Book Title: Prabandh Chintamani
Author(s): Merutungasuri, Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust

Previous | Next

Page 215
________________ અખંડ રાખ્યું. આ પ્રકારની અતિશય શીલવ્રતની લીલાથી પોતાનો સઘળો જન્મારો નિર્ગમન કર્યો. તેથી સઘળી વિદ્યાઓએ તથા દેવતાઓએ હાજર પણે તેની સેવામાં રહેવા માંડ્યું ને જે જગાએ તેણીએ દેહનો ત્યાગ કર્યો ત્યાં શ્રીપુંજ રાજાએ શિખર બંધવાળો મોટો પ્રાસાદ કરાવ્યો. કારણ કે, આબુ ઉપર શિખર બંધી પ્રાસાદ થતો નથી. એ પર્વતની નીચે રહેલો અધૂંદ નામે નાગ, છ મહિને કંપે છે. ત્યારે પર્વત કંપ થાય છે. માટે ત્યાંના સર્વે પ્રાસાદો શિખર વિનાના જ છે. આ પ્રકારે શ્રીપુંજરાજા ને તેની પુત્રી શ્રીમાતાનો પ્રબન્ધ પૂરો થયો. ક્યારેક ચૌડ દેશમાં ગોવર્ધન નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં એવી રીત હતી કે જે માણસને ન્યાય જોઇતો હોય તે સભા મંડપમાં આવે અને ત્યાં રહેલા મોટા ઉંચા થંભની જોડે નીચે બાંધેલો ઘંટ હલાવે, એ ઘંટમાં એવો ગુણ હતો કે જો કોઈ જરા હલાવે તો તેનો એટલો બધો નાદ થાય કે આખા નગરમાં સંભળાય. તે સાંભળી રાજા જાતે આવી ન્યાય આપે. એક દિવસ એ રાજાનો પુત્ર રથમાં બેસી અતિ ઉતાવળથી જતો હતો. અજાણતાં તેના ઝપાટામાં આવેલો માર્ગમાં બેઠેલો એક નાનો વાછરડો મરણ પામ્યો. તે જોઇ તેની જનેતાની આંખમાં આંસુ આવ્યાં અને પોતાના પરાભવનો ઉપાય કરવા તેણીએ સભા મંડપમાં આવી પોતાના શીંગડા વડે ન્યાય ઘંટ હલાવ્યો એટલે તે સાંભળી અર્જુન જેવી જેની કીર્તિ છે એવા રાજાએ આવી તજવીજ કરી. ગાયના દુઃખનો વૃત્તાંત મૂળ થકી જાણ્યો અને પોતાના ન્યાયની ઉત્તમ મર્યાદા જણાવવા પ્રાતઃકાળે, છોકરો જે રથમાં બેઠો હતો તે જ રથમાં રાજા પોતે બેઠો અને પોતાનો અતિશય વ્હાલો એકનો એક જ દીકરો હતો તો પણ તેને માર્ગમાં પેલા વાછરડાને ઠેકાણે સૂવડાવ્યો અને તે ગાયને તથા નગરના ઘણા લોકોને એકઠા કરી તેમની નજર પડે તેમ તેના ઉપર પરમેશ્વરનું નામ દઈ રથ ચલાવ્યો. તે રાજાના ઘણા સત્ત્વથી, તથા પુત્રનું ઘણું ભાગ્ય હોવાથી, તેના ઉપર રથનું પૈડું ફર્યું તો પણ તે જીવતો રહ્યો. આ પ્રકારે ગોવર્ધન રાજાનો પ્રબન્ધ પૂરો થયો. પૂર્વે કાન્તિપુરમાં પુરાણ રાજા, ઘણા વર્ષથી ગર્વ રહિત રાજય કરતો હતો. એક દિવસ અતિસાર નામે પોતાના પ્રિય પ્રધાન સાથે ઘોડા પર બેસી ફરવા નીકળ્યો. ત્યાં રાજાએ ઘોડાને અણઘટતી એક ચાબૂક મારી, તેથી ઘોડો એવો દોડ્યો કે પાછળ આવતું સૈન્ય તથા પ્રધાન વગેરે અતિશય દૂર રહી ગયા અને પોતાનું અતિશય કોમળ શરીર હોવાથી તથા ઘણો માર્ગ ઉલ્લંઘન કરવાથી ઘણો શ્રમ થયો, માટે રાજાના અત્યંત સુકુમાર શરીરમાં રૂધિર ભરાવાથી ઘોડા પર મરણ પામ્યો. તેની પાછળ આવતા મતિસાર પ્રધાને રાજાના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો; ઘોડો તથા રાજાનો પહેરવેશ લઈ નગર આગળ આવ્યો. ત્યાં બુદ્ધિમાન પ્રધાને વિચાર કર્યો કે રાજાના મરણની ખબરનો ફેલાવ થશે તો, શ્રીમાળ નામે રાજા છે તે આ રાજયને દબાવશે. તેથી મોટો ઉપદ્રવ થશે. એવા ભયથી રાજયનું અનુસંધાન કરવાની ઇચ્છાથી તે પ્રધાને રાજાનો બરોબરીયો ને રાજાના જેવો જ જુદાં-જુદાં પ્રબન્ધો ૨૦૧

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240