________________
વાત સાંભળી રાજાએ આશ્ચર્ય પામી તેમને બૂચા એ પ્રકારનું બિરૂદ આપ્યું. તે ઉપરથી આજે ગામડાના બૂચા એવો કટાક્ષ પ્રસિદ્ધ છે. એ પ્રકારે વારાહી ગામના બુચાનો પ્રબંધ પૂરો થયો.
ક્યારેક સિદ્ધરાજે માલવ દેશ જીતી પાછા વળતા ઉંઝા ગામમાં સેનાનો પડાવ નાખ્યો હતો. તે ગામના લોક ઘણા રાજભક્ત હતા. તે એમ માનતા હતા કે આ તો અમારા મામા આવ્યા છે. એમ વિચારી વિશેષ સ્નેહ બતાવી દહિ, દૂધના પ્રવાહથી રાજાને ઘણા પ્રસન્ન કરતા. તે જ રાત્રિએ રાજા ગુપ્ત વેશ કરી લોકનું સુખ દુઃખ તથા રાજા ઉપર પ્રીતિ જોવા કોઈ એક પટેલને ત્યાં જઈ ઉભા. ત્યારે તે પટેલ ગાયો ભેંસોને દોહન કરવાના કામમાં વ્યાકુલ હતો તો પણ આદરભાવ સન્માનથી બેસાડી પૂછ્યું કે હે મહારાજ ! તમે કોણ છો ? ત્યારે રાજા બોલ્યો કે ભાઈ હું તો શ્રી સોમેશ્વરની યાત્રા કરવા નીકળેલો દક્ષિણ દેશનો રહેનાર છું. ત્યારે તે બોલ્યો કે દક્ષિણ દેશ કેવો છે, ને ત્યાંનો રાજા કેવો છે. ઇત્યાદિ વાતોનો પ્રસંગ ચાલતાં સિદ્ધરાજે કહ્યું કે, અમારા દેશની તથા અમારા રાજાની શી વાત કહીયે ! નીતિશાસ્ત્રમાં રાજાના છત્રુ ગુણ કહ્યા છે તે સર્વે અમારા રાજામાં છે પણ તમારા ગુજરાતનો રાજા કેવો છે ? ત્યારે તે બોલ્યો કે અહો અમારા રાજાનું પ્રજા પાલન કરવાનું ડહાપણ તથા સ્નેહ એ તો કોઇ રાજામાં થયું નથી ને થવાનું પણ નથી. પછી સિદ્ધરાજે ગુજરાતના રાજામાં કલ્પિત દોષ દેખાડવા માંડ્યા ત્યારે તે બોલ્યો કે અમારા કમનસીબથી રાજાને પુત્ર નથી એટલો જ દોષ છે તે સિવાય દોષનો લેશ પણ નથી એમ કહેતાં શુદ્ધ અંતઃકરણથી આંખમાં આંસુ ઘણાં આવી ગયાં. આ પ્રકારનો સ્નેહ જોઈ, રાજા ઘણો પ્રસન્ન થઈ પોતાના સ્થાનમાં આવ્યો. પછી પ્રાતઃકાળે ગામના સર્વ પટેલો એકઠા થઈ રાજાને જોવા સારુ આવી રાજાની આજ્ઞાથી સેવકોએ ન રોકતાં રાજતંબુમાં પેસી ગયા અને રાજાને રામ રામ કહી સૂવાના મોટા પલંગ ઉપર ઉપરાઉપરી પડતું નાંખી સર્વે બેસી ગયા. રાજ સેવકોએ તેમને બેસવા વાસ્તે ખુરશી આદિ આસન આપવા માંડ્યાં ત્યારે તે બોલ્યા કે અમારે તો અહીં બેસવાનું ઠીક છે. એમ કહી પલંગ ઉપર હાથ ફેરવી તેનું કોમળપણું કહેવા માંડ્યું. આ જોઈ રાજાને ઘણું હસવું આવ્યું. આ પ્રકારે ઉંઝાના રહેનાર ગામડીયા જડથા લોકનો પ્રબંધ પૂરો થયો.
એક દિવસ ઝાલા રાજપુતની જાતિનો માંગુ નામે ક્ષત્રિય સેવક સિદ્ધરાજની સભામાં આવે ત્યારે પોતાનું શરીરનું ઘણું બળ જણાવવા વાસ્તે લોઢાની બે પરાઇઓ પૃથ્વીમાં ખપાવી તે ઉપર બેસતો ને ઉઠે ત્યારે ઉપાડી લેતો. તેને ભોજન કરવામાં એક ઘીનું કુલુ (ઘીનો ઘડો) જોઈતું હતું અને જમ્યા પછી દાઢી ઘણી ધુએ તો પણ એ દાઢી મોટી હોવાથી એક આની ઘી તેમાં ભરાઈ રહેતું હતું. એ ક્ષત્રિય ક્યારેક શરીરે માંદો થયો ત્યારે રાજવૈદે પથ્ય પાળવા સારુ કેવળ ખીચડી ખાવાની કહી ત્યારે સાડા બાર કિલો ખીચડી વૈદ્યના દેખતાં ખાઈ ગયો. તે ઉપર સારી પેઠે પાણી પીધું. ત્યારે વૈદ બોલ્યો કે આ શું કર્યું ? હું તો વાતમાં હતો પણ તે ભોજન વચ્ચે પાણી કેમ ન પીધું. આ કામ તો શાસ્ત્ર વિરુદ્ધ થયું ! કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ભોજનના મધ્ય ભાગમાં પાણી પીવું તથા પાછલી ચાર ઘડી રાત્રિથી સૂર્યોદય થતા પહેલાં પાણી પીવું તે અમૃત સમાન
થયો.
૧૪૨
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર