________________
પ્રકારે અલંકારની યુક્તિ કહી તેથી રાજાએ પ્રસન્ન થઇ તેને સોનાની જીભ કરાવી આપી. આ પ્રકારે સીલણા નામે મશ્કરાનો પ્રબન્ધ પૂરો થયો.
ક્યારેક સિદ્ધરાજનો મહાચતુર સંધિવિગ્રહકરનાર પુરુષને કાશીપુરના સ્વામી જયચંદ્ર રાજાએ, અણહિલપુરના પ્રાસાદ, વાવ, તળાવ, મૂળા વિષેની ખબર પૂછતાં એક મોટો દોષ દેખાડ્યો, કે તમારા રાજાને ત્યાં બીજુ બધુ તો ઠીક છે પરંતુ એક મોટા દોષમાં સર્વે ગુણનો નાશ થાય છે તે એ કે સહસ્રલિંગ સરોવરનું જળ શિવનિર્માલ્ય થયું, માટે તેનો સ્પર્શ પણ ન થાય, તે જલનું સેવન કરનારાઓના બે લોક બગડે છે. આ લોકમાં તેમનો ઉદય ન થાય તો પરલોકમાં શાનો થાય, માટે સિદ્ધરાજે સહસ્રલિંગ સરોવર કરાવ્યું, એ કામ જ ઘણું અઘટિત કર્યું છે. તે રાજાનું વચન સાંભળી અંત૨માં કોપ પામેલો સંધિવિગ્રહિક બોલ્યો, આ વારાણસીમાં ક્યાનું પાણી પીવાય છે ? ત્યારે રાજા બોલ્યો કે સાક્ષાત ગંગાજીનું ત્યારે તે બોલ્યો કે શું ગંગાજી શિવ નિર્માલ્ય નથી ! શિવના મસ્તક ઉપર જ ગંગાજીનો નિવાસ છે. એમ કહી પોતાની રાજાની સરસાઇ દેખાડી. પ્રકારે ગુર્જર પ્રધાનની યુક્તિનો પ્રબન્ધ પૂરો થયો.
આ
એક દિવસ કર્ણાટક દેશમાંથી આવેલા સંધિવિગ્રહિક પુરુષને મહારાણી મીનળ દેવીએ, પોતાના પિતા જયકેશિના શુભ સમાચાર પૂછ્યા ત્યારે તે પુરુષે પોતાની આંખમાં આંસુ લાવી બોલ્યો કે હે સ્વામિની ! મહારાજ શ્રી જયકેશિરાજાએ ભોજન સમયે હંમેશના નિયમ પ્રમાણે પોતાના વહાલા પોપટને પાંજરામાંથી ભોજન કરાવવા વાસ્તે બોલાવ્યો ત્યારે પોપટ બોલ્યો કે આસપાસ તજવીજ કરી જુઓ કે બીલાડો ઉભો તો નથી ? પછી રાજા ભોજન ક૨વામાં ઉતાવળો થયેલો માટે આસપાસ જરા જોઇ બોલ્યો કે, અહીં કોઇ બીલાડો નથી. એમ કરતાં જો બીલાડો આવી તને મારશે તો હું. પણ તારી જોડે બળી મરીશ, માટે તારું ડહાપણ મૂકી છાનો માનો આવી જોડે જમવા બેસ. એમ ક્રોધમાં રાજાએ કહ્યું ત્યારે તે પોપટ પાંજરામાંથી ઝટ નીકળી રાજા જોડે ભોજન કરવા સોનાના થાળમાં આવી બેઠો. આ વખતે રાજાના પાટલા તળે પ્રથમથી આવી ગુપચુપ સંતાઇ રહેલા બીલાડાએ ઓચિંતી તલપ મારી પેલા પોપટની ડોકી તત્કાળ મરડી નાંખી. હાં હાં કરતા રાજાએ હાથમાં ઝાલેલો ભોજન કરવાનો કવલ (કોળીયો) તત્કાળ ત્યાગ કર્યો તથા શોક કરી પોપટની જોડે બળવા તૈયાર થયો. તેને ઘણા સારા સારા પ્રધાન વિગેરે પુરુષોએ સમજાવ્યો પણ એ રાજા સમજ્યો નહીં, ને બોલ્યો કે મારુ સઘળું રાજ્ય જાય તથા મારી ધન દોલત સંપત જાય તથા પ્રાણ પ્રયાણ કરો, પણ જે મે મારા મુખથી કહ્યું છે તે કદાપિ અન્યથા નહીં થાય. એમ કહેતાં ઇષ્ટ દેવની જેમ જ તેનું સ્મરણ કરતાં રાજાએ ચિત્તા ખડકાવી તેમાં પોપટને લઇ પ્રવેશ કર્યો.
આ વાત સાંભળી મીનળદેવી ઘણા શોક સમુદ્રમાં ડુબી ગઇ. તેને ઘણા વિદ્વાનોએ ઘણે કાળે ઘણા ઉપદેશ રૂપી હસ્તદાનથી (હાથે ઝાલી) બહાર કાઢી. પછી તે રાણી પિતાના શ્રેય માટે સોમેશ્વરની યાત્રાએ ગઇ ત્યાં કોઇ ત્રિવેદી બ્રાહ્મણને બોલાવી કહ્યું કે ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ જન્મનું મારું પાપ ગ્રહણ કરે તો આ સઘળું દ્રવ્ય એટલે દાન વાસ્તે રાખી મૂકેલું સુવર્ણ
સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ
૧૪૫