Book Title: Prabandh Chintamani
Author(s): Merutungasuri, Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust

Previous | Next

Page 232
________________ દિવસે મોટા યોગીંદ્રનું રૂપ ધારણ કરી વાભટ્ટને ત્યાં આવી પ્રશ્ન પુછ્યો? કે પૃથ્વીમાં ઉત્પન્ન નહીં થયેલું અને આકાશમાં પણ ન રહેલું તથા મર્દન પણ ન કરેલું તથા કોઈ વસ્તુના રસથી ન બનાવાયેલું અને સર્વ શાસ્ત્રોમાં માન્ય કરેલું એવું ઔષધ, હે વૈદ્યરાજ ! અમને બતાવો ! ત્યારે વાભટ્ટ બોલ્યા કે પૃથ્વીમાં ન થયેલું અને આકાશમાં ન રહેલું રસ રહિત, પથ્ય, પૂર્વાચાર્યે માન્ય કરેલું લંઘન (લાંઘણ કરવી) એ સર્વોપરિ ઔષધ છે. આ વચન સાંભળી ચમત્કાર પામી પ્રત્યક્ષ દેવતાનું રૂપ ધારણ કરી વાભટ્ટને કહ્યું કે તમે તમારી ઇચ્છામાં આવે તે વરદાન અમારી પાસે માગો. કેમ કે અમો તમારા ઉપર ઘણા પ્રસન્ન થયા છીએ આ વચન સાંભલી વાભટ્ટે પોતાના મનોવાંછિત વર માગ્યાં. તે આપી દેવ પોતાના સ્થાનમાં પધાર્યા. આ પ્રકારે વાગભટ્ટ વૈદ્યનો પ્રબન્ધ પૂરો થયો. ધામણોલી ગામનો રહેનાર ધારા નામનો કોઇક મોટો ધનાઢ્ય જૈન ધર્મી વાણિયો ઘણો દાનેશ્વરી હતો. કુબેર જેવી પોતાની લક્ષ્મીવડે ઘણા જીવનું પોષણ કરતો હતો. એક દિવસ ગિરનાર પર્વતની યાત્રા કરવા મોટો સંઘ કાઢી પોતાના પાંચ પુત્ર તથા પોતાનું સૈન્ય સંગાથે લઈ યાત્રા કરવા ગયો. તે વખતે એ પર્વતનો રાજા દિગંબરોનો ભક્ત હતો. આ શેઠને શ્વેતાંબર ભક્ત જાણી ગિરનાર ઉપર ચડતાં રોક્યો. પછી સામાસામી તકરાર ચાલતાં લડાઇનો આરંભ થયો. તેમાં શ્વેતાંબર શેઠના પાંચ પુત્રો દેવ ભક્તિથી ઉત્સાહ પામી સંગ્રામ કરતાં મરણ પામ્યા. તે પાંચે પણ ત્યાંના ક્ષેત્રપાળ દેવતા થઈ રહ્યા ને તીર્થમાં વિઘ્ન કરનારનો નાશ કરતા હતા. તેમનાં નામ - કાળમેઘ, મેઘનાદ, ભૈરવ, એકપાદું ને ગૈલોક્યપાદ. હવે એક ધારા નામનો શેઠ જીવતો રહ્યો તે કાન્યકુન્જ (કનોજ) દેશમાં ગયો. ત્યાં બપ્પભટ્ટી નામે મોટા પ્રખ્યાત આચાર્ય વિચારતા હતા. તેમના વ્યાખ્યાનમાં જઈ સંઘની આજ્ઞા માગી બોલ્યો કે રૈવત તીર્થમાં દિગંબર લોકો નિવાસ કરી રહ્યા છે અને શ્વેતાંબરોને પાખંડી ગણી પર્વત ઉપર પણ ચડવા દેતા નથી, માટે તેમને જીતી તીર્થોદ્ધાર કરો. આ પ્રકારે બપ્પભટ્ટી સૂરિને વિનંતી કરી. તે સાંભળી જૈન દર્શનની ઉન્નતિ કરવા કન્યકુબ્ધ દેશના રાજાને સંગાથે લઈ મહા સત્ત્વથી શોભતા તે આચાર્ય સાત દિવસમાં ગિરનાર પર્વત આગળ આવ્યા અને દિગંબરો સાથે મોટો વાદ ચલાવ્યો. રાજા તથા પ્રજા સર્વની સમક્ષ દિગંબરોને થોડા વખતમાં જીતી લીધા અને અંબા દેવીને પ્રત્યક્ષ કરી ગિરનાર તીર્થનું માહાસ્ય વધાર્યું. જે રૈવતાચળ પર્વતને એક નમસ્કાર કરે તો પણ તેનું મોટું ફળ છે. આ પ્રકારના અર્થની ગાથા દેવતાના મુખથી સંભળાવી શ્વેતાંબરનું દર્શન મોટી ઉન્નતિ સહિત સ્થાપન કર્યું ત્યારે પરાભવ પામેલા કેટલા દિગંબર આચાર્યોએ બળાનક નામે દેવીના મંડપ આગળથી પૃપાપાત કરી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ પ્રકારે રેવતાચલના અધિપતિ ક્ષેત્રપાળની ઉત્પતિનો પ્રબન્ધ પૂરો થયો. એક દિવસ લાખો માણસ સોમેશ્વર મહાદેવની યાત્રા કરવા આવતાં હતાં તેને જોઈ પાર્વતીએ શિવજીને પૂછ્યું કે આ લાખો યાત્રાળુઓ આવે છે એ સર્વને શું તમે રાજય આપી શકશો ? શિવજી ૨૧૮ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240