________________
કારણ પૂછ્યું ત્યારે મીનલદેવીએ કહ્યું કે જો આ કર તું કોઇપણ પ્રકારે બંધ કરાવીશ તો જ હું સોમનાથ જઇશ, ત્યાં સુધી મારે અન્ન જળનો ત્યાગ છે. પોતાની માતાનો આ પ્રકારનો આગ્રહ જોઇ રાજાએ તે કર ઉઘરાવવાને મોકલેલું પંચકુલ પાછું બોલાવી બહોતેર લાખનો તેમનો પટો ફાડી નાખી તેનું પુણ્ય હાથમાં જળ લઇ માતુશ્રીને અર્પણ કર્યું. પછી મીનલદેવીએ સોમેશ્વરનાં દર્શન કરી સુવર્ણ પૂજાની ભેટ તથા પુરુષતુલાદિક મહા દાન આપ્યાં. આથી મીનલદેવીના મનમાં અહંકાર થયો કે આજના સમયમાં મારા જેવી દાનેશ્વરી કોઇ થઇ નથી કે થશે પણ નહીં. આવા વિચાર કરતાં અહંકારથી ભરપુર મીનલદેવી નિદ્રાવશ થઇ. રાત્રિએ સોમનાથ મહાદેવે તપસ્વીનો વેશ ધારણ કરી મીનલદેવીને કહ્યું કે આ મારા દેવ મંદિરમાં કોઇ એક ઘણી જ ગરીબ યાત્રાળુ સ્ત્રી આવી છે, તેનું પુણ્ય તું માગ એમ કહી અદ્રશ્ય થયા. મીનલદેવીએ વિચાર કર્યો કે એ ગરીબ સ્ત્રીનું પુણ્ય, દ્રવ્ય આપીને લેવું એ કંઇ મુશ્કેલ નથી. એમ ધારી સેવકો પાસે તે સ્ત્રીની શોધ કરાવી પોતાની પાસે બોલાવી કહ્યું કે તારું પુણ્ય મને આપ; તેના બદલામાં તું માગીશ એટલું દ્રવ્ય હું તને આપીશ એમ ઘણો પ્રયત્ન કર્યો પણ પેલી સ્ત્રીએ તે કબુલ કર્યું નહીં ત્યારે મીનલદેવીએ પૂછ્યું કે તે એવું શું પુણ્ય કર્યું છે તે મને કહી દેખાડ. ત્યારે પેલી સ્ત્રી બોલી કે, હું ઘરથી નીકળી ભિક્ષા માગી નિર્વાહ કરતી ચારર્સે ગાઉથી આવી ને ગઇ કાલે ઉપવાસ કર્યો હતો. બીજા દિવસે કોઇ પુણ્યશાલી પાસેથી જેવો તેવો મીઠા વગરનો સાથવો મળ્યો, તેનો અર્ધો ભાગ કરીને સોમેશ્વરની પૂજા કરી, બાકી રહેલા અર્ધમાંથી અર્ધું અતિથિને આપી શેષ રહેલા સાથવાથી મેં પારણું કર્યું. આપ તો મહા પુણ્યશાળી છો. આપના પિતા, ભાઇ, સ્વામી તથા પુત્ર સર્વે રાજા છે. વળી, યાત્રાળુને માથેથી આપે કર કાઢી નંખાવ્યો, સવા કરોડ મહોરની પૂજા કરી, એવાં મોટાં પુણ્ય કરનાર છતાં, અલ્પ જણાતું મારું પુણ્ય લેવાની આપ ઇચ્છા કરો છો એ શું ? પરંતુ મારા ઉપર કોપ ન કરો તો આપને કહું. પછી રાણીની આજ્ઞાથી બ્રાહ્મણી બોલી કે જો ખરી વાત વિચારીએ તો આપના કરતાં મારું પુણ્ય ઘણું છે. ઘણી સંપત્તિ છતાં પણ નિયમ પાળવો, છતી શક્તિએ સહન કરવું, યૌવન અવસ્થામાં વ્રત પાળવું તથા દરિદ્રી અવસ્થામાં દાન આપવું, એ સર્વ અલ્પ હોય તો પણ તેમાંથી મોટો લાભ થાય છે. આ પ્રકારની યુક્તિવાળાં વચનો સાંભળી મીનલદેવીનો અહંકાર ઉતરી ગયો.
સિદ્ધરાજ સોમનાથની યાત્રા કરી એક વાર સમુદ્રના તીર ઉપર ઉભો હતો, તેવામાં એક ચારણે તેને દોહો કહ્યો કે, હે સિદ્ધરાજ ! તારા ચિત્તને કોણ જાણે છે ? ચક્રવર્તીપણું તો તું પામ્યો પણ એ થકી અધિક લંકા રુપી ફળ પામવાને ઘોડેસ્વાર થઇ લંકામાં જવાનો માર્ગ તું ખોળતો હોય એમ મને લાગે છે, એ સમયે સોમેશ્વરની યાત્રા કરવા સિદ્ધરાજ ગયો છે એમ જાણી માળવદેશનો રાજા યશોવર્મા ગુજરાત ઉપર ચડી આવ્યો. તેને સાંતુમંત્રીએ વિનય પૂર્વક પૂછ્યું કે તમે અહીંથી આવ્યા તેવા પાછા વળો એવો કંઇ ઉપાય છે ? ત્યારે તે રાજાએ કહ્યું કે જો તું તારા સ્વામીની સોમેશ્વરની યાત્રાનું પુણ્ય મને આપે તો હું પાછો જાઉં. આ વચન સાંભળી મહાબુદ્ધિશાળી સાંતુમંત્રીએ, તે રાજાના પગ ધોઇ, પોતાના સ્વામીની સોમેશ્વર યાત્રાનું સઘળું પુણ્ય,
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
૧૨૬
AVA
434