________________
આ રાજાની બાળપણમાંથી જ મોટી ઉન્નતિને કરનાર વૃદ્ધિ પામતો ગુણનો સમૂહ છે, તે ગુણનું સ્મરણ લજ્જા પામી પોતાના મુખથી કોઇ દિવસ રાજા કરતો નથી માટે જાણે રીસાઇને તે ગુણ પોતાનાથી ઉત્પન્ન થયેલા યશને લઇ સમુદ્રના તીર સુધી વિસ્તાર પામતા ચાલ્યા ગયા છે. જેમ કોઇ સારા પુરુષને બાળપણમાંથી જ ઉછે૨ી મોટો કરે, પણ તે ઉછે૨ી મોટો કરનારનું નામ તેની વૃદ્ધાવસ્થા થતાં સુધી પણ ન લે, ત્યારે તેના ઉપર રીસ ચડાવી પોતાના પુત્રનો હાથ ઝાલી ખેદ પામી સમુદ્રને કાંઠે જઇ તપ કર્યા કરે તેમ આ રાજાના ગુણ તથા યશ સમુદ્ર પર્યંત ગયા તે પ્રસિદ્ધ છે ॥૧॥ આ રાજા દિગ્વિજય ક૨વા નીકળ્યો ત્યારે જે કોઇ શત્રુ, ધનુષ બાણ હાથમાં ઝાલી બારણે નીકળે તેની સ્ત્રીને તત્કાળ વિધવા કરે એવી જગતમાં મોટી હાક વાગવાથી ભય પામતી કામદેવની રતિ સ્ત્રી પોતાના ધણીને, મદોન્મત્તપણે વળગેલી ભ્રમરની સ્ત્રીઓની કાળાશ રૂપી ગળિથી રંગેલા પેહેરવાના વસ્ત્રથી ઢાંકી રાખેલું પુષ્પ રૂપી ધનુષ હાથમાં ઝાલવા દેતી ન હતી, કેમ કે તે ક્રોધ કરી મારા ધણીને કદાપિ મારી નાંખે તો હું વિધવા થાઉં ! ॥૨॥ હે રાજન્ ! તમારા વૈરીની સ્ત્રીઓ, પોતાના અંતરની ઉંડી ચિંતા રૂપી મહા ગંભીર કુવાથી ઘણા શોક રૂપી મોટી અરઘટ્ટ માલ ફેરવી તેથી નેત્ર રૂપી ઉંચી નીચી થતી ઘડીઓમાં ભરાતું ખેચી કાઢેલું આંસુ રૂપી જળ, તેની ધારાઓ નાસિકા રૂપી પડનાળને રસ્તે ચાલતાં આગળ આવતાં વિષમ માર્ગને લીધે ચારે બાજુ વિખરાઇ જતા જળપ્રવાહને પોતાના ઉંચા મોટા સ્તન રૂપી ઘડામાં વારંવાર ભરી લે છે એટલે તે સ્ત્રીઓને વનમાં રઝળતાં પાણી પીવાના પણ સાંસા પડે છે ॥૩॥ ઇત્યાદિ અર્થ ભરેલાં તે પ્રશસ્તિનાં કાવ્ય સંપૂર્ણ વંચાવતાં જેનો ઉત્તરાર્દ્ર છિન્ન ભિન્ન થયો છે એવું એક કાવ્ય આપ્યું. તેનો પૂર્વાર્ધ :
अयि खलु विषमः पुराकृतानां
भवति हि जन्तुषु कर्मणां विपाकः ॥
અર્થ : જીવ માત્રને જુદાં-જુદાં પ્રકારના કરેલા સર્વે કર્મનો ઉદય નિશ્ચયથી વિષમ છે. આ કાવ્યનો ઉત્તરાદ્ધે ઘણા છિન્નવાદી કવિઓ પાસે રાજાએ કરાવી જોયો પણ કોઇના ધ્યાનમાં ન આવવાથી છેવટે ધનપાળ પંડિતને કહ્યું ત્યારે તે બોલ્યા.
हर शिरसि शिरांसि यानि रेजु
हरि - हरितानि लुठन्ति गृध्रपादैः ॥
અર્થ : જે માથાં શિવના મસ્તક ઉપર શોભતાં તે જ માથાં આજે ગૃધ્રપક્ષીના પગમાં અથડાય છે. આ પ્રકારે અર્થ ભરેલું ઉત્તરાર્દ સાંભળી રાજા બોલ્યો કે આ ઉત્તરાર્ધ્વ મળતું આવે એમ જણાય છે, તે સાંભળી ધનપાળ બોલ્યો કે જો શબ્દથી તથા અર્થથી આ જ ઉત્તરાર્ધ્વ શ્રી રામેશ્વર મહાદેવની પ્રશસ્તિ લખેલી ભીંતમાં ન હોય તો આજથી આરંભીને જીવતા સુધી મારે કવિતા જ કરવી નહીં એવી પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞા સાંભળી એ કવિની પરીક્ષા કરવા ઘણી જ મહેનત તથા દ્રવ્ય નાશ (૧) લુપ્ત અક્ષર તથા પદોનો મેળ કરી પરસ્પર મેળવવામાં ચતુર હોય તે.
02
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર