________________
આરામાં પચાસ યોજનાનો હતો ને ઉપલી ભૂમિનો વિસ્તાર દશ યોજનાનો હતો, ને એ પર્વત આઠ યોજન ઉંચો હતો એમ એનું પરિમાણ કહ્યું છે. જો વળી સત્ય યુગમાં શ્રી ઋષભદેવના પુત્ર ભરત મહારાજ હતા. તેમના નામથી આ ભરતખંડ નામ પ્રસિદ્ધ છે. એ વાત ભાગવત પુરાણમાં છે. “શ્રી નાભિરાજાથી શ્રી મરુદેવી માતાને શ્રી ઋષભદેવ ઉત્પન્ન થયા. તેમણે મુનિઓને પ્રથમ યોગ માર્ગ દેખાડ્યો તથા બ્રહ્મ સ્થિતિ (આત્મા રૂપે રહેવું તે) દેખાડી, માટે મોટા મુનિઓ પણ તેમને જ પૂજય પદ કહે છે તથા તેમને અરિહંત કહે છે. તેમનું અંતઃકરણ નિર્મળ, અતિ પવિત્ર સમ દષ્ટિવાળુ હતું' !! વળી તે જ ગ્રંથમાં બીજી જગ્યાએ પરમેશ્વરના અવતાર ગણાવ્યા છે તેમાં પણ કહ્યું છે કે – નાભિરાજથી મરુદેવીને વિષે મહાપરાક્રમી પરમેશ્વરનો આઠમો અવતાર થયો, જેણે ધીર પુરુષોનો માર્ગ (મુનિ માર્ગ) દેખાડ્યો, જેને સર્વ આશ્રમવાળા નમસ્કાર કરે છે. | ઇત્યાદિ ઘણાં પુરાણનાં દૃષ્ટાંત કહી દેખાડ્યાં. વળી ઘણો વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે, શ્રી ઋષભદેવના ભંડારમાંથી શ્રી ભરત મહારાજનો નામાંકિત મોટો કાંસાનો થાળ ઘણા માણસ ભેગા થઈ ઉંચકી લાવીને દેખાડ્યો. આ પ્રકારે જૈન પ્રાસાદનું તથા જૈન ધર્મનું પ્રાચીનપણું સ્થાપન કરી દેખાડ્યું તો પણ રાજહઠ એકદમ મટતી નથી, માટે તત્કાળ જૈન મંદિરની ધ્વજાઓ ઉતરાવી પરંતુ છેવટે એક વર્ષ ગયા પછી પાછી ધ્વજા ચડાવવાની પરાણે આજ્ઞા આપી.
એક દિવસ સહસ્ત્રલિંગ સરોવરના ખર્ચનો ચોપડો રાજાને વાંચી સંભળાવતા હતા. તેમાં આવ્યું કે ત્રણ લાખ રૂપિયા વેપારીના છોકરાનો દંડ આવ્યો. તે પણ આ કામમાં વપરાયો છે. આ વાત સાંભળી રાજાએ તે વેપારીના રૂપિઆ તેને ઘેર પાછા મોકલાવ્યા. ત્યારે તે વેપારીએ આવીને રાજાને કહ્યું કે, આમ કરવું હવે આપને યોગ્ય નથી ત્યારે રાજા બોલ્યો કે, કોટી ધ્વજ વેપારી હોય તે આ પ્રકારે ચોરી કરે ? ન જ કરે માટે એમાં કપટ છે. મારી પાસે જતી વખતે આ ધર્મસ્થાનના પુણ્યમાં ભાગ ઘાલવાને માટે તે માગણી કરી હતી તેનો મેં ઇનકાર કર્યો હતો, માટે પ્રપંચ કરવામાં ચતુર, મૃગ જેવું ગરીબ મુખ રાખી, અંતરમાં વાઘ જેવું કૂરપણું રાખનાર, ઉપરથી સરલ અને અંતરમાંથી શઠ એવો તું જાતે વણિક છે; તેથી જ આ પ્રપંચ કર્યો છે. તે ઉપર નીતિશાસ્ત્રના શ્લોક કહી સંભળાવ્યા. તેમનો અર્થ: પ્રત્યક્ષ મીઠું બોલી પછવાડેથી કામનો બગાડનાર જેમ ઝેર ભરેલા ઘડા ઉપર થોડુ દૂધ ભર્યું હોય એવા ચિત્રનો ત્યાગ કરવો. (૧) વળી મુખકમળ પ્રફુલ્લિત રાખે ને ચંદનના જેવી શીતળ વાણી બોલે ને હૃદય તો બીજાનું છેદન કરવામાં જ તત્પર રહે એવું ધુર્ત પુરુષનું લક્ષણ છે. (૨) વળી જેનું અંતર સ્મશાનમાં બળતા ભડકા જેવું તથા પાતાળવાસી સર્પના માથામાં રહેલા મણિની કાન્તિ સરખુ દેદીપ્યમાન રહે છે તેની શોભા રાતે જણાય પણ દિવસે ન જણાય તેમ અંતરમાં સાવચેત ને ઉપરથી ભોળા એવા માણસની શોભા રાત્રિ સમાન અંધેર રાજમાં જ ઘટે છે. પણ દિવસ જેવા ઉજ્જવલ રાજમાં એવી યુક્તિ ચાલવાની નથી એમ કહીને દ્રવ્ય તેને સ્વાધીન કરી વિદાય કર્યો.
સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ
૧૩૧