________________
આશ્ચર્ય થયું. ઘેર આવી દીઠેલું આશ્ચર્ય હેમચન્દ્રાચાર્ય ગુરુને નિવેદન કર્યું. હેમચન્દ્રાચાર્યે જાણ્યું કે રાજાની શ્રદ્ધા તેના પર લાગશે. માટે પોતે અષ્ટાંગ યોગના નિયમ પ્રમાણે આસન કરી પ્રાણાયામથી પ્રાણવાયુને રોકી નાભિથી ઉર્ધ્વ ભાગમાં લઇ અનુક્રમવડે બ્રહ્મરન્ધ્રમાં ચઢાવ્યો. જેના તેજનો સમૂહ નીકળે એવી રીતે કંઇપણ આશ્રય સિવાય પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર પોતાની કાયા ઉંચકી લીધી. હેમાચાર્યનું અદ્ભુત પરાક્રમ જોઇ, પેલા યોગી ઉપરથી રાજાની શ્રદ્ધા તુરન્ત જ જતી રહી.
ઉપરની વાર્તાને ગ્રંથકારો જુદી રીતે વર્ણવે છે - કહે છે કે પાટણમાં કુમારપાળ રાજાના વખતમાં દિવાનગીરી વિગેરે રાજકારભારમાં મોટા કામદારની જગ્યાએ નાગર લોક હતા અને તે સઘળા શંકર મતને માનતા. કુમારપાળ જૈન ધર્મી હતો, તે પોતાના જૈન ગુરુનાં ઘણાં વખાણ કરતો. નાગર બ્રાહ્મણોને એ વાત મનમાં ઘણી ખટકતી. એવામાં નાગર લોકના ગુરુ શંકરાચાર્યની ગાદીના તે વખતમાં જે મુખ્ય આચાર્ય હતા તે ફરતા ફરતા પાટણ પધાર્યા. તેમનો નાગર લોકોએ ઘણો સત્કાર કરી, તેમનું બળ રાજ સુધી પહોંચે એમ કરવાને સ્તુતિ કરી. શંકરાચાર્યે પોતાના શિષ્યોની ઉન્નતિ માટે તે વાત સ્વીકારી. પછી તેમણે કેળનાં પત્ર મંગાવી, સૂતરના કાચા તાંતણા વડે એક મનોહર પાલખી ગુંથાવી દશ દશ વર્ષની વયના નાગર બ્રાહ્મણના છોકરાઓ પાસે તે પાંદડાની પાલખી ઊંચકાવી શંકરાચાર્યે પાલખીમાં બેસી યોગ માર્ગ વડે પોતાનું શરીર એવું ઉચકી લીધું કે, જરા પણ પત્રને સ્પર્શ થાય નહીં. મોટી ધામધુમ સાથે આ વરઘોડો પાટણ શહે૨માં ફેરવ્યો. કુમારપાળ અને સઘળા જૈન ધર્મના લોકો માર્ગમાં શંકરાચાર્યનું પરાક્રમ જોઇ આશ્ચર્ય પામ્યા. કુમારપાળે આ હકીકત હેમચન્દ્રાચાર્યને નિવેદન કરી, હેમચન્દ્રાચાર્ય જાણ્યું કે કુમારપાળનું વલણ વેદધર્મ ઉપર થશે તો સઘળા જૈનોની બુદ્ધિ ભ્રષ્ટ થવાની અને ધર્મનો ઉચ્છેદ થશે એમ ધારી, કુમારપાળને આજ્ઞા કરી કે કાલે વ્યાખ્યાન સાંભળવા સઘળા જૈનોએ અમુક પ્રસિદ્ધ જગ્યામાં એકઠા થવું અને સઘળા મહોલ્લાવાળાઓએ અકેકી લાકડાની પાટ લેતા આવવું. મહારાજની આજ્ઞા પ્રમાણે બીજે દિવસે સઘળા જૈનો નક્કી કરેલી જગ્યાએ એકઠા થયા. દરેક મહોલ્લાદીઠ આણેલી અકેકી પાટ એવી પંદર વીશ પાટોને એક ઉપર એક એમ ઉપરા ઉપર ગોઠવણ કરાવી, છેક ઉપલી પાટ ઉપર હેમચંદ્રાચાર્ય બિરાજ્યા. પોતે યોગાસન કરી શ્રાવકોને આજ્ઞા આપી કે હવે એક પછી એક સઘળી પાટો કાઢી લો, તે પ્રમાણે શ્રાવકોએ સઘળી પાટો કાઢી લીધી. સભાની ઉપર અન્તરિક્ષ માર્ગે હેમચન્દ્રાચાર્યને સૂર્યચન્દ્રાદિકની જેમ ચળકતા અદ્ધર બિરાજેલા જોઇ તેમનું માહાત્મ્ય પાટણમાં અલૌકિક વિસ્તાર પામ્યું. શંકરાચાર્ય ઉપરથી લોકોની શ્રદ્ધા ઉતરી ગઇ.
એક વખતે સોમવતી અમાવાસ્યાના દિવસે પાટણ શહેરમાં તમામ નાગર બ્રાહ્મણ વગેરે ગૃહસ્થ બ્રાહ્મણોની સ્ત્રીઓની ટોળી ઘરેણાં પેહેરી હાથમાં પૂજાપાના થાળો લઇ શોભાયમાન વસ્ત્રોથી શરીરને શણગારી પીંપળાની ફે૨ી ફરવાને ગામ બહાર ગયેલી પાછી ફરતી હતી. તેવામાં સંન્યાસીઓ, ગૃહસ્થ બ્રાહ્મણોને ઘેરથી ભિક્ષા કરી હાથમાં જળના ભરેલાં કમંડલ અને દંડ લઇ
કુમારપાળરાજાનો પ્રબન્ધ
૧૭૫