________________
તે પોતાને ઘેર આવી પહોંચ્યો. પોતાના પુત્ર વિશેનો સઘળો વૃતાંત સાંભળ્યો. તે સાંભળતાં જ તેણે પ્રતિજ્ઞા કરી કે પુત્રનું મુખ જોયા વગર મારે અન્ન જળનો ત્યાગ છે. ચાવિગ કર્ણાવતી નગરીમાં આવી ગુરુનું નામ પૂછી મહા ક્રોધથી તે સ્થાનમાં પ્રવેશ્યો. ગુરુએ પણ પુત્રને અનુસાર તથા પોતે પણ ઘણા વિચક્ષણ છે તેથી છેટેથી જ તેને ઓળખ્યો. પોતાને નમસ્કાર જેવું કરી જ્યાં તે ઉભો એટલામાં તો ગુરુએ તત્કાળ યોગ્ય વચન વાપરી તેને શાંત કર્યો, એટલામાં તો કેટલાક વિચક્ષણ શ્રાવકો ઉદયન મંત્રીને ઘેર દોડી ગયા અને તેમની સાથે તે છોકરાને તેડી લાવ્યા. ઉદયન મંત્રીએ પણ આવી ચાવીગને પોતાના ધર્મ ભાઈ જેવો ગણી ઘણા સન્માનથી પોતાને ઘેર તેડી જઈ મોટા ભાઇની જેમ ભક્તિ કરે તેમ તેની ભક્તિ કરી સારાં સારાં ભોજન જમાડ્યાં. પછી ચાંગદેવ પુત્રને તેના ખોળામાં બેસાડી પંચાંગ પુરસ્કાર સહિત ત્રણ મહાવસ્ત્ર તથા ત્રણ લાખ રૂપીઆ આપી ઘણી ભક્તિ કરી. ત્યારે ચાવીગ બોલ્યો કે એવી કહેવત છે કે ક્ષત્રિયનું મૂલ્ય એક હજાર એશી, ઘોડાનું મૂલ્ય સાડા સતરશો, અને જેવો તેવો પણ જો વાણિયો હશે તો તેનું મૂલ્ય નવાણ લાખ કહેવાય છે. જ્યારે તમો તો ત્રણ લાખ આપવાથી મોટી ઉદારતા દેખાડી કપટ પ્રકટ કરો છો માટે મારો પુત્ર અમૂલ્ય છે તેમ તમારી ભક્તિ પણ અમૂલ્ય છે માટે એ ભક્તિ જ મૂલ્યને ઠેકાણે છે એટલે તમોએ જે મારી ભક્તિ કરી છે તે ઘણી અમૂલ્ય છે તથા તેના બદલામાં જ આ મારો પુત્ર તમને અર્પણ કરું છું તથા આ આપવા માંડેલ તમારુ બધુ દ્રવ્ય મારે તો શિવ નિર્માલ્ય છે. એટલે એ દ્રવ્યને હું અડકનાર નથી. આ પ્રકારનું ચાવીગ વેપારીનું વચન સાંભળી ઉદયન મંત્રીએ પ્રસન્ન થઈ ઘણો સ્નેહ દેખાડી વાહ વાહ કહી આલિંગન દીધું પછી ઉદયન મંત્રીએ કહ્યું કે જો તમો મને એ પુત્ર અર્પણ કરશો તો જેમ મદારીનો માકડો સર્વ લોકને નમસ્કાર કરે છે તેમ તે પણ કેવળ અપમાનનું જ પાત્ર થશે પણ જો ગુરુને અર્પણ કરશો તો ગુરુ પદવી પામી બીજના ચંદ્રમાની જેમ ત્રણ જગતને વંદના કરવા યોગ્ય થશે. માટે એ બાબતનો વિચાર કરી જેમ આપને યોગ્ય લાગે તેમ કરો. આ પ્રકારે મંત્રીનું વચન સાંભળી ચાવીને જવાબ આપ્યો કે એ બાબત જેવો આપનો વિચાર હોય તે મારે પ્રમાણ છે. પછી ઉદયન મંત્રીએ ચાવીગને દેવચંદ્ર ગુરુ પાસે લઈ જઈ તેના પુત્રને અર્પણ કરાવ્યો. પછી ચાવીને પોતાના પુત્ર ચાંગદેવનો દીક્ષા મહોત્સવ કર્યો. થોડા કાળમાં
જ્યારે મહાબુદ્ધિના ચમત્કારથી તે પુત્ર સઘળાં શાસ્ત્રોમાં ઘણો નિપુણ થયો ત્યારે ગુરુએ તેનું હેમચંદ્ર એવું નામ સ્થાપ્યું. હેમચન્દ્રાચાર્ય થોડા કાળમાં સકળ સિદ્ધાંતના જાણ તથા આચાર્યના છત્રીસ પ્રકારના ગુણે કરી બિરાજમાન થયા. એટલે ગુરુએ આચાર્ય પદવી આપી. આ પ્રકારે હેમચન્દ્રાચાર્યનો વૃતાંત સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો.
હવે જે સોમનાથના પ્રાસાદના જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું હતું, તે કામ ચાલતાં ચાલતાં, શિખર સંબંધી કામનો આરંભ કરવાની વધામણીનો પત્ર આવ્યો. તે પત્ર રાજાએ હેમચન્દ્રાચાર્યને બતાવ્યો તથા પૂછ્યું કે આ પ્રાસાદ નિર્વિઘ્ન પણે સંપૂર્ણ થાય તે સારું મારે શું કરવું ઘટે તે કહો. ત્યારે હેમચન્દ્રાચાર્યે વિચારીને જવાબ આપ્યો કે, આ ધર્મ કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે એટલા
૧૫૮
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર