________________
એ જ પ્રધાનનો નાનો ભાઈ સોલાક નામે મંડલિક, સત્રાધાર' એવું બિરૂદ ધારણ કરતો હતો.
ક્યારેક કુમારપાળ રાજાએ પોતાના આનાક નામે માસીયાઈ ભાઈને, તેની સેવાથી સંતોષ પામી, સામંત પદવી આપી હતી, તો પણ આનાક પ્રથમની જેમ જ સેવા કરતો હતો. તે કોઈ દિવસ મધ્યાહ્નકાળે ચંદ્રશાળામાં પલંગ ઉપર બેઠેલા રાજાની આગળ બેઠો હતો. તે વખતે ત્યાં
ઓચિંતો કોઇ સેવકને સમીપ આવતો જો ઇ, રાજાએ પૂછ્યું કે આ કોણ આવે છે ? ત્યારે આનાક બોલ્યો કે, એ તો મારો સેવક એમ કહી તેના સંકેતથી તત્કાળ ઉઠી તેના સન્મુખ ગયો. ત્યારે તેણે પુત્ર જન્મની વધામણી કહી તે સાંભળી પ્રફુલ્લિત મુખારવિંદવાળો થઈ જ્યાં પ્રથમ બેઠો હતો ત્યાં આવી બેઠો. ત્યારે રાજાએ પૂછ્યું કે શું હતું? ત્યારે તે બોલ્યો. આપના સેવકને ત્યાં પુત્રોત્પત્તિ થઈ તેની વધામણી કહેવાને આવ્યો હતો. આ વાત સાંભળી મનમાં વિચાર કરી, પ્રગટપણે રાજા બોલ્યો. વધામણી કહેનાર માણસને અહીં આવતાં સુધી કોઇ સેવકે રોક્યો નહિ માટે એ પુત્ર ગુર્જર દેશનો રાજા થશે પણ આ નગરનો તથા ધવળગૃહનો રાજા નહિ થાય કેમકે અહીંથી તમને ઉઠાડી પુત્રની વધામણી નિવેદન કરી, માટે આ નગરનું રાજ્ય નહીં મળે. આ પ્રકારે વિચારચતુર્મુખ એટલે વિચાર કરવામાં બ્રહ્મા સમાન ચોધારી બુદ્ધિબળવાળા કુમારપાળે નિર્ણય કર્યો. આ પ્રકારે લવણ પ્રસાદની ઉત્પત્તિનો પ્રબંધ પૂરો થયો.
કુમારપાળની પ્રશંસા વિષે કોઈ કવિએ શ્લોક કહેલો છે.
અઢાર (૧૮) મોટા દેશ મંડળમાં જેની આજ્ઞાનું આદર સન્માન થાય છે એવા કુમારપાળ રાજાએ પોતાના મહાપ્રતાપથી ચૌદ વર્ષ પર્યત અમારિ (કોઇથી કોઈ જીવની હિંસા ન થાય તે) પ્રવર્તાવી. જાણે પોતાની કીર્તિના મોટા સ્તંભ હોય, એવા મોટા ચૌદસો જિન મંદિર કરાવી પોતાના પાપનો નાશ કર્યો. ૧
કચ્છ દેશના લાખા રાજની મહાસતી માતાના શ્રાપથી મૂળરાજના વંશની રાજગાદી ઉપર બેસનાર રાજાઓને લૂતા (કોઢ) રોગ ઉત્પન્ન થાય છે, તે રોગ ક્યારેક કુમારપાળના શરીરમાં ઉત્પન્ન થઇ પડવા મંડ્યો. તે વાત હેમચન્દ્રાચાર્યે જાણી. રાજાના દુઃખનું નિવારણ કરવા માટે, પોતે રાજય ભાર ઉપાડી કુમારપાળની જેમ બધુ રાજય ચલાવવા મંડ્યા. તે વખતે એ રોગે પણ કુમારપાળના શરીરનો ત્યાગ કરી હેમચંદ્રાચાર્યના શરીરમાં પ્રવેશ કર્યો તે વખત રાજા સહિત સકળ લોકને દુ:ખી દેખી હેમાચાર્ય પોતાનું આયુષ્ય બળવાન દેખી અષ્ટાંગ યોગના અભ્યાસવડે તે રોગોને લીલા માત્રમાં પોતાના શરીરથી ઉખેડી નાખ્યો.
એક વખત કોઈ અન્ય ધર્મનો યોગી યોગમાર્ગની સિદ્ધિના બળ વડે માત્ર કેળના પત્રનો આશ્રય લઈ તે ઉપર સઘળી કાયા તોળી અષ્ટાંગ યોગની સાધના કરતો હતો, તેવામાં કુમારપાળે તેને દીઠો. જૈન માર્ગ સિવાય બીજા અન્ય ધર્મના લોકોમાં પણ આટલી બધી મહત્તા છે, તે જોઈ તેના મનમાં (૧) સદાવ્રત ચલાવનાર મહા દાની.
૧૭૪
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર