________________
ભોજન કરવું ઇત્યાદિ અભિગ્રહ લીધા. ત્યાંથી પ્રયાણ કરી લશ્કરમાં આવી મળ્યો. શત્રુ સાથે સંગ્રામ કર્યો. તેમાં શત્રુએ પોતાનું સઘળું લશ્કર પરાજય કર્યું. ત્યારે પોતે ચડાઈ કરી. તેમાં શત્રુના ઘણા પ્રહારથી જ્યારે શરીર ઘણું છિન્નભિન્ન થયું ત્યારે સેવકો સંગ્રામમાંથી ઊંચકી મુકામમાં લાવ્યા. ત્યાં મંત્રીએ ઘણું જ રૂદન કરવા માંડ્યું. તેનું કારણ પૂછતાં માલુમ પડ્યું કે શ્રી શત્રુંજય તીર્થમાં તથા શકુનિકા વિહારમાં જીર્ણોદ્ધાર કરવારૂપ દેવઋણ મારી પાછળ વળગવાથી મને ઘણો શોક થાય છે. પછી ત્યાં રહેલા સ્નેહી સંબંધીઓએ વિચાર કરી કહ્યું કે તમારા પુત્ર વાભટ્ટ તથા આદ્મભટ્ટ તમારા જેમ જ અભિગ્રહ લેઈ બે તીર્થનો ઉદ્ધાર કરશે, એ વાતમાં અમે સર્વે સાક્ષી છીએ. આ વાત સાંભળી ઘણા આનંદથી મંત્રીનું શરીર રોમાંચિત થયું. પછી મરતી વખત પરમેશ્વરની આરાધના કરવા માટે કોઈ જૈન સાધુ જોઇએ તેની તપાસ કરાવી પણ તે ન મળ્યા ત્યારે, કોઈ વંઠ પુરુષને કોઈ પણ પ્રકારે સમજાવી સાધુનો વેષ પહેરાવી મંત્રી પાસે લાવી બેસાડ્યો. મંત્રીએ તો ઘણા ભાવથી તેને મહામુનિ જાણી તેના બે પગ લઈ પોતાના માથા ઉપર સારી પેઠે પ્રેમથી દબાવી પ્રાર્થના કરી, તેની સમક્ષ દશ પ્રકારની આરાધના કરી ઉદયનમંત્રી પરલોક પામ્યા. ચંદન વૃક્ષના સંબંધથી જેમ બીજાં વૃક્ષો પણ સુગંધવાળા થાય, તેમ ઉદયનની ભાવ ભક્તિ જોઇ પેલા વંઠ પુરુષે (સાધુ વેષ ધારી પુરુષે) પ્રતિબોધ પામી જીવતા સુધી એમને એમ સાધુ વેષ રહેવા દઈ રૈવતાચલ જઈ અનશન કરી દેહનો ત્યાગ કર્યો. પછી ઉદયનના સેવક સંબંધીઓએ અણહિલપાટણ જઈ તે વૃતાંત ઉદયનના પુત્ર વાભટ્ટ તથા આમ્રભટ્ટને નિવેદન કર્યો. તેમણે પણ તત્કાળ અભિગ્રહ લઇ, જીર્ણોદ્ધાર કરવાનું કામ આરંભ્ય. બે વર્ષે શત્રુંજય ઉપર પ્રાસાદ તૈયાર થયો. તે વધામણીનો પત્ર લઇ કોઇ પુરુષ આવ્યો. એ આનંદની વાત થાય છે એટલામાં બીજો પુરુષ પત્ર લઈ આવ્યો. તેમાં લખ્યું હતું કે એ પ્રાસાદ તૂટીફૂટી પડ્યો. આ તપાવેલા ત્રપુ (શીશા) જેવી કઠોર તાપકારી વાણી સાંભળી, શ્રી કુમારપાળની આજ્ઞા લઈ વામ્ભટ્ટ શ્રીકદÍનામના પ્રધાનને પોતાનું કામ સોંપી, ચાર હજાર સ્વાર લઇ, શત્રુંજય સમીપ જઈ ત્યાં પોતાના નામનું એટલે વામ્ભટ્ટ નામે પુર વસાવ્યું. પછી પ્રાસાદ તુટવાનું કારણ ત્યાં રહેલા શિલ્પી લોકોએ નિર્ણય કરી કહ્યું કે ભ્રમ સહિત પ્રાસાદમાં પેઠેલા વાયુને નીકળવાનો માર્ગ ન મળવાથી એ નુકશાન થયું. ભ્રમ રહિત પ્રાસાદને કોઈ પ્રકારનું નુકશાન થતું નથી પણ તેમાં એવો બાધ છે કે, જે કોઈ ભ્રમ રહિત પ્રાસાદ કરાવે છે તે નિર્વશ થાય છે. આ વાત સાંભળી વિચાર કરી વાભટ્ટ આજ્ઞા આપી કે ભ્રમ તથા ભીંત એ બેની વચ્ચે શિલા પુરી સજ્જડ કરો. વંશ જશે તો ધર્મરૂપી વંશ રહેશે. કેમકે પૂર્વે ઉદ્ધાર કરનારા ભરતાદિક રાજાઓમાં મારું પણ નામ ગણાશે. આ પ્રકારની દીર્ઘ દૃષ્ટિથી કામ કરતાં ત્રણ વર્ષ થયાં ત્યારે કલશદંડની પ્રતિષ્ઠા કરવાનો વખત આવ્યો, એ સમયે પાટણથી શ્રીસંઘને નિમંત્રણપૂર્વક ઘણા માનથી બોલાવી મોટા ઉત્સવ સહિત સંવત ૧૨૧૧ વર્ષે ધ્વજારોપણ (૧) ભ્રમ - ભમતી. (૨) પૂર્વે ઉદ્ધાર – જીર્ણ થયેલાં જિન મંદિરનો ઉદ્ધાર. (૩) સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા.
૧૬૨
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર