________________
૧૨
પ્રભુખ્યું
પરંતુ જૈન દર્શન વિચાર્યું કે આમાં જેનું દિલ દુભાયું છે તેનું શું ? એથી જ ઊંચ કે નીચ, અમીર કે ગરીબ, પિતા કે પુત્ર, સાસુ કે વહુ—એવા કોઈ પણ ભેદને જોયા વિના જેનું દિલ દુભાયું છે તેની જમા થાચવામાં આવે છે. તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના પટ્ટશિષ્ય મહાજ્ઞાની અને પ્રથમ ગણધર શ્રી ગોતમસ્વામી આનંદ શ્રાવકની ક્ષમા માગે છે. બે હાથ જોડીને ‘વિગા મિ દુક્કડ' કરીએ ત્યારે સામી વ્યક્તિના ચિત્તમાંથી ફેરની કેટલી બધી ગાંઠો ખૂલી જાય છે! ભગવાન મહાવીરનું એક ઉપનામ નિગ્રંથ છે. ગ્રંપિ ભેદી નાખે તે. ગ્રંથ ઉકેલવા સહેલા છે પણ ગ્રંથિ ઉકેલવી સહેલી નથી. એ પ્રતિ ઉકેલવાનો માર્ગ માપના દર્શાવે છે.
લુઈ હૈ પોતાના~`you can heal your life' પુસ્તકમાં જણાવે છે કે 'લાંબા સમય સુધી નારાજગીનો ભાવ શરીરમાં રહે તો તે કૅન્સ૨ પેદા કરે છે. સતત નિંદા કરવાની ટેવ આર્થાઈટિસને નિમંત્રણ આપે છે. માનવીની અંદર રહેતા અપરાધભાવથી શરીરમાં દર્દ રહ્યા કરે છે. ડરને કારણે તનાવ–ટાલ પડી જવી, અલ્સર થવું, પગ ફાટી જવા જેવી બિમારીઓ થાય છે. મેં એવું જોયું કે ક્ષમાભાવ રાખવાથી, નારાજગીને ત્યજી દેવાથી કૅન્સર મટી પણ શકે છે. મેં એની સફ્ળતા જોઈ છે અને અનુભવ પણ કર્યો છે.' આજે લુઈ હૈ અમેરિકામાં ઘણા પ્રકારની બિમારીઓનો ઉપચાર કરી રહી છે.
વેન ડાય૨ (Wayne W. Dyre)`Real Magic' પુસ્તકમાં શુભ વિચારોથી કેન્સરમુક્તિ મળેલા ગ્રેગ એડરસનની વાત લખે છે.
આપણી રોજિંદી ક્રિયાઓમાં પૂજાનો વિચાર કરીએ તો પૂજાની પ્રત્યેક વિધિમાં ક્રિયા અને વિજ્ઞાન સાથે સમાયેલાં છે. પ્રદક્ષિકાની ક્રિયા કરીએ ત્યારે ત્રણ વાર પ્રદક્ષિણા કરવામાં આવે છે અને એ ત્રણ પ્રદક્ષિણા સૂચવે છે કે રાગ અને દ્વેષને દૂર કરીને મોક્ષપ્રાપ્તિ કરવા માટે સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક ચારિત્ર છે. જેન ધર્મમાં જે ખમાસણાં લઈએ છીએ ત્યારે તે આખી પ્રક્રિયા શરીરનાં જુદાં જુદાં કેન્દ્રો પર અસર કરે છે. ચૈત્ય વંદનમાં જે જુદી જુદી મુદ્રાઓ છે તે દરેક મુદ્રા યોગવિશાન સાથે સંકળાયેલી છે.
નાના જીવોની જયણા, ગૅસને પૂંજવો, પાણી ગાળવું, પાણી ઉકાળીને પીવું તથા શાક સમારતી વખતે સૂક્ષ્મ જંતુઓની જૈન સમાજની ચીવટ જુદી તરી આવે છે.
તમે ચરવળાને યાદ કરો. એક નાના ચરવળામાં પણ કેવું ઊંડું વિજ્ઞાન છે. જમીન પર કટાસણ પાથરતાં પહેલાં જમીનને ચરવળાથી પૂંજી લેવામાં આવે છે એટલે કે નાનામાં નાના જંતુને હળવેથી એ જગ્યાએથી દૂર કરવામાં આવે છે. સામાયિક કે પ્રતિક્રમણ વખતે આજુબાજુ જવા માટે ચરવળાનો ઉપયોગ થાય છે અને જમીન ૫૨ પગ મૂકતાં પહેલાં ચરવળી ફેરવવામાં આવે છે. આ રીતે ચરવા દ્વારા નાનામાં નાના જીવની રક્ષા કરવામાં આવે છે અને સાથે એનો આધ્યાત્મિક મર્મ એ છે કે આપણા આત્મા પર ચોંટેલી કર્મરજને આપણે દૂર કરીએ.
તા. ૧૬ જાન્યુઆરી ૨૦૦૭
ઉપાયમાં પ્રતિક્રમણ વખતે કટાણે પાથરીને બેસીએ છીએ. સફેદ ઊનનું−એનો હેતુ શો ? સામાયિક દરમિયાન જાગેલી શક્તિને એ શરીરમાંથી બહાર નીકળતી અટકાવે છે. બીજી બાજુ અતિ સૂક્ષ્મ જીવતંજતુઓને રક્ષણ આપે છે અને હા, એનો શ્વેત રંગ શાંતિ અને આધ્યાત્મિક પરિવેશ પ્રગટાવે છે.
જીવન
મુહપત્તી પાછળ કેવું જીવવિજ્ઞાન અને જીવનવિજ્ઞાન સમાયેલું છે! હવામાં રહેલા સૂક્ષ્મ જંતુઓને મુખમાંથી નીકળતી ઉષ્ણ હવાથી બચાવે છે, તો બીજી બાજુ આ ગુપત્તી વ્યક્તિને એ
બાબતથી સાવધ રાખે છે કે એણે વાણીની બાબતમાં જાગ્રત
રહેવું જોઈએ અને વાણીના ઉપયોગની બાબતમાં જાગૃતિ રાખો. અસત્ય કે ઉશ્કેરાટભરી વાણી ન બોલી. બર્થ વાણી ન વાપરો. ન આપણે જાણીએ છીએ કે માનવીએ એની વાણી ઘીને બદલે પાણીની માફક વાપરી છે. મહાભારતનો મહાસંહાર પણ દ્રૌપદીની કટુ વાણીને કારણે સર્જાયો હતો. જોકે એ પછી પણ કટુ વાદીએ સંસારમાં કેટલાંય મહાભારત સર્જ્યો છે.
સામાયિક વખતે રખાના સ્થાપનાચાર્યની સમક્ષ સાધકો બેસે છે. એના ૫૨ ધાર્મિક ગ્રંથ હોય છે. ગુરુની અનુપસ્થિતિમાં આ સ્થાપના-જીથી એક શિસ્ત અને લઘુતાનો ભાવ અનુભવાય છે. ગુરુ બિન જ્ઞાન કહાં...' પણ અહીં ગુરુની અનુપસ્થિતિમાં સ્થાપનાજી રખાય છે.
સ્વાસ્થ્યવિજ્ઞાન હવે જોરશોરથી કહે છે કે સૂતાં પહેલાં બે-ત્રણ કલાક અગાઉ જમવું આવશ્યક છે. એક સમયે રાત્રિભોજન સાથે હિંસાની વાત જોડાયેલી હતી, પરંતુ હવે ત્રિભોજન માત્ર હિંસાની સીમા સુધી જ સીમિત નથી પણ જીવવિજ્ઞાન અને આહારશાસ્ત્રને વટાવીને છેક મેડિકલ સાયન્સ સુધી પહોંચ્યું છે. આજે અમેરિકામાં ઘણાં ડૉક્ટરો એના પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીને સલાહ આપે છે કે સૂતાં પહેલાં ત્રણેક કલાક અગાઉ ભોજન કર. લેવું. સૂર્યપ્રકાશમાં ભોજનમાં રહેલા વિષાણુઓને નષ્ટ કરવાની શક્તિ છે. જે શક્તિ રાત્રિના અંધકાર પાસે ની અને એ જ રીતે આ સૂર્યપ્રકાશ સમયનું ભોજન શરીરની પાચનક્રિયાને પ્રોત્સાહક બનાવે છે. ચોવિહારમાં ભોજન પછી સૂર્યાસ્ત બાદ પાણી લેવાતું નથી અને પરિણામે વ્યક્તિને વારંવા૨ કુદરતી હાજતો માટે ઊઠવું પડતું નથી અને એથી એનો નિદ્રાભંગ થતો નથી.
વૈજ્ઞાનિક સંશોધને એ સિદ્ધ કર્યું છે કે જે ધાન્ય કે વૃક્ષમાં જીવનના વિકાસની સંભાવના હોય તેનો નાશ કરીએ અથવા તો તેનું ભક્ષણ કરીએ તો અનંત જીવોની હિંસા થાય છે કારણ કે એમાં રહેલો જીવનવિકાસ કેટલાય જીવોને જન્મ આપતો હશે. એનો નાશ કરવાથી અનંતજીવની હત્યા થાય છે. જૈનોમાં સામાન્ય રીતે લગાવેલાં અનાજ અથવા અંકુરિત થતી વૃક્ષની કોઈ હિરો ખાવો તેને પાષપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે તેમાં અનંતકાય જીવો હોય છે અને આવા અનંતકાય જીવોનું ભક્ષણ અનેક પાપોને નિમંત્રણ આપે છે.
1.