું અનિચ્છનીય વાતાવરણ
પ્રકાશ અને છાયા, ચડતી અને પડતી, ભરતી અને ઓટ, એ પ્રકૃતિને અબાધિત નિયમ છે. જ્યાં એક સમયે પૂર્ણ પ્રકાશ વ્યાપી રહ્યો હોય છે, ત્યાં બીજા સમયે અંધકારની ઘેરી છાયા ફરી વળે છે, જ્યાં એક વખત વિજયના પ્રચંડ હર્ષનાદ શ્રવણનેચર થાય છે ત્યાં બીજા સમયે નિરાશાના કારમાં નિશ્વાસ સંભળાવા લાગે છે. જગતનું કેઈપણું રાષ્ટ્ર, જગતને કોઈપણ ધર્મ, જગતને કોઈપણ સમાજ કે જગતની કોઈપણ વ્યક્તિ યા વસ્તુ આ નિયમથી પર નથી.
જૈન ધર્મો પણ પ્રકૃતિના આ અબાધિત નિયમ અનુસાર, ચડતી પડતીના અનેક રંગો અનુભવ્યા છે. એક સમય એવો હતું કે ભારતવર્ષના ગિરિશ્ચંગો ને ગામનગરે તીર્થંકરદેવના આલીશાન મંદિરોથી શોભી ઉઠતા હતા, અહિંસા ને સ્યાદ્વાદની જયષણાઓ સ્થળે સ્થળે ગગનઘેરા નાદ ગુંજી ઉઠતી હતી, પ્રભુ મહાવીરના ભિખુઓ સ્થળે સ્થળે દૃષ્ટિગચર થતા હતા. મહાન નૃપતિઓ, મંત્રીઓ, દંડનાયકે ને શાહ સેદાગરે તેમના ઉપદેશ સાંભળવાને આતુર જણાતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org