________________
અવધિવિનાની પ્રસનનતાને રહેવાનું એક જાણે પાત્ર, ક્ષત્રિય સંબંધી અપાર તેજના સમૂહરૂપ મહા મોટું શૂરવીરપણું ધારણ કરતો તુંગ નામે એક મોટો સુભટ હતો. તેણે મનમાં વિચાર કર્યો કે ત્રાસ પમાડેલી માંખીની જેમ નિર્લજ્જ પણે વારંવાર આ પ્લેચ્છ ધસી આવે છે પણ આપણને સુખે બેસવા નથી દેતો. આ પ્રકારે પોતાના સ્વામીના મનમાં આવેલા ઉદ્વેગની નિમૂલ શાંતિ કરવા માટે વિચાર કર્યો કે જેમ તેમ કરી એને માર્યા વિના બીજો સુખનો ઉપાય નથી. એમ ધારી મધરાતે પોતાના સરખાપરાક્રમી પોતાના પુત્રને સંગાથે લઈ જ્યાં શત્રુ તંબુ તાણી પડ્યો છે, ત્યાં આવ્યો જુવે છે તો તે તંબુની ચારે પાસ ખેરના અંગારામાં ધગધગતી ખાઈ દીઠી. પછી પુત્રને કહ્યું કે આ ખાઇમાં હું પડું ને મારા ઉપર પગ દઈ તંબુમાં પેસી પ્લેચ્છ રાજાનું માથું કાપી લે. આ પ્રકારનું પિતાનું વચન સાંભળી બોલ્યો કે એ અસાધ્ય કામ મારાથી સધાશે નહીં. વળી મારે જીવવાની ઇચ્છાએ આ પ્રમાણે પિતાનું મરણ જોવું એ અઘટિત છે. એમ ધારી બોલ્યો કે હું જ આ ખાઇમાં પડું ને તમે શત્રુનો નાશ કરો ! એ વિના બીજો ઉપાય નથી એમ કહી તે પુત્રે ખાઇની અંદર પડતું મૂક્યું. તેના પર પગ દઈ (કોઈ પ્રતમાં એમ છે કે ખાઇમાં ઉભા રહેલા પુત્રના ખભા ઉપર પગ મૂકી) શત્રુના તંબુમાં પેઠો ને સ્વેચ્છરાજનું માથું કાપી નાંખી એક ક્ષણવારમાં પાછો વળી ઘેર આવ્યો. પ્લેચ્છ રાજનો નાશ થવાથી એનું સઘળું લશ્કર પ્રાત:કાળે નાશી ગયું. એ વાત તુંગ સુભટે કોઈ દિવસ રાજા આગળ કરી નહીં. પછી એક દિવસ તુંગ સુભટના પુત્રની સ્ત્રીનો વિધવાનો વેશ જોઈ આશ્ચર્ય પામી રાજાએ પૂછ્યું કે, તમારો પુત્ર ક્યાં ગયો ? આ વચન સાંભળી શોકવશથી કાંઇપણ જવાબ ન આપ્યો. પછી રાજાએ પોતાના સમ દઈ ઘણા આગ્રહથી પૂછ્યું, ત્યારે આ પ્રકારે તુંગસુભટ બોલ્યો કે, મારા મોઢે મારા ગુણ કહી દેખાડવા એ મોટું પાપ છે તો પણ મારે આપના અત્યંત આગ્રહથી કહ્યા વિના હવે છૂટકો નથી એમ કહી સર્વે વૃત્તાંત નિવેદન કર્યો. આ પ્રકારે તુંગ સુભટનો પ્રબન્ધ પૂરો થયો.
કોઈ દિવસ મ્લેચ્છ રાજનો પુત્ર બાપનું વેર વાળવા, લડાઇની ઘણી સામગ્રી લઈ આવ્યો. તેની સાથે લડવાને સપાદલક્ષ દેશનો અધિપતી પૃથ્વીરાજ લશ્કરનો અગ્રેસર થઈ લડવા તૈયાર થયો. જેમ ચોમાસાના દિવસમાં ઘણા વેગથી વરસાદની ઝડી પડે છે તેમ પૃથ્વીરાજના સુભટોના ધનુષ્યમાંથી નીકળેલા બાણના સમૂહથી બ્લેચ્છ રાજાનું લશ્કર ત્રાસ પામી નાઠું ને મ્લેચ્છ રાજાને પકડવા સારુ પૃથ્વીરાજ પાછળ પડ્યો. કેટલાક મુકામ ચાલતાં એક દિવસ રસોડાના કામમાં અધિકાર પામેલા પંચકુળ રાજા પાસે આવી વિનંતી કરી, કે સાતશે ઊંટડીઓવડે રસોડાનો સામાન સુખેથી ઉપાડી શકાતો નથી. માટે કેટલીક વધારે ઊંટડીઓ રાખવાનો હુકમ થવો જોઇએ. આ સાંભળી રાજા બોલ્યો કે મ્લેચ્છ રાજનો નાશ કરી, તમારી માંગેલી ઊંટડીઓ આપવામાં આવશે એમ કહી ઉતાવળમાં પ્રયાણ કરતો પૃથ્વીરાજ સોમેશ્વર નામના પ્રધાને ના કહી તો પણ સ્વેચ્છની પાછળ (૧) પાંચ મોટા અધિકારીઓ.
૨૧૦
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર