________________
કરાવી સેવક પાસે તે વાણિયાનું ઘર જોવડાવી, પ્રાતઃકાળે સભામાં તે વાણિયાને બોલાવી રાજાએ પૂછ્યું કે, રાત્રિએ ઘણો ભાર ઉંચકવાથી તારો ખભો દુઃખતો હશે ?
આ વચન સાંભળી વણિક બોલ્યો જે, હે રાજન ! આ સમુદ્ર, પર્વત યુક્ત સકલ પૃથ્વીનો ભાર આપ સાહેબ ખભે ઉપાડો છો તો તેની આગળ મારો ઉપાડેલો ભાર તૃણમાત્ર પણ નથી. આ પ્રકારનું તે વણિકનું સમયોચિત વચન સાંભળી રાજાએ ઘણો શિરપાવ આપ્યો. આ પ્રકારે ચણા વેચનાર વાણિયાનો પ્રબન્ધ પૂરો થયો.
એક દિવસ સિદ્ધરાજ કર્ણમેરુ નામે પ્રાસાદમાં નાટક વિગેરે તમાશો જોઇ રાત્રિએ પાછો પોતાનાં મહેલમાં આવતાં, માર્ગમાં કોઇ શાહુકારના ઘર ઉપર ઘણા દીવા જોઇ, ઘ૨ના કોઇ માણસને બોલાવી પૂછ્યું કે આ ઘરમાં કેટલાક દીવા થતા હશે ? ત્યારે તેણે કહ્યું કે એક લાખ દીવા થાય છે. પછી રાજાએ કહ્યું કે એને ધન્ય છે જે પોતાના ઘરમાં રહી આ પ્રકારે દીવા બાળી રાત્રિ નિર્ગમન કરે છે ! પ્રાતઃકાળે રાજાએ સભામાં બોલાવી તે ઘરધણીને પૂછ્યું કે તારી પાસે કેટલું ધન છે કે જેથી નિરંતર આ પ્રકારનાં દીવા બાળી ઉજાસ રાખે છે ? ત્યારે તેણે જવાબ આપ્યો કે, મારા ઘરમાં ચોર્યાશી લાખ રૂપીઆ છે. પણ કોટી દ્રવ્ય નથી, માટે રીસ કરી ચારે તરફથી ઘરને પ્રદિપ્ત કરું છું. આ વચન સાંભળી સિદ્ધરાજને દયા લાવી સોળ લાખ રૂપીઆ આપી તેને કોટિધ્વજ કર્યો. આ પ્રકારે ષોડશલક્ષ નામે પ્રબન્ધ પૂરો થયો.
વળી એક દિવસ સિદ્ધરાજે, લાલાક, દેશમાં સિહોર નામે મોટા ગામનું, બ્રાહ્મણ લોકને નિવાસ કરવા સ્થાપન કરી, એક શો છ / ૧૦૬ ગામનો લેખ કરી આપી આજીવિકાનો બંદોબસ્ત કરી આપ્યો હતો. પછી વાઘ સિંહના શબ્દ સાંભળી ભય પામતા બ્રાહ્મણો રાજા પાસે આવી મધ્ય દેશમાં નિવાસ માગ્યો. ત્યારે સાબરમતીને કાંઠે આશાંબલી નામે ગામ રહેવા આપ્યું અને સિંહપુરથી ધાન્ય લેઇ આવતા જતાનું દાણ માફ કર્યું.
એક દિવસ સિદ્ધરાજે માળવે જતાં માર્ગમાં આવેલા વારાહી ગામના પટેલોને બોલાવી તેમની ચતુરાઇ જોવા સારું પોતાને બેસવાની સેજવાળી નામે વાહનને ઠીક કરવા થાપણ મૂકી (રોગાન દેવા વાસ્તે ત્યાં રહેવા દેઇ) માળવે ગયો. ત્યારે તે ગામના સર્વે પટેલોએ એકઠા થઇ વિચાર કર્યો કે, આ સરકારી ભારે વસ્તુ સાચવવી એ કામ એક જણનું નથી, માટે આપણે સર્વે વહેંચી લેઇએ. એમ કહી તેના અંગોપાંગ ભાગી તોડી કડકા કરી એક એક અંગ પોતપોતાને ઘેર લેઇ સાચવી રાખ્યાં. પછી રાજાએ માળવેથી આવી પોતે મૂકેલી થાપણ માંગી, ત્યારે સર્વેએ પોતપોતાના ઘે૨થી એકએક કડકો લાવી રાજા પાસે નિવેદન કર્યો. રાજાએ આશ્ચર્ય પામી પૂછ્યું કે આમ કેમ કર્યું ? ત્યારે તે સર્વે બોલ્યા કે હે મહારાજ ! અમારામાંથી કોઇ એક જણ એવો સમર્થ નથી કે જે આ વસ્તુને સાચવી રાખે ? ચોરનો ભય ઘણો છે માટે એ વસ્તુ ચોરીમાં જાય તો સરકારને કોણ જવાબ આપવા સમર્થ થાય, માટે તેનાં અંગોઅંગ જુદાં કરી ઘણી ગુપ્ત રીતે સાચવી રાખ્યાં હતાં. આ
સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ
:
૧૪૧