________________
મુખ ઘણું કરમાઈ ગયું. કેમ કે એ કાશીપુરનો અધિપતિ કર્ણરાજ સર્વ પ્રકારે મારા કરતાં ઘણો સમર્થ છે. એમ જાણે છે તો પણ ઘણા આગ્રહથી ભોજરાજાએ એક વાત અંગીકાર કરાવી કે મારે અવંતીનગરીમાં અને કર્ણ રાજાએ વાણારસી નગરીમાં એક દિવસે ને એક લગ્ને પાણી નીકળે ત્યાં સુધી ઊંડો પાયો નાખી પ્રાસાદનો આરંભ કરવો ને તે પ્રાસાદ પચાસ હાથ ઊંચો પહોળો કરી તેના ઉપર ક્લશધ્વજનું આરોપણ કરતી વખતે જે જલ્દીથી પ્રથમ કરી રહે તેની નગરીમાં બીજાએ પોતાનાં છત્ર ચામરાદિકનો ત્યાગ કરી હાથણી ઉપર બેસી સેવકરૂપે આવી હાજર થવું.
આ પ્રકારનું ભોજરાજાનું વચન કર્ણરાજે અંગીકાર કર્યું. કેમ કે એ પ્રકારે પણ ભોજરાજને હરાવવો હતો.
પછી એક વખતમાં જ બે જણે પ્રાસાદનો આરંભ કર્યો. કર્ણરાજે પોતાના સૂત્રધારને બોલાવી પૂછ્યું કે સૂર્યોદયથી સૂર્યાસ્ત થતાં ઘણા પ્રયત્નથી કરવા માંડેલું કામ કેટલું ઊંચુ આવે ! આ વચન સાંભળી સૂત્રધારે ચઉદશના અણોજાના દિવસમાં સાત હાથ પ્રમાણના અગીયાર પ્રાસાદ પ્રાતઃકાલે આરંભ કરી સાયંકાળે કલશ આરોપણ થાય એવા કરી બતાવ્યા. આ જોઈ રાજા ઘણો પ્રસન્ન થયો, પછી પોતાના કામમાં પ્રમાદ રહિત કર્ણરાજાએ પ્રાસાદ તૈયાર કરાવી કળશારોપણ કરી ધ્વજારોપણ કરવાનું શુભ લગ્ન લેઈ ભોજરાજાને તેડવાને સારુ કર્ણ રાજાએ દૂત મોકલ્યો ! ભોજરાજ પોતાનો પ્રાસાદ જલદી કરવા ન સમર્થ થવાથી પોતાની પ્રતિજ્ઞાનો ભંગ જોઈ મૌન રહ્યો. પછી કર્ણરાજે પોતાના પ્રાસાદમાં ધ્વજારોપણ કરી પોતાના સેવક ૧૩૬ રાજાઓ સહિત ભોજરાજ ઉપર ચઢાઈ કરી. વળી તેણે ગુજરાતના ભીમરાજાને ભોજરાજાનું અડધું રાજ્ય આપવું કબુલ થઈ તેની મદદ માંગી. ત્યારે ભીમરાજા પણ ઘણું લશ્કર લઈ માલવદેશ ઉપર ચડાઈ કરવા તુરત આવ્યો. આ વખતે બંને તરફથી, મંત્રનું જોર લાગવાથી ગભરાઈ ગયેલા સર્પની પેઠે ભોજરાજા અહંકાર રૂપી ઝેરથી રહિત થયો, તેને ઓચિંતો શરીરે કાલજવર પ્રગટ થયો, પછી ભીમરાજાએ નગર પ્રવેશ કરવાના તમામ માર્ગો પોતાના માણસોથી રોકી લેઈ કર્ણરાજ પાસે રહેલા પોતાના ડામર નામના સંધિવિગ્રહિક પાસે ભોજરાજનું વૃત્તાંત જાણવા એક પુરુષને મોકલ્યો ત્યારે તેણે એક ગાથા નીચેના અર્થની લખી આપી ને પાછો ભીમ પાસે મોકલ્યો.
આંબાનું ફલ સંપૂર્ણ પાકી ગયું છે તેનું ડીંટુ પણ શિથિલ થયું છે તેને વાયુ પણ જરમાં અફલાય છે તેની શાખા પણ કરમાઈ ગઈ છે પણ તેનું પરિણામ શું થશે તે જણાતું નથી !
આ અર્થ ભરેલી ગાથા વાંચી ભીમરાજ સ્થિર થઈ રહ્યો. એટલામાં ભોજરાજને પરલોકમાં જવાની ઘણી શીવ્રતા થઈ, અંતકાલ સંબંધી દાન પુણ્ય કરી, મારું મરણ થયા પછી મારા હાથ શબવિમાનથી (ઠાઠડીથી) બારણે લટકતા રાખજો એમ કહી તત્કાલ સ્વર્ગવાસી થયો. મરતી વખતે ભોજરાજનું બોલેલું સાંભળી વેશ્યાએ લોકની આગળ કહ્યું કે -
શું કરું ! આ પુત્ર કલત્રરૂપી વાડીનો વિસ્તાર. અરેરે સઘળો મૂકી જેમ એકલો આવ્યો તેમ એકલું જ જવું પડે છે. કોઇપણ જોડે આવતું નથી. હાથ પગ ખંખેરી ખાલી થઈને જવું પડે છે.
૧૧૮
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર