Book Title: Prabandh Chintamani
Author(s): Merutungasuri, Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust

Previous | Next

Page 216
________________ રૂપાળો કોઇ કુંભાર જોયો તેને બધી રીતે શિક્ષિત કરી, રાજાનો સઘળો વેષ પેહેરાવ્યો અને ઘોડા પર બેસાડી સંધ્યાકાળે નગરમાં પ્રવેશ કરાવી રાજમંદિરમાં આવીને રાણીને સઘળી વાત કહી ને સમજાવી કે આ વાતને ગુપચૂપ રાખી સંસાર ચલાવવો, એવી રીતનું તે રાણીને તથા એ રાજાને સમજાવી પછી પુણ્યસાર એવું નામ સ્થાપન કરીને પ્રથમની જેમ જ સઘળું રાજય ધમધોકાર ચલાવ્યું. રાણીએ પણ લષ્ટ પુષ્ટ કુંભારના અંગસંગનું સુખ ભોગવવાની ઇચ્છાથી સઘળા વ્યવહારમાં તેને ઘણી મહેનતે કુશળ કર્યો. એ કુંભાર પણ એવા મોજશોખમાં પડ્યો કે પોતાનું ઘરબાર તથા કુટુંબ વિસરી ગયો. એમ કરતાં કેટલોક કાળ વીતી ગયો. એક દિવસ સમોવડીઆ રાજા સાથે યુદ્ધ કરવાનો વખત આવ્યો ત્યારે તે પ્રધાન ઘણું લશ્કર તૈયાર કરી સંગાથે લઇ, શત્રુની સામે લડવા ગયો ને રાજાની સેવામાં બીજો કોઈ પોતાના જેવો દાખલ કર્યો. તે પ્રધાન ગયા પછી રાજા સ્વેચ્છાચારી નિરંકુશ થયો. પછી તેણે નગરના સઘળા કુંભારો બોલાવી માટીના ઘોડા, હાથી, ઉંટ વગેરે કરાવી તેની સાથે રમવા માંડ્યું ને કોઇની શિખામણ ગણકારી નહિ. આ વાત દેશાંતર ગયેલા પ્રધાનના જાણવામાં આવી. પ્રધાને વિચાર કર્યો કે એ કુંભાર રાજા આખરે પોતાની જાત ઉપર ગયો ને રાજય ડૂબાડશે. એમ વિચાર કરી થોડા માણસ સંગાથે લઈ, લશ્કરમાંથી રાતોરાત ઉતાવળથી પાછો આવી રાજાને શિખામણ દીધી ને કહ્યું કે હમણાં જ તને તારા કુંભારપણાનો કસબ મૂકાવી રાજા કર્યો છે તો પણ તારા સ્વભાવનું ચંચળપણું મૂકતો નથી, કોઇની મર્યાદા માનતો નથી, માટે તને દેશાંતર કાઢી મૂકી બીજા કોઇ કુંભારના છોકરાને રાજા કરીશ. આવી રીતે ઘણો ક્રોધ કરી તેને ધમકાવ્યો. આ વખતે એ રાજા, એકાંતે સભાખાનામાં બેઠો હતો - તે ઉંચે સાદે બોલ્યો કે ! અહીં કોઈ બારણે સેવકો ઉભા છે કે, એમ બોલતાં જ તત્કાળ તે સભાખંડના ચિત્રોમાં જેટલા પાયદળ હતા તે સઘળા મનુષ્ય રૂપે થઇ હાથ જોડી રાજાની આગળ ઉભા રહ્યા, તે રાજાનો અભિપ્રાય જાણી તે પ્રધાનને બાંધી લીધો. આવું અદ્ભુત મોટું આશ્ચર્ય જોઈ ચમત્કાર પામી રાજાના પગમાં પડી ઘણી પ્રાર્થના કરી પોતે છૂટ્યો ને હાથ જોડી ભક્તિ સહિત વિનંતી કરી કે તમને રાજ્ય મળવામાં હું તો નિમિત્ત માત્ર છું, પણ તમારા પુણ્યથી જ તમને રાજ્ય મળ્યું છે. જુઓ આ અચેતન ચિત્ર હતાં તે પણ સચેતન થયાં ને તમારી આજ્ઞા પ્રમાણે કરવા મંડ્યા. માટે તેનું કારણ તમારા પૂર્વજન્મનાં કર્મ જ છે ને તમારું પુણ્યસાર નામ સાર્થક છે, આ પ્રકારે પુણ્યસારરાજાનો પ્રબન્ધ પૂરો થયો. પૂર્વે પાટલીપુત્ર નગરમાં ચંદ્ર નામે રાજા રાજય કરતો હતો તેનો નંદીવર્ધન નામે પુત્ર હતો. દેશાંતર જોવાના કૌતુકથી, મા-બાપને પૂછ્યા વગર, પોતાની ઇચ્છા પ્રમાણે એક છત્રધર સાથે ચાલતો થયો. આખી રાત ચાલતાં ચાલતાં પ્રાત:કાળે કોઇ નગરની સમીપે આવ્યો ત્યાં તે નગરનો રાજા પુત્ર વિનાનો મરણ પામ્યો હતો. તેના પ્રધાનોએ એવો ઠરાવ કર્યો હતો કે આ પટ્ટહસ્તી (૧) પાટવી હાથી. ૨૦૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240