________________
વાત પ્રત્યક્ષ જોઇ તેણે નિશ્ચય કર્યો કે આ તુંબડીમાં સિદ્ધરસ છે તેથી આપણે મોટા ધનાઢ્ય થઇશું, એમ ધારી નગરમાં એક ઘર લીધું, ને તેમાં તુંબડી સહિત સઘળો સામાન મૂકી આવ્યો. પછી તે ઝૂંપડીમાં આવી, રાત્રે સુઇને, મધ્ય રાત્રિએ પોતે ઝુંપડી સળગાવી બુમો પાડી. આથી લોકોના મનમાં અસર થઈ કે બચારા રંકની એક ઝુંપડી હતી તે પણ બળી ગઈ. આ પ્રકારનું કપટ કરી નગરના બીજા દરવાજા પાસે ઘર કરી રહ્યો છે, એટલામાં તે જગ્યાએ ઘણા ઘીનો વેપાર કરનારી કોઇક ઘી વેચનારી આવી, તેનું ઘી જોખતાં જોખતાં તે ઘીનો અંત ન આવ્યો, ત્યારે તે વાણિયાએ (કાકુએ) વિચાર કર્યો કે આ ઘીના પાત્ર નીચે કાળી ચિત્રાવેલી હશે, એમ તપાસીને જોયું તો તેવું જ નીકળ્યું, પછી કપટથી તે ચિત્રાવેલી લઈ લીધી. તેથી ચિત્રકસિદ્ધિ પણ પ્રાપ્ત થઈ. વળી થોડાક દિવસમાં એ વાણિયાને પૂર્વ જન્મના પુણ્યથી સુવર્ણ પુરુષની પણ સિદ્ધિ પ્રાપ્ત થઇ. આવી રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ મળવાથી રાકો કોટી ધનવાળો થયો. તે પ્રકૃતિથી અતિશય કૃપણ હોવાથી કોઈ દિવસ તેણે કોઈ સુપાત્રદાન, તીર્થ અથવા દયાદાનમાં લેશ માત્ર પણ ધન ન વાપર્યું, એટલું જ નહીં, પણ ઉલટો બીજા લોકને સંહાર કરવાની ઇચ્છાએ તેની લક્ષ્મી કાલરાત્રિરૂપ (સંહાર કરનારી) થઈ.
એક દિવસ એની પુત્રી પાસે રત્નજડિત સુંદર કાંસકી હતી, તે રાજાની પુત્રીના દીઠામાં આવી. પછી તે લેવાની રાજપુત્રીએ હઠ કરતાં રાજાએ બળાત્કારથી ખુંચવી લઈ તે કાંસકી પોતાની પુત્રીને આપી. આ વિરોધ મનમાં રાખી તે રંક વાણિયાએ પોતાના મનમાં એવો ઠરાવ કર્યો કે ગમે તેટલું ધન નાશ પામે પણ મારે આ રાજાને પદભ્રષ્ટ કરવો. એમ વિચારી વલભીનગર ભાંગવા માટે પ્લેચ્છ દેશમાં ગયો. તે દેશના રાજાએ જેટલા ક્રોડ સોના મહોરો માગી તેટલી તેને આપીને લશ્કર સહિત તે રાજાનું પ્રયાણ કરાવ્યું. તે પ્રમાણમાં પાછલી રાત્રિએ રાજા, અડધો ઊંઘતો અને અડધો જાગતો હતો એ વખતે રાજાથી ઉપકાર નહીં પામેલો એક છત્રધર સેવક, પ્રથમથી જ કોઈ સંકેત કરેલા પુરુષ સાથે આ પ્રકારની વાતો કરતો હતો કે, “આપણા રાજાને સલાહ આપનાર કોઇ પ્રધાન પુરુષ રહ્યો નથી કેમકે પૃથ્વીમાં ઇંદ્રસમાન, સૂર્યદેવતાના પુત્ર શિલાદિત્ય સાથે લડાઈ કરવા, જેનું કુળ તથા સ્વભાવ જાણ્યા નથી, એવા સારા અથવા નઠારા, કોઈ રંક નામે વાણિયાના કહેવાથી આ પ્રકારનું અણવિચાર્યું આચરણ કરવું ઠીક નથી.” આ પ્રકારનું હિતકારી સત્ય વચન સાંભળી કાંઈક મનમાં વિચારી, તે દિવસે રાજાએ પ્રયાણનો વિલંબ કર્યો. પછી પેલા રંકના મનમાં આશંકા ઉત્પન્ન થઈ, અને રાજાના મનનો અભિપ્રાય પોતાની બુદ્ધિથી જાણી લીધો. પછી તે જ વખતે કેટલુંક સોનું આપી રાજાનું મન પ્રસન્ન કરી પ્રયાણ કરાવી ઉપદેશ કર્યો કે વિચારીને અથવા અણવિચારીને પ્રયાણ કરતો મોટો રાજા, સિંહની જેમ શોભે છે. એટલે જેમ સિંહની તલપ મિથ્યા ન જાય, તેમ એવા મોટાનું પ્રમાણ પણ મિથ્યા જતું નથી. કેમકે સિંહની બે પ્રકારે સ્તુતિ કરવી એ શરમ ભરેલી (૧) એ વેલમાં એવો ગુણ રહેલો છે કે જે પાત્ર નીચે રાખેલી હોય તે પાત્રમાં જે ચીજ હોય તે ખુટે જ નહીં. (૨) એ સિદ્ધીમાં એવો ગુણ છે કે સોનાના પુરુષને કાપી કાપીને ગમે તેટલું સોનું કાઢી લઇએ, પણ સવારમાં હતો
તેવો ને તેવો થાય.
જુદાં-જુદાં પ્રબન્ધો
૧૯૫