Book Title: Prabandh Chintamani
Author(s): Merutungasuri, Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust

Previous | Next

Page 230
________________ મહાવિદ્યાનો અભ્યાસ કરે છે બીજા ત્રણ પ્રસિદ્ધ પણે વિદ્યાભ્યાસ કરે છે. ત્રણેયને ભણાવતી વખતે સંકેત કરી ભર્તુહરિને પાઠ સંભળાવવાની રીત ચાલે છે. એક દિવસ ભર્તુહરિને સંકેતથી બોલાવ્યા વગર પાઠ ચાલતો કર્યો તેમાં શ્લોક આવ્યો. જે દ્રવ્યની ત્રણ પ્રકારે ગતિ છે. દાન, ભોગ ને નાશ. આ વચન સાંભળી ત્રણ વિદ્યાર્થીઓ બોલ્યા કે એ શ્લોકનું ઉત્તરાદ્ધ બોલો. તે વખતે ભર્તુહરિ ભોયરામાંથી પ્રત્યક્ષ આવી ઉપાધ્યાય ઉપર ક્રોધ કરી બોલ્યો કે રે વેશ્યા પુત્ર ! હજુ સુધી મને કેમ બોલાવ્યો નહીં એમ કહી એ શ્લોકના કરનારની નિંદા કરતો શ્લોક બોલ્યો. તેનો અર્થ : સેંકડો પ્રયાસ કરી એટલે મહા મહેનતે ઉત્પન્ન કરેલુ ને પ્રાણથી પણ અતિશય પ્રિય એવા ધનની એક જ ગતિ છે. કે ધન આપવું અને બીજી સર્વે તો ગતિ ન કહેવાય પણ વિપત્તિ જ કહેવાય. આ પ્રકારનું ભાષણ કરી ધનની એક જ ગતિ છે એમ માન્યું પછી તેણે વૈરાગ્યશતક આદિ ઘણા પ્રબન્ધો કર્યા. આ પ્રકારે ભર્તુહરિની ઉત્પત્તિનો પ્રબંધ પૂરો થયો. માનવ દેશના આભૂષણરૂપ ધારા નગરીમાં ભોજ રાજા રાજય કરતો હતો. તે વખતે વાભટ્ટ નામે રાજવૈદ આયુર્વેદમાં ઘણો ડાહ્યો હતો. તેણે રોગનો અનુભવ કરવા કુપથ્થથી કેટલાક રોગને ઉત્પન્ન કરીને સુશ્રુતમાં કહેલા ઔષધવડે તેનો નાશ કર્યો. આવી રીતનો અનુભવ કરતાં કરતાં એક દિવસ એવો વિચાર થયો કે પાણી વિના કેટલા દિવસ સુધી જીવાય છે. એ વાતનો અનુભવ કરવા ત્રણ દિવસ સુધી પાણી ન પીધું પછી અતિશય તરસથી તાળવામાં તથા હોઠમાં ઘણી પીડા થઈ. ત્યારે એક શ્લોક બોલ્યો તેનો અર્થ : પાણી ટાટુ અથવા ઉનુ કે પછી ઉકાળીને ટાઢું પાડેલ અથવા ઔષધીય પદાર્થોથી મિશ્રિત કરેલુ ગમે એવું પણ પાણી, પાણીનો નિષેધ કોઈ શાસ્ત્રમાં કર્યો નથી. માટે તાત્પર્ય કે પાણી ઉત્તમ છે; આ પ્રકારે પાણીનો સત્કાર કરનાર વાગભટ્ટ વૈદે સ્વાનુભવ સિદ્ધ વામ્ભટ્ટ નામે વૈદક ગ્રંથ ક્ય. જે હાલ પ્રસિદ્ધ છે. તેનો જમાઈ પણ લઘુ બાહડ (લઘુ વાભટ્ટ) નામે હતો. તે બૃહત્ બાહડની (મોટા વામ્ભટ્ટની) સાથે રાજમંદિરમાં રોજ જતો હતો. મોટા બાહડે શ્રી ભોજના શરીરની ચેષ્ટા જોઈ કહ્યું કે, આજ તમે રોગ રહિત છો એટલે દરરોજ રાજાની સારી નરસી પ્રકૃતિ કહેવાની રાજ વૈદ્યની રીત હતી તે પ્રમાણે કહ્યું. તે સાંભળી લઘુ બાહડે પોતાનું મુખ કરમાવ્યું.તે જોઈ રાજાએ તેનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે, આજે કાંઇક રાત્રિ બાકી હતી તે વખતે સરકારના શરીરમાં ક્ષય રોગનો પ્રવેશ થયો છે. જેથી કાળી છાયાનો (કાલીકાંતિનો) આભાસ થાય છે. આ પ્રકારનું જેમ કોઈ દેવનું સત્ય વચન હોય તેમ તેનું ઇંદ્રિયને અગોચર (ઇંદ્રિયથી જાણ્યામાં ન આવે તે) સત્ય ભાવને જણાવતી વચનકલ્પનાથી રાજા મનમાં અતિશય ચમત્કાર પામ્યો ને બોલ્યો કે એ રોગનું ઔષધ તમે કરો. ત્યારે વૈદ્ય બોલ્યો કે એ રોગનું સાધારણ ઔષધ નથી. પણ રાસાયણિક ઔષધ છે ને તેનો ખર્ચ ત્રણ લાખ રુપીઆ થશે. આ વાત રાજાએ અંગીકાર કરી દ્રવ્ય આપી ૨૧૬ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240