________________
કરી. રાજાએ પણ આખા શહેરમાં ઢંઢેરો પીટાવી તમામ નગરના વિદ્યાધર બ્રાહ્મણો બોલાવ્યા. તે વખતે વિદ્યાધર નામ ધારણ કરનાર સાતસો બ્રાહ્મણ આવી ઉભા રહ્યા. તેમને જુદા જુદા એકેક કરી રાણી પાસે ઓળખાવ્યા. પછી પેલા બ્રાહ્મણને જુદો રાખી બીજા બ્રાહ્મણોનો સત્કાર કરી તેમને ઘેર વિદાય કર્યા, પછી રાજાએ તે બ્રાહ્મણને ઘણો દરિદ્ર દેખી કહ્યું કે જે તારી નજરમાં આવે તે માગ. પછી બ્રાહ્મણે પ્રસન્ન થઈ માગ્યું કે મને નિરંતર તમારી સેવામાં રાખો. આ પ્રકારે બ્રાહ્મણની અતિશય ચતુરાઈ જોઈ એ વાત અંગીકાર કરી, સર્વ મંત્રીઓમાં મુખ્ય કર્યો. અનુક્રમે તે ઘણો ધનાઢ્ય થયો.
તે પોતાની પરણેલી બત્રીસ સ્ત્રીઓને નિત્ય જાતવંત કપૂરનાં આભૂષણ કરાવી, એક દિવસ પહેરાવી પ્રાત:કાળે આ તો નિર્માલ્ય થઈ ગયાં એમ ધારી એક મોટા કુવામાં નંખાવી દેતો હતો ને સાક્ષાત્ મોટા દેવનો અવતાર હોય એમ દિવ્ય ભોગને ભોગવતો હતો. નિત્ય અઢાર હજાર બ્રાહ્મણને મનોવાંચ્છિત ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરતો હતો. એક દિવસ રાજાએ પ્રદેશમાં કોઈ રાજા સાથે લડવાને, ચૌદ વિદ્યાનો જાણ એ વિદ્વાન છે એમ રાજા સમજતો હતો તો પણ કોઈ વિકટ દેશમાં મોકલ્યો. ત્યાં કોઈ જગ્યાએ ગામમાં લાકડાં ન મળવાથી બ્રાહ્મણની રસોઈ પોતાના પ્રથમ રિવાજ પ્રમાણે થવી જોઇએ. માટે રસોઇયાને એવી આજ્ઞા કરી કે આ સારાં સારાં વસ્ત્ર છે તેને તેલમાં બોળી બોળીને લાકડાને ઠેકાણે વાપરો. પછી રસોઇયાએ એ જ રીતે રસોઈ કરી અઢાર હજાર બ્રાહ્મણ જમાડી પોતે જમ્યો. પછી શત્રુને જીતી યશ મેળવી પાછો વળી પોતાના નગરની પાસે આવ્યો. ત્યાં એવી વાત સાંભળી કે કાષ્ટને ઠેકાણે સારાં સારાં વસ્ત્ર બાળી મૂક્યાં. આ અનીતિથી રાજા તમારા પર કોપ પામેલો છે. આ પ્રકારની ચર્ચાનો નિશ્ચય કરી પોતાનું સઘળું ઘર યાચકો પાસે લુંટાવી તીર્થયાત્રા કરવા નીકળ્યો. તેની પાછળ રાજા તેને મનાવતો કેટલાક મુકામ સુધી ગયો. પણ પોતે ઘણો અહંકારી હોવાથી એ વાત ન માનતાં રાજાના અંતરમાં પોતાનો અભિપ્રાય એવો ઉતાર્યો કે, મેં ઘણા વર્ષ સેવા કરી માટે હું હવે તીર્થ જઈ મારા દેહનું સાર્થક કરું એમ પૂછી તીર્થમાં જઈ પોતાનો પરલોક સાધ્યો. ત્યાર પછી સૂઈદેવીએ, રાજાને કહ્યું કે મારા પુત્રને યુવરાજ પદવી આપો. પણ રાજાએ રાખેલી સ્ત્રીનો એ પુત્ર છે માટે એને અમારા વંશનું રાજ્ય આપવું ન ઘટે. એવી રીતે એ સ્ત્રીને રાજાએ ઘણું સમજાવી તો પણ એણીએ સ્ત્રી હઠ ન મૂકી, તેમજ રાજાએ પણ રાજહઠ ન મૂકી. પરિણામ એ આવ્યું કે, એ સ્ત્રીએ પતિને મારવા સારુ તથા રાજય મેળવવા ગુપ્તપણે મ્લેચ્છ લોકોને મળી, તેમનું લશ્કર મંગાવ્યું. હવે ઘણી જગ્યાએથી અધિકારીઓના પત્રથી મોટું મ્લેચ્છનું લશ્કર આવે છે એમ ખબર થઈ. પછી તે વખતે પદ્માવતી દેવીથી વરદાન પામેલા કોઇ પ્રસિદ્ધ દિગંબર જૈન સાધુને આ વાત રાજાએ પૂછી, ત્યારે તેણે પદ્માવતી દેવીને પૂછી ઉત્તર આપ્યો કે સ્વેચ્છનું લશ્કર નહીં આવે, એમ રાજાને કહ્યું. પછી કેટલેક દિવસે તે લશ્કર પોતાના નગરની છેક પાસે આવ્યું એવી ખબર સાંભળી પેલા દિગંબરને બોલાવી રાજાએ પૂછયું, ત્યારે તેણે તે જ રાત્રિએ રાજાની સમક્ષ કુંડ કરી તેમાં અગ્નિ સ્થાપન કરી મોટો હોમ આરંભ્યો. તે અગ્નિની
૨૦૬
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર