________________
છે; કેમકે મોટો મદઝર હાથી હોય તો તેને પણ એક ક્ષણ માત્રમાં નાશ કરે એવો એ સમર્થ છે, માટે આપ સરકારનું અપાર પરાક્રમ છે; માટે એવો કોણ શૂરવીર છે કે સંગ્રામમાં તમારી સન્મુખ આવી ઉભો રહેશે ? ઇત્યાદિ શૌર્ય ભરેલી વાણિયાની વાણીથી ઉત્સાહ પામેલો મ્લેચ્છરાજ દુંદુભિ (નોબત) ના શબ્દોથી જગતને પરિપૂર્ણ કરતો પ્રયાણ કરી વલભી સમીપ આવ્યો. એટલામાં વલભીમાં રહેલી શ્રી ચંદ્રપ્રભ સ્વામીની મહાપ્રભાવક પ્રતિમા અંબાદેવી અને ક્ષેત્રપાલ સહિત અધિષ્ઠાયકના બળથી આકાશ માર્ગે ચાલતી પ્રભાસપાટણ આવી. શ્રી વર્ધમાન સ્વામીની પ્રતિમા રથમાં બેસી અધિષ્ઠાયકના બળથી ચાલી, તે આસો સુદ પૂનમને દિને શ્રીમાલપુર (ભિનમાલ) માં આવી. એ પ્રકારે જે જે પ્રભાવક પ્રતિમાઓ હતી, તે પોતાના ઘટતા સ્થાનકોમાં ગઈ. વલભીનગરની અધિષ્ઠાયક દેવી શ્રીવર્ધમાનસૂરી પાસે આવી, રડતાં રડતાં ઉત્પાત થશે એમ જણાવ્યું, તે વાતનો એક શ્લોક છે. તેનો અર્થ :
તે દેવી સ્ત્રીનો વેશ કરી વર્ધમાનસૂરી પાસે આવી ઉભી રહી. તેને વર્ધમાનસૂરીએ પૂછ્યું કે, તું કોણ છે ? તું કોઈ દેવી જેવી દેખાય છે ને શા કારણથી રડે છે? ત્યારે દેવી બોલી કે હું આ નગરની અધિષ્ઠાયક દેવી છું; આ નગરીનો વિનાશ પ્રત્યક્ષ દેખું છું, તે કારણથી તમે અહીંથી પલાયન કરી જાઓ. તમને ભિક્ષામાં મળેલો દૂધપાક છે, તે પણ રૂધિર થઈ જશે અને તે પાછો જે જગ્યાએ દૂધપાક થઈ જાય તે જગ્યાએ તમે સાધુ સહિત નિવાસ કરજો. એમ કહી દેવી અંતર્ધાન થઈ.
હવે પ્લેચ્છના લશ્કરે વલભીનગરીને ચારે બાજુથી ઘેરી લીધી હતી. તે વખતે, જેને દેશ ભાંગવાનું મોટું કલંક ચોટ્યું છે એવા રંક વાણિયાએ પંચ શબ્દ વાજિંત્રના વગાડનારાને ઘણું દ્રવ્ય આપી એવું સમજાવ્યું કે શિલાદિત્ય જે વખતે રણસંગ્રામ કરવા ઘોડા પર બેસવા આવે તે વખતે એકદમ વાજાં વગાડવાં કે જેથી તેનો બેસવાનો ઘોડો ભડકે એમ કરવું. પછી જ્યારે શિલાદિત્ય રણસંગ્રામમાં જવા તૈયાર થઈ ઘોડા પર બેસવા આવ્યો ત્યારે તે લોકોએ એટલે વાજાવાળાઓએ મોટા શબ્દ કરી ઘોડો ભડકાવ્યો. ઘોડો ભડકી આકાશ માર્ગો ઉડ્યો અને જયાંથી તે આવ્યો હતો ત્યાં તે પાછો ગયો. એવા ગભરાટમાં શિલાદિત્ય પડ્યો એટલે તેને સ્વેચ્છાએ પકડીને માર્યો. પછી ક્ષણ માત્રમાં વલભીનગરી ભાંગી, એટલે મ્લેચ્છ લોકોની લૂંટ ફાટથી લોકો તથા એ રાજાનું કુટુંબ દેશાંતર જતું રહ્યું. તે પર એક ગાથા છે. તેનો અર્થ :
| વિક્રમના મરણ પછી ૩૭૫ વર્ષ ગયાં ત્યારે વલભીનો ભંગ થયો; એટલે વિક્રમ સંવતમાંથી ૩૭૫ કાઢી નાંખીએ ત્યારે વલભી સંવત આવે. (વલભીનો સંપૂર્ણ નાશ તો સંવત ૮૦૦ની સાલમાં થયો છે.)
આ પ્રકારે શિલાદિત્યની ઉત્પત્તિ તથા રંકની ઉત્પત્તિ તથા વલભીનો નાશ એ પ્રકારના ત્રણ પ્રબંધ પૂરા થયા.
(૧) શિલાદિત્યની ગર્ભવતી સ્ત્રી કોઇ સેવકને લઇ ગુપ્તવેષ કરી નાઠી. તે ઇડરના ડુંગરમાં રહી. ત્યાં તેને પુત્ર
થયો. તેનું નામ ગ્રહાદિત્ય એવું થયું. તેણે ત્યાં થોડુંક રાજય મેળવ્યું. તેના વંશજો પ્રથમ ગેહલોટ ને પછી શિશોદીયા એ નામથી અદ્યાપિ ઓળખાય છે.
૧૯૬
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર