________________
વડે ઢંકાઈ ગયા છે. આપ એ બે ગુણ વડે એટલા બધા પ્રકાશી રહ્યા છો કે બીજા દોષ દેખાતા જ નથી. આવું યુક્તિપૂર્વકનું વચન સાંભળી ક્રોધ પામેલો રાજા શાંત થઈ સ્વસ્થ થયો.
હવે પૂર્વે સિદ્ધરાજના રાજયમાં પંડિતપણામાં સ્પર્ધા કરતો વામરાશી નામે બ્રાહ્મણ હતો. તે હેમચન્દ્રાચાર્યની પ્રતિષ્ઠા સહન કરી શકતો ન હતો. એક દિવસ હેમચંદ્રસૂરિને સન્મુખ આવતા જોઇ તેઓ સાંભળે તેમ તેમની નિંદાનો એક શ્લોક બોલ્યો.
કોઈ દિવસ ન ધોવાથી સેંકડો લાખો જૂઓ લીખોથી બણબણાટ થતી મેલી કાંબલવડે શોભતો, દાંત ઉપર રહેલા ઘણા મેલની દુર્ગધથી જેનું મુખ વ્યાપ્ત છે એવો, નાકની દાંડીથી જતા આવતા ગણગણાટ શબ્દથી ભરેલો, જયાં ઉભો રહ્યો હોય તે જમીન જેથી દુર્ગધ મારે છે એવો દુર્ગધી અને જેના માથામાં તાવા પડેલી છે એવો આ હેમડ નામનો ચેવડો' સામો આવે છે.
આ પ્રકારે ઘણી નિંદાથી ભરેલું તેનું વચન સાંભળી હેમચન્દ્રાચાર્યના અંતરમાં અમર્ષ આવ્યો. તેથી તેનો તિરસ્કાર થાય એવું વચન બોલ્યા. હે પંડિત ! વિશેષણ હોય તે વિશેષ્યથી પૂર્વે આવે એવું તમે નથી ભણ્યા કે શું ? જેથી તેમડ સેવડ એમ બોલો છો ? માટે હવેથી સેવડ હેડ એ પ્રકારે શુદ્ધ બોલવું જોઇએ. પછી હેમાચાર્યની નિંદા કરતા પંડિતને રાજ સેવકોએ ભાલાના પાછલા ભાગથી સારી રીતે કુટીને મૂકી દીધો. કુમારપાળના રાજયમાં શસ્ત્ર વિનાનો વધ હતો માટે તેનો વધ ન કરતાં એની આજીવિકાનો ઉચ્છેદ કરાવ્યો, તેથી એ બ્રાહ્મણ ભિક્ષા કરી પોતાનો નિર્વાહ કરતો હતો અને હેમચન્દ્રાચાર્યની પૌષધશાળાની આગળ રહેતો હતો. આનાદિ રાજાઓ જેઓ તપસ્વી થયા હતા તેઓ યોગ્ય શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા તે નિર્દભપણે સાંભળી એક શ્લોક બોલ્યો.
કારણ વગર ક્રોધ કરનાર, સર્પ જેવા ઝેરી, જટાધર (ઋષિ)ના મુખમાંથી ગાલી પ્રદાન રૂપ ઝેર નીકળતું તેને બદલે આજે યોગ્ય શાસ્ત્રરૂપ અમૃત નીકળે છે.
આ બ્રાહ્મણે પૂર્વે હેમચંદ્રાદિક ઋષિઓની કરેલી નિંદાથી તેઓને થએલો ઉત્પાત આ સમયનાં તેનાં (બ્રાહ્મણનાં) અમૃત ધારા જેવાં વચન સાંભળી શાંત થયો, જોઈ કુમારપાળ રાજાએ તેને બમણી આજીવિકા કરી આપી.
કોઈ એક સમયે સૌરાષ્ટ્ર નિવાસી દુહા વિદ્યાના કુશળ બે પ્રતિસ્પર્ધી ચારણો પોતાનામાંથી જેને હેમચન્દ્રાચાર્ય વખાણે તે શ્રેષ્ઠ અને બીજો કનિષ્ઠ એવી પ્રતિજ્ઞા કરી, નિર્ણય કરાવવા સારુ હેમચન્દ્રાચાર્ય પાસે અણહિલપાટણ આવ્યા અને તેમાંનો એક આ પ્રમાણે (દુહો) બોલ્યો. | ભાવાર્થ: હેમચન્દ્રાચાર્યના મુખમાં લક્ષ્મી તથા સરસ્વતી આદિએ સુભાગ્યે નિવાસ કર્યો છે, જેથી જેઓના ઉપર તેમનાં કૃપાકટાક્ષ પડે છે, તેઓ શીધ્રપણે મહાપંડિત અને ધનાઢ્ય બને છે. (૧) ગોરજી.
૧૭૦
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર