________________
તત્કાળ જોશીઓને બોલાવી શુભ મુહૂર્ત નક્કી કરી સોમેશ્વર પ્રાસાદના જીર્ણોદ્ધારનો પ્રારંભ કરાવવા એક પંચ તે સ્થાને મોકલ્યું.
આ પ્રકારે હેમચંદ્રાચાર્યના અલૌકિકગુણ દેખી રાજાનું મન એટલું બધું ખેંચાયું કે એક દિવસ હેમાચાર્યનો ઉત્પત્તિ વૃતાંત ઉદયન મંત્રીને પૂછ્યો ત્યારે તે બોલ્યો કે આ ભરતખંડમાં સાડાપચ્ચીશ આર્ય દેશ કહેવાય છે. તેમાં ધંધુકા નામે નગરમાં મોઢ વંશનો ચાવીગ નામે વેપારી રહેતો હતો તેની સાક્ષાત લક્ષ્મી જેવી જિનશાસનની ભક્તાણી પાહિની નામે સતી શિરોમણી સ્ત્રી હતી. તે જિન ધર્મ પાળતી હતી. તે બે સ્ત્રી-પુરુષનો ચાંગદેવ નામે પુત્ર થયો તેનું નામ પોતાની કુળદેવી ચામુંડા તથા કુલદેવ ગોનસ એ બેના આદિ અક્ષરો લઇ ચાંગદેવ પાડ્યું હતું. ચાંગદેવ આઠ વરસનો થયો છે એવામાં દેવચંદ્ર નામે આચાર્ય પાટણથી તીર્થ યાત્રા કરવા નીકળેલા. ધંધુકામાં આવી મોઢવસહિકા નામે સ્થાનમાં ઉતર્યા. પછી ત્યાંના દેરાસરમાં વંદન કરવા ગયા તે વખતે ચાંગદેવ સિંહાસન ઉપરની આચાર્યની બેઠક ઉપર બેસી પોતાના સરખી વયના મિત્રો સાથે રમતો હતો. આચાર્યને આવેલા જોઇ બધા ગુપચૂપ થઇ બેસી ગયા. દેવચંદ્ર આચાર્યે ચાંગદેવનાં અંગ ઉપાંગ ઉપર રહેલા જગત વિલક્ષણ લક્ષણ જોઇને વિચાર કર્યો કે જો આ છોકરો ક્ષત્રિય કુળમાં થયો હશે તો જરૂર ચક્રવર્તી રાજા થશે. વાણિયા બ્રાહ્મણના કુળનો હશે તો ચક્રવર્તી રાજાને પણ પોતાની આજ્ઞામાં રાખે એવો સમર્થ પ્રધાન થશે. માટે જો એ જૈન ધર્મ પામે તો જિનશાસનની મોટી પ્રભાવના કરી યુગ પ્રધાનની પેઠે કલિયુગમાં પણ સત્યુગ પ્રવર્તાવે. એમ વિચારી તે નગરના કેટલાક જૈન વેપારીઓને સાથે લઇ એ છોકરાને ઘેર ગયા. તે વખત એ છોકરાનો બાપ ચાવીગ પરગામ ગયો હતો પણ તેની વિવેકી માતુશ્રી ઘેર હતી તેણે તેઓને સન્માનપૂર્વક બેસાડ્યા. પછી તેઓ બોલ્યા કે અમો તો તમારા પુત્ર ચાંગદેવને માંગવા આવ્યા છીએ આ વાત સાંભળી તે સ્ત્રીની આંખમાં હર્ષાશ્રુ આવ્યાં અને પોતાના મનમાં વિચાર કરે છે અહો ! મને ધન્ય છે કે મારી કૂખે રત્ન ઉત્પન્ન થયું. કેમકે જેને તીર્થંકર મહારાજ પણ નમસ્કાર કરે છે. એવો સંઘ (શ્રાવક શ્રાવિકા સાધુ અને સાધ્વી) પોતાની મેળે મારે ઘેર ચાલી આવી મારી પાસે પુત્ર માંગે છે. એમ વિચારી તે સ્ત્રી બોલી કે મને હર્ષને બદલે મહા ખેદ થાય છે કે એ પુત્રનો પિતા પરગામ ગયો છે જો કે તે મિથ્યાદષ્ટિ વાળો છે તે છતાં પણ તે હાલ અહીં નથી. આ પ્રકારનું વચન સાંભળી તે વેપારીઓ બોલ્યા કે તમે તો તમારી મેળે આપી દ્યો એટલે પછી તમારે માથે તો દોષ ન રહ્યો. એનો પિતા જ્યારે ગામથી આવશે ત્યારે જે થવાનું હશે તે થઇ રહેશે. આ પ્રકારનું વચન સાંભળી તેણે મહા ગુણનો ભંડાર એવો પોતાનો પુત્ર ગુરુદેવને અર્પણ કર્યો ત્યાર પછી તે સ્ત્રીએ તે આચાર્યનું નામ દેવચંદ્રસૂરી એવું જાણ્યું તેથી તેને ઘણો જ આનંદ થયો. પછી ગુરુએ તે પુત્રને પૂછ્યું કે તું અમારો શિષ્ય થઇશ ત્યારે તેણે જવાબ આપ્યો કે હા હું થઇશ. પછી તે પુત્રને લઇ પાછા વળી કર્ણાવતી નગરીમાં આવ્યા. ત્યાં ઉદયન મંત્રીને ઘેર તેના બાળકોની સાથે રાખ્યો અને તેની સેવામાં કેટલાક સેવકો રાખી તેનું પાલન પોષણ સારી રીતે કરે છે. તેવામાં તેનો પિતા ચાવીગ જે પરગામ ગયો હતો
કુમારપાળરાજાનો પ્રબન્ધ
૧૫૭