________________
છે અને સૂર્યોદય થતા પછી જમ્યા વિના પાણી પીવું તે ઝેર જેવું છે તથા જમ્યા પછી તત્કાળ પીવું તે પણ તેવું જ છે. ઇત્યાદિ શાસ્ત્રાર્થ સંભળાવવા માંડ્યો ત્યારે તે બોલ્યો કે, આ પ્રથમનું જમેલું અડધું જ ભોજન ગણી હવે તેના ઉપર એટલું જ બીજું ભોજન કરું તો કેમ ? એમ કહી ફરીથી ભોજન કરવાનો આરંભ કરવા માંડ્યો તેનો નિષેધ કરી વૈદ નાસી ગયો. એ જ ક્ષત્રિયને એક દિવસ સિદ્ધરાજે પૂછ્યું કે તું કેમ શસ્ત્ર ધારણ નથી કરતો. ત્યારે તે બોલ્યો કે જે સમયે જે હાથે ચડ્યું તે શસ્ત્ર જ છે. પછી એક દિવસ એની પરીક્ષા જોવા એ સ્નાન કરવા બેઠો હતો, તે વખતે તેના ઉપર રાજાની આજ્ઞાથી મહાવતે હાથીને ધસાવ્યો. ત્યારે તેણે આસપાસ જોતાં કોઈ વસ્તુ હાથમાં ન આવી એટલે પાસે બેઠેલા શ્વાનને ઝાલી હાથીની સૂંઢ ઉપર પછાડ્યો. મર્મસ્થળમાં વાગવાથી અચકાઈ ઉભેલા હાથીનું પૂછડું ઝાલી અવળે મોઢે એટલું બધું ખેચ્યો કે, તેનાં આંતરડાં તુટી ગયા પછી તેણે મહાવતને કહ્યું કે, તારે જીવવાની આશા હોય તો હાથી ઉપરથી ઉતરી પડ, નહીં તો હાથીની જોડે તું પણ મરીશ. એમ કહેવાથી મહાવત ઉતર્યો કે તરત હાથી નીચે પડી મરણ પામ્યો. એ જ ક્ષત્રિય જ્યારે પ્લેચ્છ લોકના ભયથી ગુજરાતનો રાજા નાઠો ત્યારે સંગ્રામમાં ઘણા પ્લેચ્છનો ધાણ વાળી મરણ પામ્યો. તેની યાદમાં પાટણમાં આજે પણ માંગુÚડિલ, એ પ્રકારે તે સ્થાનની પ્રસિદ્ધિ છે. એ પ્રકારે માંગુઝાલાનો પ્રબન્ધ પૂરો થયો.
એક દિવસ મ્લેચ્છ રાજના પ્રધાનો પાટણમાં આવ્યા. આ વાત જાણી રાજાએ મધ્ય દેશના ચમત્કારી વેષધારીઓને બોલાવી તેમને કોઈ રહસ્ય વાર્તા કહી અદ્ભુત વેષ ભજવવાની રજા આપી. પછી સાયંકાળે સિદ્ધરાજ પોતાની સભાનો ઇંદ્ર સભા જેવો સારો ઠાઠ કરી બેઠો. તે સભામાં મ્લેચ્છના પ્રધાનો પણ આવી બેઠા. તેવામાં ઓચિંતો ઘણો વાયુ વાયો. એટલામાં આકાશથી ઉતરતા અને માથા ઉપર સોનાની મોટી ઇંટો મૂકી છે તેથી સુવર્ણ જેવા શોભતા બે રાક્ષસને આવતા દેખી, સભાના સર્વે લોક દેખતાં તેમણે રાજાના ચરણ કમળમાં તે સુવર્ણની ઈટોરૂપી ભેટ મૂકી. નમસ્કાર કરી સાષ્ટાંગ દંડવત્ કરી હાથ જોડી બોલ્યા. હે મહારાજ ! લંકા નગરીમાં વિભીષણ રાજાએ આજે દેવપૂજન કર્યા પછી પોતાને રાજ્ય આપનાર રઘુકુળ તિલક શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરતાં જ્ઞાનદષ્ટિથી જોયું, ત્યારે એવું માલુમ પડ્યું કે રામચંદ્ર પ્રભુએ આજે ચૌલુક્ય કુળમાં શ્રી સિદ્ધરાજરૂપે અવતાર ધારણ કર્યો છે, એમ જાણી અતિ સ્નેહથી મળવાની ઇચ્છાએ કહેવડાવ્યું છે કે હું પ્રભુચરણ કમળનાં દર્શન કરવા આવું કે, પ્રભુ મારા ઉપર કૃપા કરી અહીં આવી દર્શન આપશે!! આ વાતનો નિર્ણય કરવા અમને મોકલ્યા છે. આ વાત સાંભળી સિદ્ધરાજ મનમાં કઈંક વિચારી બોલ્યા કે, અમે જ અમારી આનંદની લહેર આવશે ત્યારે વિભીષણને મળવા આવીશું. એમ કહી પોતાના કંઠમાંથી એકાવલી હાર કાઢી પ્રસાદીરૂપે અર્પણ કર્યો. તે લઈ રાક્ષસ બોલ્યા કે, અમારા લાયક કામકાજની વખતે અમારું વિસ્મરણ ન કરવું. એમ કહી આકાશ માર્ગે ચાલ્યા ગયા. આ ચમત્કાર જોઇ સ્વેચ્છના પ્રધાનો ભયબ્રાંત થઈ પોતાની હિંમત હારી નમ્રતા પૂર્વક વિનય વચન બોલી સિદ્ધરાજે
સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ
૧૪૩