________________
તારો પરાભવ કરે, તેના ઉપર કાંકરો નાંખવાથી તે શિલારૂપ થઇ તેનો નાશ કરશે અને કોઈ નિરપરાધી ઉપર નાંખીશ તો, તેથી તારો અનર્થ થશે, એમ કહી સૂર્યનારાયણ અદશ્ય થયા. પછી કેટલાક પરાભવ કરનારા પુરુષોને માર્યા, તેથી તેનું નામ શિલાદિત્ય એવું પ્રસિદ્ધ થયું. તે નગરના રાજાએ તેની પરીક્ષા લેતાં તેને ફટકાર્યો, ત્યારે તેને મારી પોતે જ રાજા થઈ બેઠો અને સૂર્યદેવતાએ પ્રસન્ન થઈ આપેલા આકાશગામી ઘોડા ઉપર બેસી, દેવતાની પેઠે પોતાની ઇચ્છામાં આવે ત્યાં ગમન કરી, ઘણા પરાક્રમથી મોટું રાજ્ય મેળવી ઘણા કાળ રાજ્ય કર્યું.
શત્રુજ્યપતિ બૌદ્ધ તરીકે પૂજાયા.... મલ્લવાદીસૂરીએ આ આફતને પરાસ્ત કરી.
જૈન મુનિના સમાગમથી સમકિત પામી શત્રુંજય મહા તીર્થનો મોટો મહિમા જાણી તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શ્વેતાંબર જૈન સાધુને તથા બૌદ્ધ સાધુને પરસ્પર વાદવિવાદ ચાલતાં શિલાદિત્ય રાજાને સભાપતિ કરી સંપૂર્ણ સભા મેળવી, પ્રતિજ્ઞાપૂર્વક વાદ થયો કે, જે હારે તેને રાજા પોતાના રાજ્યમાં ન રહેવા દે. (કાઢી મૂકે) આ પ્રતિજ્ઞાથી ચાલતા વાદમાં શ્વેતાંબર હાર્યા, તેમને દેશનિકાલ આપી, શત્રુંજયમાં મૂળનાયક શ્રી આદિ દેવને બૌદ્ધ રૂપે માની તેની પૂજા કરતા રાજા વિગેરે સર્વ બૌદ્ધ મતના થયા. એ પ્રકારે બૌદ્ધ મતની જીત કેટલાક વર્ષ રહી. તે સમયે શિલાદિત્યની બહેનનો પુત્ર મલ્લ નામે નાની અવસ્થાનો સાધુ, તેની ઉપેક્ષા કરવાથી તે ત્યાં રહ્યો હતો. તે જાતે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલો માટે, મનમાં બૌદ્ધ લોકો સાથે વેર રાખી, જૈનદર્શન ન હોવાથી બૌદ્ધ પાસે ભણતો હતો. બૌદ્ધ લોકનું વેર વાળવા રાત્રિ દિવસ વિદ્યામાં જ એક ચિત્ત રાખી ઘણો અભ્યાસ કરતો હતો. એક વખત ઉનાળામાં મધ્ય રાત્રિએ સર્વ લોક નિદ્રાવશ થતાં અગાશીમાં પોતે દિવસનું ભણેલું મોટા ઉપયોગથી સંભારતો હતો, તે વખતે આકાશ માર્ગે ગતિ કરતી ભારતદેવીએ પૂછ્યું કે, (મિષ્ટા ?) મીઠી વસ્તુ શી છે ? આ પ્રશ્ન સાંભળવાથી ચારે તરફ જોયું પણ બોલનાર કોઇ ન દીઠું તો પણ ઉત્તર આપ્યો કે વાલ. આ ઉત્તર સાંભળી ભારતીદેવી ગયાં. વળી છ માસ થયા પછી તે જ વખતે આવી પૂછ્યું કે, વન સદ (કોની સાથે.) આ પ્રશ્નનો ઉત્તર પૂર્વે છ માસ ઉપર પ્રશ્ન પૂછ્યો છે, તેનું સ્મરણ કરી ઉત્તર આપ્યો કે, ગોળની સાથે. આ સાંભળી એ બાળકની સ્મરણ શક્તિ જોઈ ચમત્કાર પામી ભારતીદેવી પ્રસન્ન થઈ બોલ્યાં કે તુ વર માગ. પછી મલ્લ સાધુએ બૌદ્ધ લોકનો પરાજય કરવા વાસ્તે કોઈ પ્રમાણ ગ્રંથ આપો, આ પ્રકારની માગણીથી તે દેવીએ નયચક્ર નામનો ગ્રંથ આપી, એના ઉપર મોટો અનુગ્રહ કર્યો. આ પ્રકારે દેવીના વરદાનથી સકળ તત્ત્વનો જાણ થઇ, શિલાદિત્યની આજ્ઞા લઈ બૌદ્ધ લોકના સ્થાનમાં જળ સહિત ઘાસનાં તરણાં નંખાવ્યાં.
આ પ્રકારનું જણાવી પૂર્વની જેમ કવિતા પૂર્વક બૌદ્ધ લોકો સાથે વાદનો આરંભ કર્યો. કંઠમાં સાક્ષાત્ પ્રગટ થયેલી સરસ્વતીના બળથી મલ્લ સાધુએ બૌદ્ધ લોકોને તત્કાળ જીતી લીધા અને રાજાની (૧) એ બાળક, છો પડી રહ્યો. એમ અવગણના કરવી તે. (૨) અસલના વખતમાં કોઈ સાથે દુશ્મનાવટ કરવા લોકો એક વાસણમાં પાણી ભરી ઉપર ઘાસનાં તરણાં
નાંખી જેની સાથે દુશ્મનાવટ કરવી હોય તેના બારણા આગળ ઢોળી આવતા, એટલે એમ સમજાતું કે એની સાથે લડાઈનો આરંભ થયો.
જુદાં-જુદાં પ્રબન્ધો
૧૯૩