________________
દૃષ્ટિએ પડી. શુકન પરીક્ષકની આજ્ઞા પ્રમાણે સઘળા મહાજનોએ તથા તે પરીક્ષકે તે દુર્ગાને અક્ષતાદિકથી વધાવી લીધી, પછી મહાજનોએ આ શુકન કેવા ફળવાના છે, એમ તે પરીક્ષકને પૂછ્યું. શુકન પરીક્ષક બૃહસ્પતિનું રચેલું શુકન શાસ્ત્ર પરિપૂર્ણ જાણતો હતો. તેને આધારે તે બોલ્યો, જો બૃહસ્પતિનું રચેલું શુકન શાસ્ત્ર સાચું હોય તો, એ સ્ત્રીના ગર્ભમાં જે પુત્ર છે તે જ આપણા નગરનો રાજા થશે, એમાં કંઇ સંદેહ નહીં. આ વાત સાંભળી મહાજનો અન્યોન્ય એક એકનાં સામું જોઇ રહ્યા. કેટલાકે વિચાર્યું કે આ વાત રાજાને કહેવી કે ન કહેવી. હવે આપણે શું કરવું, આમ વિચાર કરે છે તેવામાં કોઇ ઉતાવળીઆ પુરુષે શુકન પરીક્ષકની કહેલી વાત રાજાને કહી દીધી. આવું આશ્ચર્યકારક વચન સાંભળી રાજા ગભરાયો અને એકદમ તેના મુખમાંથી વચન નીકળ્યું કે મોટો ખાડો ખોદી તે સગર્ભા સ્ત્રીને જીવતી અંદર દાટી દ્યો. રાજાના મોંમાંથી હુકમ નીકળતાં જાસૂસો ત્વરાથી દોડ્યા. લાકડાં વેચી નગરમાંથી પાછી વળતી તે સગર્ભા સ્ત્રી, નગરની ભાગોળમાં જાસૂસોને હાથ પકડાઇ. ઓચિંતા રાજદૂતોએ આવી તેને ઘેરી લીધી, વગર અપરાધે મને કેમ પકડી જાય છે, એ વાતથી બેમાહિતગાર તે સગર્ભા જાસૂસોને પૂછવા લાગી, ભાઇ મને ક્યાં લઇ જાઓ છો ? મેં શો અપરાધ કર્યો છે ? જેની આંખમાંથી બોર જેવડાં આંસુ પડે છે, અને બીકથી શરીરના સઘળાં અંગ કંપે છે. મુખમાંથી ભાંગ્યા તુટ્યા બોલ પરાણે નીકળે છે, એવી અવસ્થાવાળી તે અબળાની તે યમદુતોને જરા પણ દયા ન આવી, વગર બોલે તેનું બાવડું પકડી મહાલક્ષ્મીના મંદિર નજીક લાવ્યા. રાજાના હુકમથી મજુરો ત્યાં એક મોટો ખાડો ખોદવા મચી પડ્યા હતા, આ મને શું કરશે ? મને આ ભયંકર ખાડાની નજીક કેમ લાવ્યા છે ? અરે દૈવ હવે મારું શું થશે ? એ પ્રકારે લાંબા સાદથી તે અનાથ બાઇ રડવા લાગી. તે વખતે તે પુરુષો બોલ્યા કે જો બુમ પાડી તો તમારુ માથુ કાપી નાંખશું ! નહિ તો તું તારા ઇષ્ટદેવને સંભારી આ ખાડામાં ઉતરી પડ. આ વચન સાંભળતાં જ તે સ્ત્રીને ઝાડો પેશાબ છૂટી જવાની તૈયારી થઇ ને બોલી કે જરા દૂર જઇ શરીરની શંકા મટાડું છું; એમ કહી મહાલક્ષ્મી માતાના મંદિરને ઓટલે બેઠી, એટલે તત્કાળ પુત્ર પ્રસવ થયો. તે પુત્રને નાના વૃક્ષની નીચે ત્યાંને ત્યાં મૂકી જેવી આવી તેવી જ તે પુરુષોએ ઉંચકી ખાડામાં નાંખી ડાટી દીધી ને તે ખબર રાજાને આપી. પછી કોઇ વનની મૃગલી પ્રાતઃકાળે તથા સંધ્યાકાળે આવી, પોતાના ચાર પગની વચ્ચે તે બાળકને રાખી દૂધપાન કરાવતી હતી. તેથી તે બાળક વૃદ્ધિ પામી જીવતો હતો. રાજાએ થોડા દિવસમાં એવી વાત સાંભળી કે કોઇ મહાલક્ષ્મી માતાના મંદિર આગળ કુંભારની શાળા નજીક, વનની મૃગલી આવી કોઇ સુંદર બાળકને ધવરાવી ઉછેરી મોટો કરે છે તે જ આ નગરનો નવો રાજા થશે. આ પ્રકારની લૌકિક વાર્તાથી શંકા પામેલા રાજાએ તે બાળકની શોધ કરાવી મારી નાંખવા ઘણું સૈન્ય તૈયાર કરી દરેક દિશાએ મોકલ્યાં. તેમાંના કેટલાંક માણસોએ, તે જ નગરની ભાગોળે મહાલક્ષ્મી માતાના મંદિર નજીક તે બાળકને દીઠો, પણ બાળહત્યાના ભયથી રાજાને આ વાત કહેવી કે નહીં, એમ વિચાર કરે છે એટલામાં રાજા પોતે જ ત્યાં આવી પહોચ્યોં. તે બાળકનું રૂપ કાંતિ અને ઐશ્વર્ય જોઇ રાજાનું મન પણ કોમળ થઇ
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
xxx
૧૯૮