________________
કે તું વર માગ. ત્યારે રાજાએ કહ્યું કે આ સર્વને જીવતા કરો, આ પ્રકારે વર માંગ્યું. સૌને જીવતા કરાવી રાજાએ શેષનાગને વિશેષ પ્રસન્ન કર્યો. એ પ્રકારે વિક્રમ રાજાનો પાત્ર પરીક્ષા નામે પ્રબંધ પૂરો થયો.
પરકાય પ્રવેશ - નંદરાજ :
કોઇ વખતે પાટલીપુત્ર નામના નગરમાં મોજ શોખમાં બેઠેલો નંદરાજ અકસ્માત મરણ પામ્યો. તે સમયે કોઈ બ્રાહ્મણે પરકાય પ્રવેશ નામની વિદ્યા સાધી, તેનો અનુભવ કરવા રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. તેણે પ્રથમ સંકેત કરેલા બીજા બ્રાહ્મણે રાજદ્વાર આગળ આવી, વેદનું ઉચ્ચારણ કરી રાજાને જીવતો કરવાનો સર્વે આડંબર દેખાડી, તેને જીવતો કર્યો. તેથી તે રાજાએ હુકમ કરી, દ્રવ્ય ભંડારના અધિકારી પાસેથી એક લાખ સોનૈયા તે બ્રાહ્મણને અપાવ્યા. આ વાત નંદરાજાના મહા બુદ્ધિમાન પ્રધાને જાણી મનમાં વિચાર કર્યો કે, નંદરાજમાં આટલી બધી ઉદારતા ન હતી, માટે નિશ્ચયથી એના શરીરમાં બીજા કોઇએ પ્રવેશ કર્યો છે, એમ ધારી સર્વ જગ્યાએ તજવીજ કરાવી કે કોઈ જગ્યાએ શબ (મડદુ) પડ્યું છે ? તપાસ કરતાં આખરે ખબર મળી કે એક જગ્યાએ પરદેશી બ્રાહ્મણનું શબ પડ્યું છે અને તેની રક્ષા એક બીજો માણસ કરે છે. આ વાત સાંભળી પ્રધાને વિચાર કર્યો કે તે પડેલા શબનો જીવ પરકાય પ્રવેશ વિદ્યાનો જાણ હોવો જોઇએ અને તેણે પોતાની વિદ્યાનો અજમાયશ કરવા નંદરાજાના શબમાં નિશ્ચયથી પ્રવેશ કર્યો છે. એમ પોતે ખાતરી કરી પેલા શબને તત્કાળ અગ્નિ સંસ્કાર કરાવ્યો. એ વાતની કોઈને જાણ થવા દીધી નહિ. પછી પેલા બ્રાહ્મણરૂપી નંદરાજને મૌન ધારણ કરાવી તથા બીજી કેટલીક યુક્તિઓ શીખવી. પોતે તેના સંગાથે હળીમળી અતિ વૈભવથી સઘળ રાજય ધમધોકાર ચલાવવા માંડ્યું અને મરણ પર્યત પટરાણી વિગેરે કોઈને એ વાતની ખબર પડવા દીધી નહીં.
| શિલાદિત્ય અંગે દંતકથા :
સેડી નદીના કાંઠા ઉપર આવેલા ખેડા નામના મહાસ્થાનમાં દેવાદિત્ય નામના બ્રાહ્મણની અતિ રૂપવાળી સુભગા નામની પુત્રી બાળપણમાં જ વિધવા થઈ હતી. તે પ્રાતઃકાળમાં નિત્ય સૂર્ય સન્મુખ ઉભી રહી અધ્યપ્રદાન (બે હાથમાં જળ લઇ આપવું તે) કરતી હતી, કોઇ દિવસે તેના સ્વરૂપથી મોહ પામેલા સૂર્યનારાયણે ઉચિત રૂપમાં આવી, તે બાળ વિધવા સાથે ગુપ્તપણે સંભોગ કરવાથી તેને ગર્ભ રહ્યો. કાળે કરી તે વાતની માત-પિતાને જાણ થવાથી, ઘણું ખોટું થયું એમ મનમાં વિચારી, પોતાની લાજ રાખવા સારું તેનો તિરસ્કાર કરી, પોતાના એક સેવક સાથે વલભીનગરીની સમીપ જીવતી મૂકી, ત્યાં તે વિધવાને મહા તેજસ્વી પુત્ર ઉત્પન્ન થયો. કાળે કરી વૃદ્ધિ પામતો બરોબરીયા મિત્રો સાથે રમતાં રમતાં કોઇએ તું નબાપો છે; એમ મેણું દઈ તિરસ્કાર કર્યો. પછી માતા પાસે આવી તેણે પિતાનું નામ પૂછ્યું, ત્યારે તેણીએ કહ્યું કે મને ખબર નથી. આ પ્રકારે સાંભળી વૈરાગ્યથી મરવા તૈયાર થયો, ત્યારે તેની પાસે સૂર્યનારાયણ આવી, તેનું સાંત્વન કરી, બોલ્યા કે, હું તારો | પિતા છું તું કોઈ પ્રકારની ચિંતા ન કરીશ, એમ કહી તેના હાથમાં કાંકરા આપી બોલ્યા કે, જે
૧૯૨
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર