________________
તેમાં દેવની પ્રતિષ્ઠા કરી. પછી પોતાની ભક્તિવાળા ચાર પુત્રો સહિત વિચાર કરી તે મંદિરમાં દ્રવ્ય આવવાના ઘણા રસ્તા બાંધી આપ્યા. જેથી કોઇ દિવસ દહેરાસર સંબંધી કામ અટકી ના પડે. વળી દેવપૂજા નિમિત્તે વિવિધ જાતિના વૃક્ષોથી શોભતો એક મોટો બાગ કરી આપ્યો તથા તેની રક્ષા કરનાર માણસોની યોજના પણ કરી. એક દિવસ પૂર્વ જન્મે બાંધેલા અંતરાય કર્મના ઉદયથી સઘળી ધન સંપત્તિ એકદમ નાશ પામી. અહીં રહેવાથી પોતાનું માન નાશ થશે એમ ધારી સમીપ રહેલા કોઇક ગામડામાં પુત્ર સહિત રહ્યો. છોકરાઓની કમાણીમાં જેમ તેમ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ ચોમાસાના પર્વ દિવસમાં પુત્રો સહિત એ શેઠ શંખપુરમાં ગયો. ત્યાં પોતાના કરાવેલા પ્રાસાદમાં પૂજા કરવા પગથીયા ઉપર ચડે છે. એટલામાં પોતાના કરાવેલા બાગના માળીએ આવી ચાર શેરનો એક મોટો હાર અર્પણ કર્યો પછી ધનદ શેઠે ઘણા ભાવથી તે મોટા હાર વડે જિવેંદ્રની પૂજા કરી. રાત્રિએ ગુરુ પાસે આવી પોતાના દારિત્ર્યની ઘણી નિંદા કરી. ગુરુએ પ્રસન્ન થઇ કપર્દિ યક્ષ પ્રત્યક્ષ થાય એવો મંત્ર આપ્યો. તેનું આરાધન કરતાં એક દિવસ કાળી ચૌદશની મધ્યરાત્રિએ કપર્દિ યક્ષ પ્રત્યક્ષ થઇ બોલ્યો કે તું મારી પાસે વરદાન માંગ. ત્યારે તે બોલ્યો કે ગુરુના ઉપદેશથી ચોમાસામાં ચાર શેરના પુષ્પહારથી પૂજા કરી છે તેમાંથી એક પુષ્પની પૂજાનું ફળ મને આપ, ત્યારે યક્ષ બોલ્યો કે તીર્થંકર વિના એક પુષ્પની પૂજાનું ફળ પણ આપવા કોઇ સમર્થ નથી. એમ કહી કપર્દિયક્ષે પોતાનો સાધર્મિક છે એમ ધારી ઘણા સ્નેહથી તેના ઘરમાં સોનાની મહોરથી ભરેલા મોટા ચાર ચરુ ચારે ખુણે સ્થાપન કરી અંતર્ધાન થયો. પ્રાતઃકાળે પોતાના પુત્રોને તે ધન અર્પણ કર્યું. તે ધનનું કારણ તેઓએ આગ્રહથી પૂછ્યું ત્યારે તેમના અંતરમાં જિનપૂજાનો પ્રતાપ જણાવવા સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે દિવસથી આરંભીને સર્વે ધનાઢ્યો થઇ પોતાના જન્મ નગ૨માં નિવાસ કરી રહ્યા ને કેટલાં જિનાલયનાં ઉદ્ધાર કરાવ્યાં. જૈનશાસનની મોટી પ્રભાવના કરી ને અન્યદર્શની બ્રાહ્મણ લોકના મનમાં પણ જૈન ધર્મનો નિશ્ચય કરાવ્યો. આ પ્રકારે વીતરાગની પૂજાના પ્રતાપ વિષે ધનદશેઠનો પ્રબન્ધ કહ્યો.
આ પ્રકારે મેરૂતુંગાચાર્યે કરેલા પ્રબન્ધ ચિંતામણી ગ્રન્થમાં પ્રકીર્ણક નામે પાંચમો પ્રબંધ પૂરો થયો.
પ્રશસ્તિ :
હવે ગ્રંથ કર્તા મેરૂતુંગાચાર્ય કહે છે કે ગુણવાન બહુશ્રુત પુરુષો આ પડતા કાળમાં બહુધા દુર્લભ છે અને શિષ્યોની બુદ્ધિનો ઉપયોગ પ્રતિદિન ઘટી જવાથી તેમના શ્રુતજ્ઞાનનું ઘણું બળ નાશ પામ્યું છે. માટે ભાવિના શિષ્યોનો મોટો ઉપકાર કરવાની ઇચ્છાથી જેમ કોઇ અમૃત પાન કરાવવાનું સદાવ્રત બાંધે એમ અમોએ સત્પુરુષોના ચરિત્રથી ભરપુર આ ગ્રંથ રચ્યો છે. (૧)
જેમ હાથમાં લીધેલો ચિંતામણિ મનોવાંછિત ફલ આપે છે તેમ આ ગ્રંથ મનોવાંછિત પ્રબંધોને દેખાડી આપે છે. આ ગ્રંથરત્નનો ઘણો અભ્યાસ કરવાથી તે સ્યમંતક નામે મણિની ગરજ સારે છે એટલે જેમ સ્યમંતક મણિની સેવાથી સુવર્ણ પ્રાપ્તિ વિગેરે ફલ દેખાય છે, તેવા ગુણ આ ગ્રંથમાં પણ
૨૨૦
'** **
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર