Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 5 છે. પરદેશગમન કરવાથી અનેક પ્રકારની ભાષાએ સમજાય છે. અનેક માણસોનો સમાગમ થાય છે. ચતુરાઈ આવે છે. નવીન કળાઓનો અભ્યાસ થાય છે. માતાપિતાની છાયામાં રહી પિતાની લક્ષ્મીનો ભંગ કરનારા તેમજ લક્ષ્મી ઉપાર્જન કરવાની વિદ્યાને નહી જાણનારા કુળદીપક કુવાના દેડકાની માફક સારાસારને કાંઈ જાણતા નથી.” “ત્યારે તો તું પણ હવે તારા પિતા જેવો હોંશીયાર થોને ? દેશાવરથી ક્યારે આવ્યો? કઈ ધન કમાવી લાવ્યો કે ખાલી આવ્યો ? “દેવ ! આપના પુણ્યપસાયથી હજી ગઈકાલે જ, આવ્યો છું, મારા ભાગ્ય અનુસારે ધન પણ લાવ્યો છું. કુમાર ! તું પણ પરદેશ જઈને હોંશીયાર તો થયો છે. દેશાવરમાં તે ક્યાં કયાં મુસાફરી કરી. ? તને શું શું અનુભવ થયો? કાંઈક નવીન આશ્ચર્ય જોયું હોય તો કહે.” નરેન્દ્ર! અનેક કરીયાણાની પોઠી ભરીને સાર્થની સાથે ઘણાં ગામ, નગર અને શહેરોને જોતો ને વ્યાપાર કરતો હે દેવશાલપુર નગરે ગયે. ત્યાં કાયમ રહીને વ્યાપાર કરવા લાગ્યો, પુષ્કળ ધન મેળવી ગઈકાલે જ હજી આવ્યો છું.” દત્તકુમારે પોતાની મુસાફરીને લગતી હકીકત રાજાને કહી સંભળાવી. અને વસ્ત્રના અંતર્પકમાં છુપાવેલું એક ચિત્રપટ બહાર કાઢી રાજાના હાથમાં આપ્યું. રાજાની નજર ચિત્રપટ જોતાં જ એક ધ્યાન થઈ ગઈ.. ! આહા ! આ કઈ દેવીનું ચિત્ર હશે ? શું પાતાલ કન્યા કે દેવાંગના? શું વિદ્યાધર કન્યા કે નાગકન્યા? શું એનાં નેત્ર ! શું એનું વદન ! શી એની સુંદરતા ! શું મહકતા ! અંગેપાંગ પણ અદ્દભૂત જ ઝ આ મનહર ચિત્રમાં રહેલી બાળાના સૌંદર્યને અતૃપ્ત નયને નિહાળતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust