Book Title: Prabandh Chintamani
Author(s): Merutungasuri, Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust

Previous | Next

Page 231
________________ છ માસે ઔષધ તૈયાર કરાવ્યું. પછી શુભ દિવસે શુભ મુહૂર્તે તે ઔષધ કાચની શીશીમાં ઘાલી હાથમાં લઇ વૈદરાજ રાજમંદિરમાં આવ્યા અને રાજાના પલંગ પર તે શીશી મૂકી. રાજાએ પણ પ્રાતઃકાળે વહેલા ઉઠી દેવપૂજા કરી ચારેપાસ વધામણી મોકલી. સારા સારા માણસોને તેડાવી સર્વ સામગ્રી તૈયાર કરી રાજા રસાયનપાન કરવાની ઇચ્છા કરે છે એટલામાં કોઇ કારણથી વૈદરાજે કાચની શીશી ધરતી પર પછાડી ભાગી નાંખી. રાજા તો ઘણા આશ્ચર્ય સહિત બોલ્યો કે આ શું કર્યું. પણ એ રસાયનના સુગંધથી રાજાના શરીરનો તમામ વ્યાધિ શાંત થઇ ગયો. વૈદ્ય બોલ્યો કે વ્યાધિ વિના રસાયન ખાવું તે ધાતુ ક્ષીણ કરનારુ છે માટે તેને મિથ્યા રાખીને શું કરવું ? તમારે જો એ વાતનો નિશ્ચય કરવો હોય તો આજે રાત્રિની સમાપ્તિ થાય તે વેળાએ પ્રથમ દેખાતી કાળી છાયા સરકારના શરીરનો ત્યાગ કરી ગઇ છે, એમ તમને જ અનુભવ થશે. પછી રાજાને પણ એ પ્રકારનો સાચો અનુભવ થવાથી વાગ્ભટ્ટને જીવતાં સુધી નિર્વાહ થાય એવી આજીવિકા બાંધી આપી. હવે તે વાગ્ભટ્ટ વૈદ્યે મૂળમાંથી ખોદી નાખેલા સર્વે રોગો એકઠા થઇ સ્વર્ગમાં જઇ અશ્વિની કુમા૨નામે બે દેવ વૈદ્યોને પોતાનો પરાભવ કહ્યો કે વાગ્ભટ્ટ નામે વૈદ્ય, પૃથ્વીમાં અમને રહેવા દેતો નથી ને તમો અત્રે સ્વર્ગમાં પણ રહેવા દેતા નથી તો હવે અમારે કેમ કરવું ? આ વાત સાંભળી આશ્ચર્ય પામી તે બન્ને વૈદ્ય નીલવર્ણના પક્ષીનું રૂપ ધારણ કરી વાગ્ભટ્ટની મોટી હવેલીના જ ગોખ તળે છજાના એક ભાગમાં સન્મુખ બેસી, એ વૈદ્ય સાંભળે એવા લાંબે અવાજે બોલ્યા. (જોડ) એટલે રોગ રહિત કોણ હોય ? આ શબ્દને વારંવાર સાંભળી વૈદ્યરાજે વિચાર કર્યો કે આ કોઇ મને પ્રશ્ન પૂછે છે. માટે મારે એનો ઉત્તર આપવો. એમ વિચાર કરી ઉભો થઇ પક્ષીની પેઠે લાંબે સ્વરે બોલ્યો કે (૧ મિતભુક્, ૨ હિતભુક્, ૩ અશાકભુક્). (૧) જેટલું પોતાના આહારનું પ્રમાણ એટલુંજ જમે. એક કોળીયો પણ વધારે ન જમે. તેને મિતાહારી કહીએ. (૨) જે વસ્તુ પોતાના શરીરને સદતી હોય, પ્રકૃતિને અનુકૂલ હોય, પરિણામે હિતકારી હોય તેનું જ ભોજન કરે. (૩) શાક વગરનું જમે એટલે ચોમાસાના નવા પાણીથી રસ રહિત થયેલા આરીયાં તુરીયાં વિગેરે ન જમે તે નિરોગી રહે. વળી બીજો પક્ષી બોલ્યો તેનો ઉત્તર કર્યો તેનો અર્થ : શાક ન જમે ને ભાતની સાથે થી જમે. દૂધપાક વગે૨ે દૂધમય ભોજનનો અભ્યાસ કરે અને જમતાં વચ્ચે પાણી પીએ. ઘણો ભૂખ્યો પણ ન રહે તેમ જ ઘણું વધારે પણ ન ખાય. અતિશય વાયડાં તથા ઘણાં ગરમ પદાર્થોનું સેવન ન કરે તથા પ્રથમનું ભોજન પાચન થયા વગર ભોજન ન કરે તથા સાર વિનાનું ભોજન ન જમે. આવી રીતે વર્તનાર પુરુષ, નીરોગી રહે. આ સાંભળી ચમત્કાર પામી, વળી બીજે દિવસે બોલવા મંડ્યા. તેના ઉત્ત૨માં એક શ્લોક બોલ્યો તેનો અર્થ : વર્ષાઋતુમાં ઘેર બેસી રહે પણ પ્રવાસ ન કરે તથા શરદ ઋતુમાં પીવા યોગ્ય પદાર્થનું પાન કરે અને હેમંત ઋતુ તથા શિશિર ઋતુમાં (શિયાળામાં) પાક વગેરે ખાવાના પદાર્થોનું સેવન કરે અને વસંતઋતુમાં માદક પદાર્થનું સેવન કરે અથવા વસંત ક્રીડા કરે તથા ગ્રીષ્મ ઋતુમાં નિદ્રાનું સેવન કરે જેથી નિદ્રા આવે એવા પદાર્થ જમે તે શરીરે નિરોગી રહે. વળી એ જ વૈદ્યોએ ત્રીજે જુદાં-જુદાં પ્રબન્ધો ૨૧૭

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240