________________
વળી આથી બીજું શું વખાણવા યોગ્ય છે. તુંજ સકળ પ્રાણી માત્રનું જીવન છે ને તું જ્યારે નીચ માર્ગે જાય ત્યારે તને રોકવાને કોણ સમર્થ છે. એ પ્રકારે જળની અન્યોક્તિ વડે શિખામણ દીધી.
હે જગતના ઈશ ! તું પોઠીયા પર બેસીને ગતિ કરીશ તેમાં મોટા દિગ્ગજ, જે આઠ દિશાના આઠ હાથીઓ પૃથ્વી ઉપાડી રહેલા છે તેમને એ તારું કૃત્ય શું હાનિકારક છે? ને સર્પનાં આભૂષણ ધારણ કરીશ તેમાં સુવર્ણની શી હાનિ છે ? તથા જડાંશુ (ચંદ્ર) ને માથા ઉપર ચડાવ્યો છે તેમાં ત્રણ લોકમાં પ્રકાશ કરનાર સૂર્યની શી હાનિ છે ? કંઈ પણ નથી માટે જગતના ધણીને વધારે શી શિખામણ દઇએ. આ પ્રકારની શિવની અન્યોક્તિના શ્લોક વડે શિખામણ દીધી.
(૨) વળી એ જ અન્યોક્તિના શ્લોક વડે શિખામણ દે છે. હે ઇશ્વર શિવ ! તારુ બ્રહ્મ શિર છેડાયું છે ને ભૂત પ્રેતની જોડે તારે મિત્રપણું છે તથા મદ્યપાન કરનારની જેમ (ગાંડાની જેમ) માતાઓ જોડે ક્રિીડા કરે છે અને સ્મશાનમાં રહેવા પર પ્રીતિ રાખે છે અને પ્રજાને સરજી, તેનો સંહાર કરે છે. તો પણ ભક્ત, તારા જ ઉપર મન રાખી સેવા કરે છે ! કેમકે જગતમાં તારા વિના બીજો કોઇ ઇશ્વર નથી. માટે અમારે કોઈ બીજો ઉપાય નથી.
(૩) વળી ચંદ્રને ઉદેશી કહે છે કે, આ મોટા પ્રદોષકાળમાં (રાત્રિમાં) રાજા (ચંદ્ર) તું એક જ છે કમળની લક્ષ્મી ઢાંકી દઈ, કુમુદમાં ખોટી પ્રીતિ કરી (પોયણામાં) લક્ષ્મી વાપરે છે. બ્રહ્માએ રાજાની ઉત્પત્તિ કરી છે, તેનું કારણ એટલું જ સંભવે છે કે સુમનસ્ (દેવતા) સજ્જનના સમૂહમાં સારી જ સ્થિતિ પ્રવર્તાવવી. એમ રાજ શબ્દના અનેક અર્થ છે તેમાં તું કયા અર્થનો ધારણ કરનાર રાજા છે; એ વાતનો નિશ્ચય કરવા બ્રહ્મા પણ સમર્થ નથી. (૪)
વળી હારને ઉદ્દેશી શિખામણ આપે છે કે હે હાર ! તું તારા આચરણવાળો (સારાં ગોળ મટોળ મોતીવાળો) ને સારા ગુણવાળો (દોરાથી પરોવેલો) મોટા માણસને યોગ્ય ને ઘણા મૂલ્યવાળો છો ! માટે સુંદર સ્ત્રીના કઠીન સ્તનમંડળ ઉપર રહેવું તારે ઘટિત છે પણ નીચ વર્ણની સ્ત્રીના બરછટ ગળામાં વળગવાથી ભાંગી પડવું એ ઘણું નિકૃષ્ટતા ભરેલું છે. માટે તું તારુ ગુણવાનપણું હારી ગયો છો એ વાત ઘણી જ ખેદ ભરેલી છે. (૫)
આ સર્વે શ્લોક કોઈ વખતે રાજાના વાંચવામાં આવ્યા ને તેનો અર્થ જાણી પ્રધાન ઉપર ઘણો દ્વેષ રાખ્યો, તે વાત નીતિશાસ્ત્રમાં કહી છે. તે શ્લોક તેનો અર્થ :
અસત્ માર્ગે ચાલનાર પુરુષને સન્માર્ગનો ઉપદેશ ક્રોધનું કારણ થાય છે. જેમ નાકકટ્ટા માણસને દર્પણ દેખાડીએ તો તેને તત્કાળ ક્રોધ ચડે છે તેમ ખોટા છંદમાં પડનારને સારે રસ્તે ચડાવતાં પ્રથમ તો તેને ખોટું લાગે જ છે.
આ પ્રકારનો ન્યાય છે માટે પ્રધાન ઉપર ક્રોધ કરી તેને પદભ્રષ્ટ કર્યો.
એક દિવસે એ રાજા રાજપાટિકાથી (નગર બારણે ભ્રમણ કરવું તે) પાછો આવતાં માર્ગમાં મળેલો, એકલો, મહાદરિદ્રી થયેલો ને પોતાના નિર્વાહ સંબંધી ઉપાય રહિત એ જ ઉમાપતિને જોઇ ક્રોધ કરી રાજાએ મહાવતને કહ્યું કે આ પુરુષ મરણ પામે એમ એના ઉપર હાથીને ચલાવ.
૨૦૪
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર