________________
જ્વાલામાં પદ્માવતી દેવી પ્રત્યક્ષ થઇ. તેને પૂછ્યું ત્યારે પણ તે દેવીએ એમ જ ઉત્તર આપ્યો કે મ્લેચ્છનું લશ્કર નહીં આવે. એટલામાં તો એવી ખબર મળી કે લશ્કર અતિશય નજીક આવ્યું. આ વાત સાંભળી ક્રોધ કરી તે દિગંબરે દેવીના બે કાન ઝાલી કહ્યું કે તું પણ જુઠું બોલે છે ? એમ કહી ઠપકો દીધો ત્યારે તે બોલી કે તું જે પદ્માવતીને અતિશય ભક્તિથી આરાધન કરી પૂછે છે તે હું નથી. હું તો મ્લેચ્છની ગોત્રજ દેવી છું. હું મિથ્યા ભાષણ કરી લોકને વિશ્વાસ આપી મ્લેચ્છને સ્વાધીન કરું છું. ને તારી દેવી તો મારા બળથી ક્યારની ય પલાયન કરી ગઇ છે એમ કહી તે દેવી અંતર્ધાન થઇ. એટલામાં પ્રાતઃકાળે તે લશ્કરે ચારે પાસથી તે નગરી ઘેરી લીધી તે વખતે તેના ધનુષ્યના ટંકારમાં પોતાના લશ્કરનાં ચૌદશે વાદિત્રના શબ્દો ઢંકાઇ ગયા એવું મોટું મ્લેચ્છનું લશ્કર રાજાએ દીઠું. આકુળ વ્યાકુળ થઇ આ રાજ્ય જશે એટલું જ નહીં પણ એ મ્લેચ્છને હાથે મારું મરણ થશે એવા ભયથી પોતે સૂહદેવીના પુત્રને પોતાની સાથે હાથી ઉપર લઇ તે હાથી સહિત ગંગાજીમાં જઇ જયચંદ્ર રાજા ડૂબી ગયો. એ પ્રકારે જયચંદ્ર રાજાનો પ્રબન્ધ પૂરો થયો.
હવે દયા દાન ને યુદ્ધ એ ત્રણ જગ્યાએ અતિશય શૂરવીર તેમજ પ્રખ્યાત જગદેવ નામે ક્ષત્રિય હતો. તેને સિદ્ધરાજે ઘણા સન્માનથી પોતાની સેવામાં રાખ્યો પણ તેના ગુણ રૂપી મંત્રથી વશ થયેલા પરમર્દિ નામે રાજાએ આગ્રહથી બોલાવ્યો તેથી તે પૃથ્વીરૂપી સ્ત્રીના કેશપાશના આભૂષણ રૂપ કુંતલ દેશમાં ગયો. તે દરબારમાં આવ્યાની ખબર દ્વારપાળે આવી પરમર્દિ રાજાને કહી તે વખતે તે સભામાં કોઇ વેશ્યા વસ્ત્ર રહિત થઇને પુષ્પનૃત્ય કરતી હતી, જગદેવનું નામ સાંભળી તત્કાળ તે વેશ્યા વસ્ત્ર ઓઢી લાજ પામી ત્યાંની ત્યાં બેસી ગઇ. સન્માન પૂર્વક જગદેવની સાથે પ્રિય સંભાષણ કરી પરમર્દિ રાજાએ મોટી શૂરવીરતાને યોગ્ય ને જે પ્રત્યેકનું લાખ રુપીઆ મૂલ્ય છે એવા સુંદર બે મહાવસ્ર તેને આપ્યા પછી જગદેવને મોટા મૂલ્યના સિંહાસન ઉપર બેસાડ્યો. સર્વે સભાનો કોલાહલ શાંત થયા પછી રાજાએ પેલી વેશ્યાને નૃત્ય કરવાની આજ્ઞા આપી. પછી અવસ૨જ્ઞ મહાચતુર ને પ્રપંચ કરવામાં જેનો પ્રથમ નંબર ગણાય એવી એ વેશ્યા, ધીમે રહી ઝીણે સાદે બોલી કે, જગદેવ નામે જગતમાં જે એક પરમ સાત્વિક પુરુષ છે તે જ સાક્ષાત્ પોતે પધાર્યા ત્યાં વસ્ત્ર રહિત થઇ નૃત્ય કરતાં હું લાજ પામું છું. કેમ કે સ્ત્રીઓ તો સ્ત્રીઓના ટોળામાં ગમે તેમ ચેષ્ટા કરે. આ પ્રકારે અતિશય ચમત્કારી વેશ્યાની કરેલી પ્રશંસા સાંભળી અતિશય પ્રસન્ન થયેલા જગદેવે રાજાનાં આપેલાં બે મહામૂલ્યવસ્ર તે વેશ્યાને આપ્યાં. પછી પરમર્દિ રાજાના પ્રસાદથી જગદેવ, દેશનો અધિપતિ થયો. ત્યારે તેનો ઉપાધ્યાય મળવાને આવ્યો. તેણે એક શ્લોકની ભેટ કરી તેનો વિસ્તાર આ પ્રમાણે
અર્થ : એક સરોવરમાં કમલ તથા ચક્રવાક પક્ષી એ બેનો સંગાથે નિવાસ હતો માટે મિત્રતાથી પરસ્પર વાતો કરે છે.
જુદાં-જુદાં પ્રબન્ધો
G+
૨૦૭