________________
અર્થ : હે રાજન્ ! આ વખતે તમારે કામ સંભોગને નમસ્કાર કરવો યુક્ત છે. કેમ જે જેને તમારા જેવા એટલે ઘણી સ્ત્રીઓના ધણી. તેનો લાભ થવો તે ફળ તો આનુષંગિક છે એટલે કોઇ વખત અણધાર્યું વીજળીના ઝબકારા જેવું થઇ જાય છે.
આ પ્રકારે મર્મ ભેદી વિજયાનું વચન સાંભળી રાજાએ લજ્જા પામી નીચુ જોયું. પછી છેવટે તેમને પોતાની ભોગિની સ્ત્રી (કામભોગ વાસ્તે રાખેલી રખાત) કરી જનાનખાનામાં રાખી. પછી વિજયા એક દિવસ મહેલના જાળીઆમાંથી પોતાના સ્તન ઉપર પડતાં ચંદ્રકિ૨ણ જોઇ શ્લોક બોલી. તેનો અર્થ : હે ચંદ્ર તું ચંડિકાના પતિ શિવના માથેથી ચડી ઉતરેલું ધોળું ફુલ છો. એટલે શિવ નિર્માલ્ય છો કલંક યુક્ત છો માટે મને ક સ્પર્શ (હસ્તસ્પર્શ) કરવો યોગ્ય નથી. ઇત્યાદિ ઘણો વિસ્તાર પરંપરાથી જાણવો એમ સીતા પંડિતાનો પ્રબંધ પૂરો થયો.
=
ભોજ રાજાની સભામાં મુખ્ય રહેલા મયૂર અને બાણ નામના બે પંડિત સાળો બનેવી થતા હતા અને એક બીજા સાથે સ્પર્ધા કરી સભામાં મોટી પ્રતિષ્ઠા વારાફરતી મેળવતા હતા. કોઇ એક વખત બાણ પંડિત બેનને મળવાને ગયો. તે વખતે ઘણી રાત થઇ જવાથી બારણે સૂઇ રહ્યો અને બનેવીના ઘરમાં થતું રાત્રિનું સઘળું ઘમસાણ એકાગ્ર ચિત્તે તે સાંભળતો હતો. મયૂર પંડિતને રીસાયેલી પોતાની સ્ત્રીને મનાવતાં આખી રાત વહી ગઇ અને પ્રાતઃકાળ થતાં એક શ્લોક બોલ્યો કે સઘળી રાત્રી વહી ગઇ અને દુબળો થતો ચંદ્ર પણ હમણા અસ્ત પામશે. આ દીવો પણ નિદ્રાવશ થઇ જાણે હમણાં ઓલવાઇ જશે એવો દેખાય છે. વળી, સ્ત્રીને માન રાખવાનો પણ અવિધ છે કે પતિ પ્રણામ કરે એટલે સ્ત્રીએ માનનો ત્યાગ કરવો જોઇએ પણ હું તો વારંવાર તને પ્રણામ કરું છું તો પણ તું ક્રોધનો ત્યાગ કરતી નથી. આ મોટું આશ્ચર્ય છે. એમ શ્લોકનાં ત્રણ પદ વારંવાર બોલતા જોઇ બારણે બેઠેલા બાણ પંડિતથી પોતાની કવિતાનું બળ સહન ના થઇ શકવાથી ચોથું પદ બોલી ઉઠ્યો. કે હે અત્યંત ક્રોધવાળી તારા અતિશય કઠણ એવા સ્તનના સંબંધથી તારું હૃદય પણ કઠણ થયું છે, કે હજુ સુધી પણ તારું હૃદય લગારે કોમળ થતું નથી. આ પ્રકારના અર્થ ભરેલું ભાઇના મુખમાંથી નીકળેલું શ્લોકનું ચોથું પદ સાંભળી ક્રોધ કરી લાજ પામી ‘તુ કોઢીયો થાય' એવો શ્રાપ દીધો. તે પતિવ્રતાના શ્રાપથી તે દિવસથી આરંભીને બાણ પંડિત કોઢવાળો થયો. પ્રાતઃકાળે તે કોઢ ઉપર રાખ ચોળી સભામાં આવીને બેઠો ત્યારે મયૂર પંડિત મો૨ના જેવી કોમળ વાણીએ માગધી ભાષાનો શબ્દ બોલ્યો. તે સાંભળી રાજાએ લજ્જા પામતા બાણ પંડિતના સામું જોયું ત્યારે લાજ પામી ત્યાંથી ઉઠીને નગર બારણે જઇ સૂર્યનું આરાધન ક૨વા વાસ્તે એક મોટો સ્તંભ રોપ્યો. નીચે ખેરના અંગારાથી ધગધગતો એક કુંડ રચ્યો. થંભના ઉપર અનુક્રમે શીકાં લટકાવેલાં તેમાં ઉભો રહી સૂર્યની સ્તુતિનું એક કાવ્ય બોલી, તે શીકાને છરી વડે કાપી બીજા શીકામાં વળગી રહી વળી કાવ્ય બોલ્યો. એ પ્રકારે પાંચ કાવ્ય બોલ્યા પછી છઠૂંઠું કાવ્ય બોલતાં સૂર્ય દેવે પ્રસન્ન થઇ આવી કોઢ મટાડી તેનું શરીર કંચન જેવું કર્યું. બીજે દિવસ સભામાં જઇ સુંદર ચંદનચોળી સારાં વસ્ત્ર પહેરી સુંદર શરીરને દેખાડતો સભામાં બેઠેલો જોઇ રાજાએ મયૂર
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૯૫