Book Title: Prabandh Chintamani
Author(s): Merutungasuri, Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust

Previous | Next

Page 141
________________ હાથમાં જળ લઇ તેના હાથમાં અર્પણ કર્યું. આ પુણ્ય મળ્યાથી ઘણો પ્રસન્ન થયેલો માળવ૨ાજા, પાછો પોતાને દેશ ગયો. આ પ્રકારે આખા રાજ્યનો બચાવ સહજતાથી થયો, તેથી પ્રધાનની સમય સૂચકતાને લીધે લોકમાં તેની પ્રશંસા થઇ કે ‘વાણિયા વિના રાવણ સરખાનું રાજ્ય ગયું એ વાત સાચી જ છે.’ પણ સિદ્ધરાજે તો આ વાત સાંભળી ક્રોધાયમાન થઇ, સાંતુમંત્રીને બોલાવીને ઠપકો દીધો. ત્યારે તે મંત્રી બોલ્યો કે હે સ્વામિન્ ! આપ તો મહારાજાધિરાજ છો, માટે વિચાર તો કરો કે મારું આપેલું આપનું પુણ્ય જાય ? ને જતુ હોય તો, હું આખા જગતમાં જેટલા પુણ્યશાળી છે તે બધાનું પુણ્ય હરણ કરી આપને એકલાને અર્પણ ક૨વાને તૈયાર છું. આ વચન સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો. પ્રધાને કહ્યું કે, હે રાજન્ ! રાજાની ગેરહાજરીમાં શત્રુના લશ્કરને કોઇપણ પ્રકારે દેશમાં આવતું રોકીને સ્વદેશની રક્ષા કરવી એ મંત્રીનો ધર્મ છે. આ ઉપરથી માલવદેશના રાજા ઉપર ઘણો ક્રોધ કરી, સિદ્ધરાજે માળવા ઉપર ચઢાઇ કરવાનો લશ્કરને હુકમ કર્યો. સહસ્રલિંગ સરોવરનું કામ જલ્દી સમાપ્ત કરવાને કેટલાક મહેતા મુસદ્દી નીમી, બીજો સઘળો બંદોબસ્ત કરી, સિદ્ધરાજે માળવા તરફ શીઘ્ર પ્રયાણ કર્યું. ત્યાં બાર વર્ષ સુધી સંગ્રામ ચાલ્યો, આખરે સિદ્ધરાજે એવું પણ લીધું કે, આજે તો મારે ધારાનગરીનો ભંગ કર્યા પછી જ ભોજન લેવું. રાજાની આ પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં, પરમાર વંશના પાંચસો રાજપુત્રો તથા કેટલાક બુદ્ધિમાન પ્રધાનો અને ઘણા સૈન્યનો નાશ થયો, પણ સંધ્યાકાળ સુધી રાજાની પ્રતિજ્ઞા પૂરી થઇ શકી નહીં. તે વખત મુંજાલ નામે મંત્રીએ વિચાર કર્યો કે જો હવે રાત્રિ પડતા પણ પાછા નહિ વળીએ તો અનર્થ થશે. એમ ધારી રાજાની પ્રતિજ્ઞા પૂરી ક૨વાને કોટનો એક કાંકરો ભાગી મંગાવી જેમ તેમ રાજાને સમજાવી પ્રતિજ્ઞા પુરી કરાવી પાછો વાળી લાવ્યો. પછી ઠે૨-ઠેર પોતાનાં ગુપ્ત માણસ મુકી ધારાનગરીનો દુર્ગ કેમ ભાંગે, એવી વાત ચોરે અને ચૌટે ચર્ચાવી, તેવામાં ત્યાંના રહેવાસી કોઇ પુરુષે કહ્યું કે, જો દક્ષિણ દરવાજેથી શત્રુનું દળ હલ્લો કરે તો જ ધારાનગરીનો કિલ્લો ભાંગે, નહિં તો કોઇ કાળે ભાંગવાનો નથી. આ વાત સાંભળી લાવી તે માણસોએ પ્રધાનને કહી અને પ્રધાને ગુપ્ત રીતે રાજાને જણાવી. રાજાએ આ વાત ખરી ધારી તે જ દ૨વાજે બધું લશ્કર રાખી, ‘યશઃપટહ’ નામના બળવાન હાથી ઉપર બેસી તે દ૨વાજો તોડાવવા માટે મહાવતને કહ્યું. શામળ નામના મહાવતે તે ત્રિપુળીયા દરવાજાનાં બે કમાડની લોઢાની ભુંગળ હાથીના ભારે હચ૨કાથી તોડી નંખાવી. આવું અકલ્પ્ય બળ વાપરવાથી હાથીનાં આંતરડાં તુટી ગયાં છે એમ અનુમાન કરી રાજાને નીચે ઉતાર્યો કે તરત જ તે હાથી પૃથ્વી ઉપર પડી મરણ પામ્યો. આ મોટા શુરવીરપણાનું કામ કરવાથી વળસ૨ ગામમાં યશોધવળ (યશળદેવ નામે) ગણપતિ રૂપે એ હાથીનો અવતાર થયો, એ જન્મ્યા ત્યારે તેને હાથીના જેવા બે બહાર નીકળતા દાંત હતા. તેમાંનો એક દાંત જાણે સિદ્ધિ સ્ત્રીના સ્તન રૂપ પહાડમાં અફળાવાથી ભાંગ્યો હોય એમ ખરી ગયો અને ગણપતિની જેમ માત્ર એક દાંત રહ્યો. તેની સિદ્ધરાજે તથા બીજાએ પ્રાર્થના કરી છે. ધારાનગરીનો દુર્ગ તોડ્યા પછી સંગ્રામમાં પકડાયેલા યશોવર્મરાજાને છ દોરડે બાંધી લીધો. કારણ કે એ રાજાએ સિદ્ધરાજને છ વખત પાછો સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ** ~ ૧૨૭

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240