________________
આપેલી પોતાના રાજાને આપવાની ભેટ વિગેરે પ્રસાદી લેઇ એકદમ પલાયન કરી ગયા. આ પ્રકારે પ્લેચ્છ રાજને આવવાના નિષેધનો પ્રબન્ધ પૂરો થયો.
એક દિવસ કોલાપુરના રાજાની સભામાં ભાટ ચારણોએ સિદ્ધરાજની કીર્તિ ઘણી વિસ્તારી. એ સાંભળી તે રાજા બોલ્યો કે અમે ત્યારે સાચું માનીએ કે જ્યારે અહીં અમને પ્રત્યક્ષ કાંઇપણ ચમત્કાર દેખાડે તો સિદ્ધરાજની સિદ્ધતા ખરી નહીં તો સર્વે ગપ્પાં. એમ કહી અપમાન કરી તે લોકને કાઢી મૂક્યા તેમણે આવી સિદ્ધરાજને આ બધી વીતેલી વાત સભામાં કહી. ત્યારે સિદ્ધરાજે સભામાં બધે નજર ફેરવી. ત્યારે તેમાંથી એક પુરુષ રાજાનો અભિપ્રાય સમજી હાથ જોડી ઉભો થયો, તેને લઈ રાજા એકાંતે બેઠા. ત્યારે તેણે પોતાના મનનો સર્વ અભિપ્રાય રાજાને જણાવ્યો કે, જો ત્રણ લાખ રૂપીઆ ખરચના આપો તો તમારા તરફથી સિદ્ધતાનો ચમત્કાર તે રાજાને જણાય. પછી સિદ્ધરાજે તે જ વખતે ત્રણ લાખ રૂપીયા આપ્યા. તેથી તેણે એક મોટા વેપારી વાણિયાનો વેશ લઈ, ત્રાંબા પીતળના વાસણનો સંગ્રહ કર્યો. સિદ્ધરાજનો સઘળો વેષ એટલે રત્ન જડીત સોનાની પાવડીઓ તથા બે કુંડળ તથા શ્વેત છત્ર તથા યોગ દંડ, યોગ પટ્ટ વિગેરે રાજ ચિહ્ન લઈ શુભ મુહૂર્તમાં પ્રયાણ કરી થોડા દિવસમાં કોલાપુર જઈ વેપારીની દુકાન માંડી રહ્યો. પછી તે નગરના રાજાની સ્ત્રીઓ દીવાળીના દિવસમાં મહાલક્ષ્મી માતાના મંદિરમાં રાત્રિના સમયે પૂજા કરવા આવી હતી. તે જ વખતે તે પુરુષે સિદ્ધરાજનો સઘળો વેષ ધારણ કરી, ઉંચું ઉછાળવાની કળા જાણનાર યક્ષ જેવા બર્બર નામના બળવાન પુરુષ ઉપર બેશી ઓચિંતો તે દેવીના પ્રાસાદમાં પ્રગટ થયો અને તેણે રત્નસુવર્ણમય પૂજા સામગ્રીથી દેવીની પૂજા કરી. ત્યાં આવેલી રાજાની સઘળી રાણીઓને પણ તેવાં પ્રસાદી પાન બીડાં આપ્યાં અને સિદ્ધરાજનો નામાંકિત સઘળો વેષ પૂજાના મિષથી દેવીને અર્પણ કર્યો. તેથી રાણીઓ ઘણું આશ્ચર્ય પામી અને નજરે જુવે છે એટલામાં જેમ આવ્યો હતો તેમ ભપકાબંધ જલદીથી આકાશ માર્ગે ઉડી પોતાના મુકામમાં દાખલ થયો. રાત્રિનું જાગરણવ્રત પુરું થયા પછીથી પ્રાતઃકાળે રાણીઓએ સિદ્ધરાજ દેવી પૂજન કરી ગયો એ સઘળો રાત્રિનો વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. આ વિરોધી રાજાનો વૃતાંત સાંભળી ભયભ્રાંત થઈ તે સઘળી સામગ્રી સિદ્ધરાજને પાછી આપવા સારુ પોતાના પ્રધાનોને પાટણ મોકલ્યા. પછી પેલા કપટી વેપારીએ પોતાની સઘળી દુકાન સમેટી લેઈ ગુપ્ત રીતે એક પુરુષને મોકલી સિદ્ધરાજને એવી ખબર આપી કે મારા આવતા સુધી અહીંના આવેલા પ્રધાનોને દેખા ન દેવી. પછી પોતે પણ થોડા દિવસમાં પાટણ આવી સઘળો વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. પછી તે આવેલા પ્રધાનોને પણ રાજાએ ઘટે તેવો સત્કાર કરી વિદાય કર્યા. આ પ્રકારે કોલાપુરના રાજાનો પ્રબંધ પૂરો થયો.
સિદ્ધરાજે માળવેથી યશોવર્મા રાજાને બાંધી આપ્યો એ પ્રસંગમાં સીલન નામના કોઇ કૌતુકી પુરુષે રાજાની આગળ કૌતુક કરતાં આમ ગાયું કે નાવડામાં (જળ તરવાનું નાનું નાવડું) સમુદ્ર તુવ્યો. આ પ્રકારનું અસંભવિત કહેવું સાંભળી રાજાએ તેનો તિરસ્કાર કર્યો. ત્યારે તેણે તેનો અર્થ કહી સંભળાવ્યો કે, સમુદ્ર સમાન માળવાનો રાજા નાવડા જેવી ગુજરાતની ધરતીમાં ડુબ્યો. આ
૧૪૪
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર