________________
છે? જોને આ મહાપ્રતાપી સૂર્ય પણ આપણા થનારા એવા મહા સંભોગને જોયા પહેલા જ લજ્જા પામી આંખો મીચી ચાલતાં પશ્ચિમ સમુદ્રમાં ડૂબી ગયો. અહો આપણા કામમાં ઉત્તેજન આપનાર એકાંત સ્થળ કેવું મળ્યું છે ? જરાક આ બાજુ જો ! નિર્મલ જળ વહન કરતી તારી સમીપે રહેલી તારી પ્રિય નદી રૂપી સખી પણ તરંગ રુપી પોતાના હાથવડે મારો સંગ કરવા ભણી તને ધકેલે છે તેને પણ તુ કેમ સમજતી નથી ? ઇત્યાદિ નમ્રતાથી ઘણું ઘણું પૂછવા માંડ્યું, ત્યારે તે પુત્રીએ વિચાર કર્યો કે, આ વખતે પરમેશ્વર વિના મારુ કોઈ નથી, હવે હું કેમ કરી મારું શીલવ્રત રાખીશ? અરે, પરમેશ્વર ! આ વખત તું મારી સહાયતા કરજે ઇત્યાદિ ઘણી પ્રાર્થના કરી વિચાર્યું કે, જો હું એને ના કહીશ તો ક્રોધ કરી એની પાસે રહેલું આ મહાવિદ્યાવાળુ ત્રિશુલ મને મારશે. એમ ધારી ઘણી ધીરજ રાખી બોલી કે – હું અદ્યાપિ કોઇને પરણી નથી ને આ નાશવંત દેહ કોઇ મોટા પુરુષના કામમાં આવે તો ઘણુ સારુ એમ સમજું છું. પરંતુ એક મારી પ્રતિજ્ઞા છે કે, આ પર્વત ઉપર ચડવાના બાર રસ્તા, પહેલા પહોરમાં આરંભી ચોથા પહોરના કુકડા બોલ્યા પહેલાં બાંધી આપે તે યોગીને શાસ્ત્રવિધિથી પરણવું, તે જો તમે કરી શકો તો મારે તમારું પાણીગ્રહણ કરવું.
આ પ્રકારનાં શ્રીમાતાનાં અમૃતથી પણ અધિક મીઠાં વચન સાંભળી રોમાંચિત થઇ ઘણી જ પ્રસન્નતાથી નાચવા માંડ્યો ને બોલ્યો કે, જેમ તમારી આજ્ઞા હોય તેમ કરવા આ સેવક તૈયાર છે. આ શંકરના આપેલા ત્રિશુલમાં સઘળી વિદ્યાઓ રહી છે, એમ કહી ત્રિશુલ કંપાવતાં જ અસંખ્યાત ભૂતાવળ એકઠું થયું. તેને રસ્તા બાંધવાની આજ્ઞા આપી. પછી ઝટપટ જઈ પોતાની બહેનને ખેંચી લાવી કહ્યું કે, સઘળી વિવાહની સામગ્રી જલ્દી તૈયાર કર. પછી તે બહેન બોલી કે ગોર મહારાજના દેખાડ્યા વિના શાસ્ત્રોક્ત વિધિ કેમ કરીને થશે ? આ વચન સાંભળી કોઈ તપસ્વી મહાવિદ્વાન મોટી દાઢીવાળો જોઈ તેની ગલચી ઝાલી ઝટ પકડી લાવી ત્યાં ખડો કર્યો. સર્વ અંગે ધ્રૂજતા તે બ્રાહ્મણે પૂછ્યું કે મને શી આજ્ઞા છે ? ત્યારે યોગી બોલ્યો કે જો જરા પણ જીવવાની આશા રાખતા હોય તો આજનું મુહુર્ત ઘણું સારું છે. એમ પૂછનારને કહેવું. ને આ પેલી બેઠેલી કન્યા સાથે શાસ્ત્રોક્ત વિધિથી મારું પાણીગ્રહણ કરાવ. આ વચન સાંભળી જીવ્યાની આશામાં ભળતા બ્રાહ્મણે વિધિ સહિત મંડપ આદિ સામગ્રી તૈયાર કરાવી. રસ્તા સઘળા તૈયાર થયા કે નહીં, તે જોવા યોગી ગયો ત્યારે શ્રીમાતાએ વિચાર કર્યો કે દેવતાની મદદથી રસ્તા તૈયાર કરતાં શી વાર લાગવાની છે એમ ધારી પોતાની શક્તિથી બે કુકડા નીપજાવી છેટેથી તેના શબ્દ સંભળાવ્યા. સર્વે રસ્તા તૈયાર થયા એવી ખબર આપવા આવેલા યોગીએ કુકડાનો શબ્દ સાંભળી કહ્યું કે, આ સાચા કુકડાના શબ્દ નથી. આ તો તમારી માયા છે, તે શું હું નથી જાણતો ? શ્રીમાતાએ કહ્યું કે ઠીક, તમો તૈયાર થાવ. પછી યોગીએ પોતાનો સઘળો વેશ ઉતાર્યો. ત્રિશુલ પણ એ સ્ત્રીની પાસે મૂક્યું, પીઠી ચોળાવવાને તૈયાર થાય છે. એટલામાં શ્રી દેવીએ ઉભાં થઈ વિચાર કર્યો કે હવે હિંમત ધર્યા વિના બીજો ઉપાય નથી. એમ ધારી બે ડાઘા કૂતરા પોતાની માયાથી કરી તે યોગીના પગને વળગાડી તેના જ ત્રિશુલ વડે તે યોગીને જીવથી મારી નાંખ્યો અને પોતાનું શીલવ્રત
૨૦૦
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર