________________
કરાવ્યું. પાષાણમય મૂળબિંબના પરિકર, મમ્માણી ખાણના આરસ પાષાણના કરાવી સ્થાપન કર્યા. વાભટ્ટ પુરમાં રાજાએ પોતાના પિતાના નામથી ત્રિભુવનપાળ નામનો વિહાર કરાવી, તેમાં શ્રી પાર્શ્વનાથજીનું સ્થાપન કરાવ્યું. તીર્થપૂજા નિમિત્તે ચોવીશ આરામ (બાગબગીચા) કરી આપ્યા. નગરને ફરતો કોટ કરાવ્યો. દેવ મંદિરોના નિર્વાહ વાસ્તે વસ્ત્રાલંકાર તથા ગ્રામ વિગેરે ઘણું દ્રવ્ય અર્પણ કર્યું. તે ઉપર એક કવિનો શ્લોક છે તેનો અર્થ : વામ્ભટ્ટ મંત્રીએ શત્રુંજય ઉપર જીર્ણોદ્ધાર કરાવ્યો, તેમાં એક ક્રોડ સાઠ લાખ દ્રવ્યનો ખરચ કર્યો. એવા એ મંત્રીનું વર્ણન દેવતાથી પણ થઈ શકતું નથી. આ પ્રકારે શત્રુંજયના જીર્ણોદ્ધારનો પ્રબંધ પૂરો થયો.
હવે જગતમાં મહાસુભટ તરીકે પ્રખ્યાત શ્રી આપ્રદેવે પિતાના શ્રેય માટે ભરૂચમાં શકુનિકાવિહાર નામે પ્રાસાદનો ઉદ્ધાર કરવાનો આરંભ કર્યો. તેનો પાયો ઘણો ઉંડો ખોદી પૂરતી વખતે નર્મદા નદીના સમીપપણાથી ઓચિંતી મોટી મોટી ભેખડો તૂટી પડવાથી, ઘણા ચાકર લોકો દબાઈ મરવાથી, તેમના ઉપર ઘણી દયા લાવી આત્માની ઘણી નિંદા કરી, આમ્રદેવે સ્ત્રી પુત્ર સહિત તે ખાડામાં ઝપાપાત કર્યો. આ પ્રકારનું તેનું ઉગ્ર સાહસ જોઇ, તે કામમાં વિઘ્ન કરનાર દેવતાએ પણ પ્રસન્ન થઈ સર્વ વિદન નિવારણ કરી, તેમને બચાવી મદદ કરી, તેથી પ્રાસાદ સંપૂર્ણ તૈયાર થયો. કલશ દંડની પ્રતિષ્ઠા કરતી વખતે, નગરના સર્વ સંઘને નિમંત્રણ કરી, ત્યાં લાવી જેમ ઘટે તેમ ભોજન, વસ્ત્ર, આભરણ આદિ વડે સન્માન પૂજન કર્યું. સામંતોને બોલાવી તેમનો ઉચિત સત્કાર કર્યો. ધ્વજારોપણનું મુહૂર્ત સમીપ આવ્યું ત્યારે અણહિલપાટણથી શ્રી હેમચંદ્રસૂરિ સહિત કુમારપાળ રાજાને તથા તે નગરના સંઘને બોલાવી મોટા સાધર્મિક વાત્સલ્ય કરી. તેમને વસ્ત્ર આભૂષણાદિકથી સંતૃપ્ત કર્યા. ધ્વજારોપણ કરવા ઘણા ઉત્સાહથી ઘરમાંથી નીકળ્યો ત્યારે પોતાનું ઘર યાચકો પાસે લૂંટાવી દીધું. સુવ્રતસ્વામીના પ્રાસાદ ઉપર ધ્વજા સહિત મહાધ્વજનું આરોપણ કરી, આમ્રભટ્ટે મહા હર્ષથી નૃત્ય કર્યું. પછી રાજાએ આરતી ઉતારવાનું કહ્યું ત્યારે, પોતાને બેસવાનો કિંમતી ઘોડો હતો તેનું દાન દ્વારપાલ ભટ્ટને કર્યું. રાજાએ પોતાને હાથે આદ્મભટ્ટ મંત્રીને તિલક કર્યું ત્યારે બહોતેર સામંતોએ ચામર તથા પુષ્પ વૃષ્ટિ આદિક ઉત્તમ સત્કારથી સહાયતા કરી ઘણી શોભા વધારી. બંદીજનને પોતાના હાથમાંનું સુવર્ણકંકણ કાઢી આપ્યું. રાજાએ આદ્મભટ્ટ મંત્રીને દેવની આરતી ઉતારવાનું કહ્યું તો પણ આમ્રભટ્ટે ના પાડી. ત્યારે રાજાએ ફરીથી કહ્યું કે આ સ્થળે આરતી ઉતારવા તમે યોગ્ય છો. પછી રાજાએ બળજબરીથી આદ્મભટ્ટના બે હાથ પોતે ઝાલી આરતી ઉતરાવી. આરતી મંગળદીવો વિગેરે કૃત્યની સામાપ્તિ થયા પછી, શ્રી સુવ્રતસ્વામીને, ગુરુને તથા સાધર્મિકને નમસ્કાર કરી, આમ્રભટ્ટે રાજાને પૂછ્યું કે, આપને આરતી ઉતારવી ઘટે તેમ છતાં બળજબરીથી મારી પાસે આરતી ઉતરાવી તેનું શું કારણ છે ? ત્યારે રાજા બોલ્યા કે એ વખત તમારો ચડતો ભાવ એવો હતો કે, જેમ કોઈ ધૂતકાર (જુગારી) અતિશય ધૂત રમવાના ચડસથી પોતાનું માથું પણ અર્પણ કરે, તેમ તમારો પણ તે વખતે ચડતો રંગ એવો હતો કે કોઈ તમારું માથું માગે તો તે પણ આપી દો. ગુરુદેવશ્રી હેમચન્દ્રાચાર્યને મનુષ્યની સ્તુતિ ન કરવી એવો નિયમ
કુમારપાળરાજાનો પ્રબન્ધ
૧૬૩