Book Title: Prabandh Chintamani
Author(s): Merutungasuri, Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust

Previous | Next

Page 198
________________ આપવા યોગ્ય પુરુષોને ઘણું દાન આપ્યું. પછી ત્યાંના વૃદ્ધ પૂજારીઓમાંથી એક પૂજારી એકસો પંદર વર્ષનો હતો, તેણે વસ્તુપાળને વાત કહી કે, શ્રી હેમચન્દ્રાચાર્યે કુમારપાળ રાજાને શ્રી સોમેશ્વર દેવનું પ્રત્યક્ષ દર્શન આ સ્થાનમાં કરાવ્યું હતું. ઇત્યાદિ વાતો સાંભળી આશ્ચર્ય પામતો મંત્રી પાછો વળ્યો. માર્ગમાં લિંગધારી જૈન સાધુઓનું દુષ્ટ આચરણ દેખી તેમને અન્નદાન આપવાનો નિષેધ કર્યો. તે વાત વાયડ ગચ્છના શ્રી જિનદત્તસૂરિએ પોતાના શ્રાવક પાસેથી સાંભળી. તે વખતે પોતાનાં દર્શન કરવા આવેલા મંત્રીને ઠપકો દઇ ઘણો ઉપદેશ કરી પાછું હતું તેમ અન્નદાન ચાલુ કરાવ્યું. જેનું સમકિત વિશેષ શુદ્ધ થયું છે, એવા મંત્રીએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. જ્યારે મોટો ભાઇ ભૂણિગ મરવા પડ્યો ત્યારે તેણે કહ્યું કે મારા નામનું દેવમંદિર આબુ પર્વત ઉપર કરાવજો. આ વાત મંત્રીએ અંગીકાર કરવાથી તેના મરી ગયા પછી, આબુ ઉપર જઇ ત્યાં રહેનારા ગોઠી લોક પાસેથી જગ્યા માગી પણ તે ન મળવાથી ચંદ્રાવતી નગરીના સ્વામી પાસે જઇ પૃથ્વી માગી લઇ વિમળશાના ચૈત્યમંદિર પાસે લૂણિગવસહિકા એ નામનો જગતમાં વિખ્યાત મોટો સર્વોપરિ પ્રાસાદ બંધાવ્યો. તેમાં શ્રી નેમિનાથની પ્રતિમાનું સ્થાપન કર્યું. તે ચૈત્ય મંદિરના ગુણ દોષનો વિચાર કરવામાં ઘણો ડાહ્યો યશોવીર નામે પ્રધાન પુરુષને જાવાલીપુરથી બોલાવી મંત્રીએ એ પ્રાસાદનું સ્વરૂપ પૂછ્યું ? ત્યારે તેણે શોભનદેવ નામે પ્રાસાદના કરનાર સૂત્રધારને બોલાવી કહ્યું, કે રંગમંડપમાં વિશાળપણે સ્થાપન કરેલાં પુતળીઓના જોડકા તીર્થંકરના પ્રાસાદમાં સર્વથા અઘટિત છે તથા વાસ્તુ શાસ્ત્રમાં પણ નિષેધ કરેલો છે એક તો એ દોષ. બીજો ગભારામાં પ્રવેશ કરવાના બારણા ઉપ૨ બે સિંહનું તોરણ બાંધેલું છે, તે દેવની પૂજાનો વિનાશ કરનારું છે તથા ત્રીજુ પૂર્વજોની મૂર્તિઓ સહિત હાથીની શાળા પાછલા ભાગમાં છે તે પ્રાસાદ કરાવનારને ઉત્તર કાળમાં હરકત કરનાર છે. આ પ્રકારના મોટા ત્રણ દોષ આ મંદિરમાં થયા છે. માટે આવા વિદ્વાન કારીગરમાં પણ આવા દોષ આવ્યા તે ભાવી કર્મનો દોષ છે એમ નિર્ણય કરી તે યશોવી૨ મંત્રી આવ્યો હતો, તેમ પાછો ગયો. તેની સ્તુતિના શ્લોકનો અર્થ નીચે પ્રમાણે. યશરૂપી મોતીના સમૂહની શિક્ષા જેવા ક્ષીર સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ચંદ્રમા રૂપ યશોવીર નામે પ્રધાનની રક્ષા કરવા પરમેશ્વરે એના નામમાં શ્રી શબ્દ સ્થાપન કર્યો છે. એટલે જેમ ચંદ્રમામાં લાંછન છે તથા જેમ કપૂરની રક્ષા કરવા મરીનો દાણો સ્થાપન કરે છે, તેમ યશ તથા શૂરવીરપણું એ પુરુષમાંથી જતું ન રહે માટેશ્રી શબ્દરૂપી લાંછન મૂક્યું હોય એમ દેખાય છે. (૧) હે શ્રી યશોવીર તારા વિના સઘલુ યશ તથા શુરવીર પણું મિથ્યા છે. જેમ એકડા વિના મીડાં ફોગટ છે ને જેમ એકડો આગળ કરી મીડાં કરીએ તે સાર્થક થાય, તેમ તમને આગળ કરીએ તો સર્વે યશ તથા સર્વે શૂરવીરો સાચા છે એમ અનુભવમાં આવે છે. (૨) કવિ કહે છે કે અમારા મનમાં એવો તર્ક થાય છે કે, હે યશોવી ! બ્રહ્માએ ચંદ્રમંડળમાં તમારું નામ લખવાનો ઉદ્યોગ કર્યો. તેમાં પહેલા બે અક્ષર લખ્યા (એટલે યશ એવા બે અક્ષર) પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧૮૪

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240