________________
(૫૫) સંયોગનું અનિત્યપણું
૫ ૧
માટે વિયોગ નિશ્ચિત છે. સંયોગ થયો ત્યારથી જ વિયોગની ઘડીઓ ગણાવાનું નક્કી થઈ જાય છે. સમયે સમયે તે વિયોગ તરફ જ ઘકેલાય છે. ।।૯।।
હાં રે કોઈ નાવ વિષે મળી બેસે લોક અનેક જો, સામે કાંઠે ઊતરી સૌ છૂટાં પડે રે લોલ;
હાં રે તેમ રહે કુટુંબે સગાં મળી એકમેક જો, મરણ પછી સૌ નિજ નિજ ગતિમાં આથડે રે લોલ, ૧૦
અર્થ :– એક નાવમાં ભેગા મળી અનેક લોકો બેસે છે, પણ સામે કાંઠે ઉતરીને સૌ પોતપોતાના કામે ચાલ્યા જાય છે, તેમ કુટુંબમાં બધા સગાંઓ એક સાથે હળીમળીને ભેગા રહે છે પણ મૃત્યુ થયા પછી સર્વ જીવો પોતપોતાના કર્માનુસાર જુદી જુદી ગતિઓમાં જઈ કર્મફળને ભોગવે છે. ।।૧૦।
હાં રે જેમ શરદ ઋતુનાં વાદળ ઝટ વહી જાય જો, તેમ પ્રેમ પત્ની પુત્રાદિકનો ચળે રે લોલ; હાં રે સ્વાર્થ સધાતાં સુર્થી આ દૈહિક પ્રેમ જો, સ્વાર્થ-વિરોધ જણાતાં પળમાં તે ટળે રે લોલ. ૧૧
અર્થ :— આસો માસથી કાર્તિક માસ સુધી શરદઋતુ કહેવાય છે. ત્યારે આકાશમાં વાદળ દેખાવ દઈ ઝટ ચાલ્યા જાય છે. તેમ પત્ની કે પુત્રાદિકનો પ્રેમ ચલાયમાન થાય છે. સ્થિર રહેતો નથી. જ્યાં સુધી એકબીજા પ્રત્યે સ્વાર્થ સધાય છે ત્યાં સુધી આ ઠેઠ સંબંધી પ્રેમ ટકી રહે છે. પણ સ્વાર્થમાં ભંગ પડતાં તે પ્રેમ પળમાં પલટાઈ જાય છે. રાણી સૂરિકાંતાએ પોતાનો સ્વાર્થ ભંગ થતાં પોતાના પતિ પરદેશીરાજાને પણ વિષ દઈ મારી નાખ્યો હતો. ।।૧૧।।
હાં રે સૌ પ્રિય પ્રિયા-પુત્રાદિકના સંયોગ જો, સરિતા-જળ પેઠે નિરંતર વહી રહ્યા રે લોલ; હાં રે છે સૌને માથે મરણ, ઉગામી-ડાંગ જો, એમ વિચારી વીર નરો સંયમે વા રે લોલ. ૧૨
અર્થ – પ્રિય એવા સર્વ સ્ત્રીપુત્રાદિકના સંયોગ નદીના જળની પેઠે હમેશાં વિયોગ તરફ વહી રહ્યા છે. સૌ સંસારી જીવોને માથે મરણરૂપી ડાંગ ઉગામેલી છે એમ વિચારી શૂરવીર પુરુષો તો સંયમને માર્ગે
ચાલતા થયા. ।।૧૨।
હાં રે જેમ કાચો ઘટ ઝટ જળથી ફૂટી જાય જો, તેમ જ કાયા જીવન પૂર્ણ થતાં ફ્રૂટે રે લોલ;
હાં રે આ આયુષ્યદોરી તૂટી ના સંઘાય જો, ભલે મરેલાં માટે જન માથું ફૂટે રે લોલ. ૧૩
અર્થ : – જેમ કાચો ઘડો પાણી ભરવાથી ઝટ ફૂટી જાય છે તેમ આયુષ્ય પૂર્ણ થતા કાયા પણ છૂટી જાય છે. એકવાર આયુષ્યરૂપી દોરી તૂટી ગઈ તો ફરી સંઘાય નહીં. ભલે મરેલા સ્વજન સંબંઘીઓ માટે કોઈ માથું ફૂટે તો પણ તે પાછા આવનાર નથી. ।।૧૩।।