Book Title: Prabandh Chintamani
Author(s): Merutungasuri, Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust

Previous | Next

Page 222
________________ ચક્રવાક પક્ષી કમલને પૂછે છે, હે મિત્ર ! હે કમલ ! આપણ બે સુખી થઇએ છીએ ને સંગાથે દુઃખી પણ થઈએ છીએ કેમ કે આપણો મિત્ર (સૂર્ય) અસ્ત થયા પછી મારે માથે દૈવયોગે સ્ત્રીના વિયોગરૂપી અકાઢ્ય દુઃખ આવી પડે છે અને તેથી તમારી પણ સઘળી પ્રફુલ્લતા મટી જાય છે ને મહા શોકથી નીચુ મુખ પણ થાય છે માટે તમને પૂછવાનું એ જ કારણ છે કે તમારા સુગંધરૂપ ગુણવડે દેશાંતરથી ખેંચાઈ આવેલા (પ્રાથૂર્ણિક) ભમરારૂપી બોલકણા પરોણાઓના મુખથી કદાપિ સાંભળ્યામાં આવ્યું હોય ! તેથી પૂછું છું કે આ પૃથ્વીમાં કોઇપણ સ્થાન એવું છે ! કે જયાં કદાપિ રાત્રિ જ ન થાય ! એવા સ્થાનનો યોગ તપાસ કરતાં મળે તો આપણે સર્વે સુખેથી ત્યાં જ જઈ નિવાસ કરીએ ! આ પ્રકારનું હિતકારી પોતાના મિત્રનો પ્રશ્ન સાંભળી કમળ ઉતર આપે છે કે, આવા મોટા કામમાં ઉતાવળથી ગભરાટ કરવો યોગ્ય નથી. કેમ કે આજકાલ એવું સાંભળવામાં આવે છે કે શ્રી જગદેવ નામે મોટા ધનવંત પુરુષ પ્રગટ થયા છે. તે પ્રતિદિન સોનાનું ઘણું જ દાન કરે છે તેથી પૃથ્વીનું સોનું સંપૂર્ણ થશે એટલે સોનાનો મેરૂ પર્વત છે તેના ટુકડા કરી કરી દાનમાં આપવા માંડશે, એટલે હું ધારું છું કે થોડા જ કાળમાં મેરૂ પર્વતની પણ સમાપ્તિ થશે. એટલે સૂર્યને મેરૂ પર્વતનું ઓછું પડવાથી રાત્રિ થાય છે તે મેરૂનો જ નાશ થયો એટલે આખા જગતમાં નિરંતર દિવસ જ રહેશે. |૧|| આ પ્રકારના અર્થવાળું કાવ્ય સાંભળી તે ઉપાધ્યાયને શિરપાવમાં જગદેવે પચાસ હજાર રુપીઆ આપ્યા. હવે પરમર્દિ રાજાની પટરાણીએ, જગદેવને પોતાનો ભાઈ કરી માન્યો. ક્યારેક પરમર્દિ રાજાએ જગદેવને શ્રીમાલ રાજાને જીતવા મોકલ્યો હતો. ત્યાં શ્રીમાલ રાજાને એવું માલુમ પડ્યું કે જગદેવ, એવો ધર્મિષ્ઠ છે કે દેવ સેવામાં બેઠો હોય તે વખતે ગમે તેવો ઉપદ્રવ થાય તથા પ્રાણાંત કષ્ટ આવી પડે પણ દેવ સેવા મૂકી ઉઠે જ નહીં. આ પ્રકારની વાત સાંભળવાથી કપટ કર્યા વિના જગદેવ નહીં મરે, એવો નિશ્ચય કરી જે વખતે જગદેવ દેવપૂજામાં બેઠો હતો તે વખતે કપટથી મારવા શત્રુનું ઘણું લશ્કર આવ્યું ને જગદેવની સેનાનો ઘણો નાશ કરી મોટો ઉપદ્રવ કર્યો પણ પોતે દેવપૂજા અધુરી મૂકી ન ઉઠ્યો. તે વખતની વાત ગુપ્તચર પુરુષોના મુખથી પરમર્દિ રાજાએ સાંભળી પોતાની રાણીને કહે છે કે તમારો ભાઈ સંગ્રામમાં શૂરવીર માત્રનો અધિપતિ ગણાય છે, તો પણ હાલ તો શત્રુએ એવો ઘેરી લીધો છે કે ત્યાંથી નાસી જવાને પણ સમર્થ નથી. આ પ્રકારે મર્મ સ્થળને ભેદનારી, રાજાએ કરેલી મશ્કરી સાંભળી પ્રાતઃકાળે ઉઠી રાણી પશ્ચિમ દિશા સામુ જોઈ રહી. તેને જોઈ રાજાએ પૂછ્યું કે, પશ્ચિમ દિશામાં શું જુવે છે ? ત્યારે રાણીએ કહ્યું કે સૂર્યોદય જોઉં છું ! રાજાએ કહ્યું કે, હે ભોળી ! કોઈ દિવસ પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે તે સંભવે ! ત્યારે રાણી બોલી કે દૈવી ગતિ વિચિત્ર છે માટે કોઈ વખત વિપરીત કાળમાં પશ્ચિમ દિશામાં અઘટતો પણ સૂર્યનો ઉદય થવાનો સંભવ છે. પણ જગદેવ ક્ષત્રિયનો પરાજય તો કદાપિ ન સંભવે. આ પ્રકારે સ્ત્રી પુરુષ વાતો કરે છે એટલામાં તો એવી વાત સાંભળી કે દેવપૂજા કર્યા પછી જગદેવ ૨૦૮ પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240