________________
વિરુદ્ધ કુર્તક કરવાથી આપણો જ અનર્થ થશે ? માટે આ તારા સઘળા મનોરથ તારું જ બગાડે એવા છે. તેરા
વળી મીનળદેવીને પોતાના પિયર તરફથી દિગંબરનો મત હતો માટે દિગંબરનો જય થાય તે માટે તે સારા સારા માણસને સિફતથી ભરમાવતી હતી.
આ વાત હેમચન્દ્રાચાર્યના જાણવામાં આવી ત્યારે હેમચન્દ્રાચાર્યે સારા માણસો સાથે કહેવડાવ્યું કે તમારા ગુરુ તો સ્ત્રીઓએ કરેલું દાન પુણ્ય સઘળું મિથ્યા છે એમ સભામાં વિવાદ કરી સ્થાપન કરવાના છે અને શ્વેતાંબર તો તે પુણ્ય સત્ય છે એમ સ્થાપન કરવાનાં છે, માટે જેનો પક્ષ તમને રુચે તે અંગીકાર કરો. આ વચન સાંભળી મીનળદેવીએ તેમનો વ્યવહાર વિરુદ્ધ દુરાગ્રહ જાણી તે પક્ષનો પરિત્યાગ કર્યો.
હવે દિગંબર-શ્વેતાંબરના મત સંબંધી વિવાદની સભા માટે પ્રથમ રાજદ્વારમાં આવી પોત પોતાનો પક્ષ લખી આપવો જોઈએ, તે કામ માટે કુમુદચંદ્ર તો પાલખીમાં બેસી ઘણા આડંબરથી રાજદ્વારમાં (અદાલતની કચેરીમાં) ગયો ને દેવચંદ્રસૂરી તરફથી તો રત્નપ્રભસૂરી પગે ચાલી ત્યાં ગયા. પછી અધિકારી પુરુષોએ કુમુદચંદ્રનો પક્ષ લખી લીધો કે કેવલજ્ઞાની આહાર ન કરે-૧. વસ્ત્ર ધારણ કરનારાનો મોક્ષ ન થાય-૨. સ્ત્રીનો મોક્ષ ન થાય-૩. આ પ્રકારની ભાષામાં લેખ કરી લીધો. પછી દેવચંદ્રસૂરિનો મત લખી લીધો. જે કેવલજ્ઞાની આહાર કરે-૧. વસ્ત્ર ધારણ કરનારનો મોક્ષ થાય-૨. સ્ત્રીનો પણ મોક્ષ થાય-૩. આ પ્રકારે ભાષા લેખ થયા પછી નિશ્ચિત કરેલા દિવસે મોટી સભા મળી; તેમાં સિદ્ધરાજ બિરાજયા તથા છ દર્શનના મોટા મોટા વિદ્વાન લોકોને બોલાવી સન્માનથી બેસાડ્યા. પછી કુમુદચંદ્ર તો ઘણા આડંબરથી આવ્યો. જેની આગળ જયડંકો વાગે છે ને માથા ઉપર ધોળુ છત્ર ધરેલું છે. પત્રવલંબ (વિજયપત્ર) જેની આગળ ચાલે છે. આ પ્રકારની શોભાથી સભામાં આવ્યો તેને સન્માન પૂર્વક રાજાએ ઘટતાં સિંહાસન ઉપર બેસાડ્યો અને દેવચંદ્રસૂરી તથા હેમચંદ્ર પ્રમુખ પંડિતોને એક તરફના સિંહાસન ઉપર બેસાડ્યા. હવે કુમુદચંદ્ર વાદિ પોતે ઉંમરથી અતિશય મોટો છે ને હેમચંદ્રની તો બાલ અવસ્થા છે માટે તેના સામું જોઈ કુમુદચંદ્ર ઉપહાસમાં બોલ્યો. કે પતિ તૐ' (અથ) - તે છાશ પીધી ! આ વચન સાંભળી હેમચંદ્ર બોલ્યા કે હે જરઠ! વૃદ્ધ અવસ્થાથી અસ્થિર થઈ છે બુદ્ધિ જેની એવા હે ઢઢા ! છાશ તો ધોળી હોય ને પીળી તો હલદર હોય એમ કહી તેના વાક્યનું ખંડન કર્યું, પછી રાજાએ પૂછ્યું કે તમારા બેમાંથી કોણ વાદી? ત્યારે દેવચંદ્રસૂરી બોલ્યા કે આ કુમુદચંદ્ર વાદી તેના પ્રતિવાદી હેમચંદ્ર છે. આ સાંભળી કુમુદચંદ્ર બોલ્યો કે હું વૃદ્ધ થઈ આ બાળક સામું શું બોલું ? આ વચન સાંભળી હેમચંદ્ર બોલ્યા કે હું મોટો, ને કુમુદચંદ્ર બાળક, કેમ કે, એ હજુ સુધી કેડે કંદોરો તથા વસ્ત્ર પહેરવાનું શિખ્યો નથી ને નાગો ફરે છે. પછી રાજાએ બન્નેનો વિતંડાવાદ નિવારણ કર્યો. પછી એ બન્નેની આ પ્રકારની પ્રતિજ્ઞા થઈ કે, જો શ્વેતાંબર હારે તો દિગંબરપણું અંગીકાર કરે ને દિગંબર હારે તો આ દેશનો (૧) પતિ ત - દ્વિઅર્થી. ૧-તેં છાશ પીધી ? ૨-પીળી છાશ? આમ વક્રોક્તિ કરી તેનું ખંડન કર્યું.
સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ
૧૩૭