Book Title: Prabandh Chintamani
Author(s): Merutungasuri, Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust

Previous | Next

Page 213
________________ ગયું તથા તે કોઈ તહેવારનો દિવસ હતો માટે મહાજન તથા ઘણા પંડિતો વિગેર માણસોનો ભરાવો એકદમ તે જગ્યાએ અકસ્માત થયો. તેમાં રાજાના પૂછવાથી છેવટે એવો નિર્ણય થયો કે જો એ બાળકનું ઘણું પુણ્ય હશે તો તે ગમે તે રીતે જીવશે માટે આ ગાયો આવવાની વખત થવા આવી છે માટે એ બાળકને દરવાજા વચ્ચે મૂકો ને તેના ઉપર જો કોઈ પણ ગાય પગ નહી મૂકે તો જાણવું કે પરમેશ્વરે જ રાજાને પુત્ર આપ્યો. આ વાત સર્વેને સારી લાગી. પછી તેમ કર્યું. જ્યારે ગાયોનું ધણ આવ્યું તેમાં વચ્ચે રહેલો ગાયોનો પતિ (આખલો) આગળ આવી દરવાજામાં પોતાના ચાર પગ વચ્ચે તે બાળકને રાખી ઉભો રહી બે પાસના પડખાથી સર્વે ગાયોને જવા દીધી. આ મોટો ચમત્કાર જોઈ રાજા પ્રમુખ સર્વે ઘણાં પ્રસન્ન થયા. મૂર્તિમાન પુણ્ય લક્ષ્મીના સમૂહ જેવા તે બાળકને સર્વે પ્રજાની સંમતિથી રાજાએ પુત્ર કરી લીધો, ને તેનું નામ શ્રીપુંજ એવું સ્થાપન કર્યું. તે પ્રતિદિન વૃદ્ધિ પામી મોટો થયો. પછી રત્નશેખર રાજા સ્વર્ગવાસી થયા ત્યારે તે પુત્રનો અભિષેક કરી રાજય ગાદીએ બેસાડ્યો. આ પ્રકારે રાજ્ય પામી સારી રીતે પ્રજાનું પાલન કરનાર શ્રીપુંજ રાજાને એક પુત્રી થઈ. તેના સર્વ અંગમાં સુંદરપણું ભરપૂર હતું પરંતુ તેનું મુખ વાનરી જેવું જ હતું. આ કારણથી તેના મનમાં ઘણો વૈરાગ્ય થયો ને સંસારના સર્વે વિષયો ઝેર જેવા ગણી શ્રીમાતા એ પ્રકારનું નામ ધારણ કરતી હતી. ક્યારેક તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, ને પિતાની આગળ પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત કહ્યો કે હું પૂર્વ જન્મમાં આબુ પર્વત ઉપર કોઈ વાનરની સ્ત્રી હતી. એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર કૂદતાં કોઈ પ્રકારની ચૂક પડવાથી વૃક્ષનું ઠુંઠું તાલવામાં વાગવાથી મરણ પામી. નીચે રહેલા કામિત નામે કુંડમાં મારું શરીર ગળી ગળીને નાશ પામ્યું. ને માથે તો તે કુંડના જલ સંબંધને ન પામી નાશ પામ્યું. માટે તે કુંડના પ્રતાપથી આ જન્મમાં બધુ શરીર સુંદર માણસનું થયું ને મુખ તો હતું તેવું રહ્યું. આ વાત સાંભળ્યા પછી શ્રીપુંજ રાજાએ તે કુંડની શોધ કરાવી, પોતાના પુરુષોને તથા પુત્રીને આબુ પર્વત ઉપર મોકલ્યાં ને એ કુંડમાં પુત્રીનું મસ્તક વારંવાર ઝબોળવાનો હુકમ આપ્યો. પછી રાજ સેવકોએ તેમ કરવાથી ઘણી મહેનતે તે પુત્રીનું મુખ માણસ જેવું થયું. તે દિવસથી માતા-પિતાની આજ્ઞા લઈ પોતાનો યોગાભ્યાસ કરવાનો અભિપ્રાય જણાવી અર્બાદ કરતાં વધારે ગુણવાળી એ પુત્રીએ, એ જ પર્વત ઉપર ઘણી તપશ્ચર્યા કરી. ક્યારેક આકાશ માર્ગે ગતિ કરતા કોઈ મહા મોટા યોગી પુરુષ, અદ્ભુત રૂપવાળી સ્વર્ગની દેવાંગનાથી પણ અધિક મોહ ઉપજાવનારી એ પુત્રીને દીઠી. તે જ વખતે એ યોગીના જ્ઞાન વૈરાગ્ય તપ આદિ ઘણા ગુણના સમૂહ એ પુત્રીના રૂપ રૂપી અગ્નિમાં બળી ભસ્મ થઈ ગયા. એટલું જ નહીં પરંતુ જેમ કોઈ મૂછ પામી ચક્કર ખાઈ ધબ દઈ ધરતીમાં પડે તેમ તે યોગી પોતાની સઘળી શુધ બુધ વિસરી આકાશમાંથી ઉતરી કામાંધ થઈ ઘણી પ્રીતિ દેખાડતો ઘેલા માણસની જેમ તેની પાસે આવી બકવા મંડ્યો, હે મારી પ્રાણ કરતાં પણ અતિશય વહાલી સ્ત્રી, આ વખતનું મારું બોલેલું વચન, તારે પાછું ઠેલવું નહીં. દેશ કાળ તથા શુકન મુહુર્ત તથા લીલુ સૂકુ કાંઈ પણ જોયા વિચાર્યા વગર સત્વરપણે મને તારો પતિ કેમ બનાવી દેતી નથી ? અરેરે તું શું વિચારે જુદાં-જુદાં પ્રબન્ધો ૧૯૯

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240