________________
હતો, તેને પણ વિસરી જઇ, આ વખતે તમારો ઉમંગ જોઇ તેમણે તમારી સ્તુતિ કરી. ત્યારે મારે પણ તમારી પાસે જ આરતી ઉતરાવવી એમ મને યોગ્ય લાગ્યું. હેમચંદ્રાચાર્યે કરેલી સ્તુતિ. તેનો અર્થ : તમારા જેવી ઉત્તમ ભાવના વાળો પુરુષ સત્ય યુગમાં (ચોથા આરામાં) નથી તો તે સત્યયુગ શા કામનો ? અને તમારા જેવા પુરુષ જે યુગમાં છે તે કળિયુગ જ ન કહેવાય ! એ તો સતયુગ જ કહેવાય ! માટે તમારો જન્મ કળિયુગમાં છે તો તે કળિયુગ પણ અમને સત્યયુગ સમાન છે. I૧ ઇત્યાદિ, આમ્રભટ્ટની અનુમોદના કરી કુમારપાળ તથા હેમચંદ્રાચાર્ય અણહિલપુર પાછા પધાર્યા. હેમચંદ્રાચાર્ય પાટણમાં આવ્યા પછી, થોડા વખતમાં ભરૂચથી વિજ્ઞપ્તિ પત્ર આવ્યો, તેમાં લખેલું હતું કે આમ્રભટ્ટને ઓચિંતું દેવતાના દોષથી અંતકાળ જેવું થઈ ગયું છે, આ વાત સાંભળી તત્કાળ હેમચંદ્રાચાર્યે નિશ્ચય કર્યો કે, એ મહાત્મા આદ્મભટ્ટને પ્રાસાદ શિખર ઉપર નૃત્ય કરતાં મિથ્યાદષ્ટિ દેવીઓનો દોષ થયો છે, માટે તત્કાળ ત્યાં જવું જોઈએ. એમ વિચારી યશશ્ચંદ્ર નામના પોતાના શિષ્ય સહિત આકાશગામી વિદ્યાના બળથી, એક નિમેષ માત્રમાં ભરૂચ આવી પહોચ્યાં. ત્યાંની મિથ્યાદૃષ્ટિ સેંધવી નામની દેવીનું આકર્ષણ કરવા હેમચંદ્રાચાર્યે કાઉસગ્ન કર્યો, તે વખતે તે દેવીએ જીત્વાકર્ષણ વિગેરેનો ઘણો ઉપસર્ગ કર્યો તે જોઇ ઉત્તરસાધકપણે રહેલા યશશ્ચંદ્ર નામના શિષ્ય, ડાંગર ખાંડવાના પ્રાણીઓમાં ડાંગર નાંખી, મંત્ર ભણીને એવા પ્રહાર દેવા માંડ્યા કે જેથી પહેલા પ્રહરમાં તે દેવીનો પ્રાસાદ કંપી ઉઠ્યો. બીજા પ્રહરમાં તે દેવીની મૂર્તિ પોતાના સ્થાનથી આવી હેમચન્દ્રાચાર્યના પગમાં પડીને બોલી કે, વજ સરખા પ્રહારથી મારી રક્ષા કરો ! રક્ષા કરો ! આ પ્રકારે બૂમો પાડતી દેવીને જોઈ, કાઉસગ્ગ ધ્યાનથી હેમચન્દ્રાચાર્ય ઉડ્યા અને દેવી જેનું મૂળ છે એવી મિથ્યા દષ્ટિ વ્યંતર વ્યંતરીઓનો સર્વ ઉપદ્રવ તત્કાળ નિવારણ ક્યો પછી સુવ્રતસ્વામીનાં દર્શન કરી સ્તુતિ કરી.
સંસારરૂપી સમુદ્રને તરવા સેતુ સમાન, મોક્ષ માર્ગે ચાલનારને દીપકની પેઠે પ્રકાશ કરનારા, જગત માત્રને અવલંબન કરવા યષ્ટિ (લાકડી) સમાન, અન્ય મત સંબંધી મોહનો નાશ કરવામાં કેતુ સમાન અને અમારા મનરૂપી મદોન્મત હાથીને બાંધવા મજબૂત સ્તંભ સમાન, શ્રી સુવ્રતસ્વામીના ચરણ નખકિરણો પ્રાણી માત્રની રક્ષા કરો. | ઇત્યાદિ સ્તુતિ કરી શ્રી આદ્મભટ્ટને રોગમુક્ત કરાવી, પ્રથમ હતા તેવા હોશિયાર કરી, જેમ આવ્યા હતા તેમજ પાછા અણહિલપાટણમાં ગુરુ શિષ્ય પધાર્યા. પછી આદ્મભટ્ટ કોંકણ દેશના રાજાના સુવર્ણના ત્રણ કલશ હતા, તેમાંથી એક ઉદયન ચૈત્યમાં બીજો શકુનિકા વિહારમાં અને ત્રીજો ઘટીગૃહમાં સ્થાપન કર્યા. આ પ્રકારે રાજ પિતામહ આદ્મભટ્ટનો પ્રબંધ પૂરો થયો.
એક દિવસ કુમારપાળ રાજા કપર્દી મંત્રીના કહેવાથી ભોજન કર્યા પછી થોડીવાર કોઈ પંડિતના મુખથી કામંદકીય નામે નીતિ શાસ્ત્રનું શ્રવણ કરતા હતા તેમાં એક શ્લોક આવ્યો તેનો અર્થ : મેઘની પેઠે સર્વ ભૂતનો આધાર રાજા છે. તેમાં પણ મેઘ વિના કદાપિ જીવાય, પણ રાજા વિના (૧) ઉભા ઉભાં અચલપણે એક જાતનું ધ્યાન ધરવું તે.
૧૬૪
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર