________________
ગયો. પછી પૃથ્વીરાજને એવી ભ્રાંતિ થઇ કે, એ સોમેશ્વર પ્રધાનને ગુપ્તપણે મ્લેચ્છ રાજનો પક્ષ છે. કેમકે મારા શત્રુની એણે વાતો સાંભળી છે માટે મને જવાની ના કહે છે એમ ધારી કર્ણછેદ કર્યો. આ મોટા પરાભવથી પૃથ્વીરાજ ઉપર ક્રોધ કરી તેનો પરાભવ કરવાને મ્લેચ્છ રાજ પાસે ગયો ને એના મનમાં પોતાનો વિશ્વાસ યુક્તિથી ઠસાવ્યો ને મ્લેચ્છનું લશ્કર પાછુ વાળી પૃથ્વીરાજના લશ્કર પાસે લાવ્યો. તે વખતે પૃથ્વીરાજ એકાદશીનો ઉપવાસ કરી જાગરણ કરી બારશને દિન પારણાં કરી સૂતો હતો, તે લાગ જોઇ હુમલો કરી આવેલા મ્લેચ્છોએ સંગ્રામ કરી ફતેહ મેળવી નિંદ્રામાં ભરપુર થયેલા પૃથ્વીરાજને બાંધી પોતાના મુકામમાં લઇ ગયા. ફરીથી પણ એકાદશીના ઉપવાસના પારણાનો દિવસ આવ્યો ત્યારે મ્લેચ્છરાજે ભોજન ક૨વા મોકલેલો માંસ પાકનો થાળ આવ્યો. પૃથ્વીરાજે દેવપૂજન કરવામાં વિલંબ થવાથી તે જગ્યાએ તંબુમાં ઢાંકી, થાળ મૂકાવ્યો. પછી દેવપૂજામાં ઘણો આસક્ત થયેલો પૃથ્વીરાજ હતો તે વખત ઓચિંતો એક ડાઘો કૂતરો આવી તે થાળનું સઘળું ભોજન ગ્રહણ કરી ગયો. પૂજામાંથી ઉઠી પહે૨ગીરને પેલા થાળની ખબર પૂછી. ત્યારે તેમણે જવાબ દીધો કે તમે શા માટે તમારું ખાણું પણ જાળવી નથી શકતા. આ પ્રકારે તેમના ગુસ્સાને સહન કરતો પૃથ્વીરાજ બોલ્યો કે, અહો ! પ્રથમ જેના રસોડાની સામગ્રી, સાતશે ઊંટડીઓથી પણ ઉપાડી શકાતી નહિ, તેની આજે દુષ્ટ દૈવના યોગથી આ પ્રકારની દુર્દશા ? આ પ્રકારના કૌતુક જોવાને મારુ મન આકુળવ્યાકુળ હતું માટે મારાથી ભોજનથાળની રક્ષા ન થઇ શકી. આ પ્રકારે પૃથ્વીરાજ બોલ્યો ત્યારે મ્લેચ્છ સેવકો બોલ્યા કે હજુ તારા મનમાં કોઇ પ્રકારની ઉત્સાહ શક્તિ (ઉમેદવારી) બાકી રહી છે કે શું ? આ વચન સાંભળી પૃથ્વીરાજ બોલ્યો કે જો હું મારા સ્થાનને પાછો પામું તો મારા શરીરનું પુરુષાતન દેખાડું. આ પ્રકારનું પૃથ્વીરાજનું સઘળું બોલવું સેવકોએ મ્લેચ્છ રાજને કહી સંભળાવ્યું. પછી મ્લેચ્છ રાજાએ પૃથ્વીરાજનું સાહસ શરીર પરાક્રમ જોવા પાછો તેની રાજધાનીમાં લઇ જઇ રાજમંદિરમાં અભિષેક કરી રાજ્યાસન ઉપર બેસાડે છે. એ અરસામાં ચિત્રશાળામાં લખેલા અદ્ભુત ચિત્રામણ, જે સૂવરનાં (ભૂંડનાં) ટોળે ટોળાં, મ્લેચ્છોની દુર્દશા કરી મારે છે. આ પ્રકારના મર્મભેદી ચિત્ર જોવાથી મ્લેચ્છરાજને ઘણો જ ક્રોધ ઉત્પન્ન થયો. તેથી પૃથ્વીરાજને કુહાડાથી છૂંદી છૂંદી મારી નાંખ્યો.
આ પ્રકારે પરમર્દિ રાજા તથા જગદેવ તથા પૃથ્વીરાજ એ ત્રણેના પ્રબન્ધો પૂરા થયા.
હવે જેને ચોપાસ ખાઇની જેમ સમુદ્ર વીંટાયો છે, એવા શતાનંદ નામે નગરમાં શ્રી મહાનંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની મદનરેખા નામે પટરાણી હતી. એ રાજાને ઘણી સ્ત્રીઓ હોવાથી પટરાણીને કોઇ દિવસ સુખની ઘડી આવી નહીં. માટે તેણીએ વિચાર કર્યો કે વશીકરણ કર્યા વિના બીજો ઉપાય નથી એમ ધારી આ બાબતના તજ્ઞ પરદેશી લોકોની તજવીજ કરવા માંડી. ત્યારે કોઇ પ્રત્યક્ષ ચમત્કાર દેખાડે એવો સાચો વશીકરણ કરનાર પુરુષ મળ્યો. તેના દ્વારા પ્રાપ્ત કામણઔષધનો ઉપયોગ કરતી વેળાએ તેણીને વિચાર ઉત્પન્ન થયો કે મંત્ર તથા ઔષધના બળથી પરાણે
જુદાં-જુદાં પ્રબન્ધો
૨૧૧