________________
કુમારપાળે લઈ લીધા. ઉંદર બીજો સોનૈયો લેવા આવતાં બાકીના ન જોયા તે દુઃખે તત્કાળ તેનો પ્રાણ ગયો. આ બનાવથી કુમારપાળને ઘણો ખેદ થયો અને આગળ ચાલ્યો. એમ ચાલતાં ચાલતાં માર્ગમાં ખરચી ખુટી ગઈ. ત્રણ દિવસ સુધી ભોજન પણ ન મળ્યું, એવામાં એક ધનવાન પુરુષની
સ્ત્રી, પોતાના સાસરેથી પિયર ભણી જતી હતી. તે સ્ત્રીએ તેને આવા કષ્ટમાં જોઈ પોતાના સગાભાઈની પેટે ગણી ઘણા સ્નેહથી સુંદર ભાત તથા દહીંનું ભોજન કરાવી સુખી કર્યો. આવી રીતે ઘણા દેશ દેશાંતર ભ્રમણ કરતાં કરતાં, એક દિવસ ખંભાત બંદરે આવી પહોંચ્યો. ત્યાં ઉદયન નામે પ્રધાન ઘણો દાનેશ્વરી છે એમ જાણી તેને ઘેર ખરચી માગવા ગયો. પ્રધાન ઘેર ન હતો, પણ પૌષધશાળામાં હેમચંદ્રાચાર્ય પાસે હતો, ત્યાં જઈ મળ્યો. તેને જોઈ પ્રધાને હેમચંદ્રાચાર્યને પૂછયું કે આ પુરુષ આગળ જતાં કેવો થશે ? હેમચંદ્રાચાર્ય તેના અંગના ચમત્કારી લક્ષણો જોઇ બોલ્યા કે, આ તો ચક્રવર્તી રાજા થશે. હેમચંદ્રાચાર્યનું આવું બોલવું કુમારપાળ તથા ઉદયન પ્રધાનના માનવામાં આવ્યું નહીં, કેમકે જન્મારાથી જ મહાદરિદ્રપણાથી દુઃખી થનારને, ચક્રવર્તી રાજય મળવાનો સંભવ ક્યાંથી હોય. ઉદયન મંત્રીને તથા કુમારપાળને પોતાના કહેવાથી શંકા યુક્ત થયેલા જોઈ, હેમચંદ્રાચાર્ય બોલ્યા કે, ક્ષત્રિયમાં એ વાતનો અસંભવ નથી. તો પણ તેમની શંકાનું નિવારણ ન થયું, ત્યારે હેમચંદ્રાચાર્યે બન્ને જણને લેખ કરી આપ્યો કે, જો આ કુમારપાળનો સંવત ૧૧૯૯ ના કાર્તિક વદ ૨, રવિવાર હસ્ત નક્ષત્રે પટ્ટાભિષેક ન થાય તો પછી મારે નિમિત્ત જોવાનો પરિત્યાગ છે. હેમચન્દ્રાચાર્યની વિદ્યા કળા કૌશલ્યનો ચમત્કાર જોઇ, કુમારપાળે પણ પ્રતિજ્ઞા કરી કે, એ આપની વાણી, સાચી પડે તો આપ જ રાજા અને હું તો આપના ચરણરજનો સેવક થઉં. કુમારપાળની પ્રતિજ્ઞા સાંભળી હેમચંદ્રાચાર્ય બોલ્યા કે નરકને પ્રાપ્ત કરાવનારી રાજ્યની ઇચ્છા અમને શાની હોય? પરંતુ તમે કૃતઘ્ન થઈ આ વચન ન વિસરી જતાં, જિનશાસનના નિરંતર પરમ ભક્ત થજો. આ પ્રકારનું અનુશાસન શિર પર ચઢાવી હેમચંદ્રાચાર્યની આજ્ઞા લઈ, કુમારપાળ ઉદયન મંત્રીની સાથે તેને ઘેર ગયો. ઉદયને કુમારપાળને સ્નાન, પાન, ભોજન આદિથી સત્કાર કરી, તેની યાચના પ્રમાણે ભાથુ (ખરચી) આપી વિદાય કર્યો તે ત્યાંથી માળવે ગયો. કુડગેશ્વર (મહાકાળેશ્વર) મહાદેવના પ્રાસાદમાં એક પ્રશસ્તિ લખેલી (શિલાલેખ) હતી તેમાંની એક ગાથામાં એવું હતું કે છે વિક્રમ ! સંવત ૧૧૯૯ ના વર્ષમાં તારા જેવો કુમારપાળ રાજા થશે. આ ગાથા વાંચી વિસ્મય પામે છે એટલામાં, ગુર્જરેશ્વર સિદ્ધરાજ પરલોક વાસી થયો એમ સાંભળી, પોતાની પાસે ભાથુ ન હતું તેથી તે જ ગામના કોઈ વણિકની દુકાને ભોજન કરી, તત્કાળ ચાલી નીકળી પાટણ આવ્યો. ત્યાં પાસે ધન ન હોવાથી રાત્રિએ કંદોઇને ત્યાં ભોજન કરી પોતાના બનેવી કાન્હડદેવને ઘેર ગયો. તે વખતે તે રાજમંદિરમાં ગયો હતો, ત્યાંથી આવ્યો ત્યારે તેણે કુમારપાળને ઓળખી ઘણા આદરથી ઘરમાં તેડી જઈ સુંદર ભોજન કરાવ્યું. તેથી તે ઘણો સુખી થઈ જંપીને સુતો. પ્રાત:કાળમાં કાન્હડદેવે પોતાનું સૈન્ય તૈયાર કરાવી ઘણી શોભા સહિત કુમારપાળને રાજમંદિરમાં લઈ ગયો. આ વખતે રાજમંદિરમાં રાજ્યાસને કોને બેસાડવો તેની પરીક્ષા થતી હતી. પ્રથમ કોઈ કુમારને (કુમારપાળના મોટા ભાઈ
કુમારપાળરાજાનો પ્રબન્ધ
૧૪૯