________________
વળી બાળપણથીજ આ રાજા ઘણો જ્ઞાની હતો તે એમ બોલતો કે આ લોક પોતાના માથા ઉપર રહેલા મૃત્યુને જોતો હોય તો એને ખાવું પીવું કાંઈ પણ ન રૂચે તો અધર્મ કરવો ક્યાંથી રૂચે એમ ઉપદેશ કરતો વળી નિદ્રામાંથી જાગે એટલે કોઈ વિદ્વાન કહે કે વેગવાળા ઘોડા ઉપર બેસી આ યમરાજ આવ્યો માટે તૈયાર થાઓ. એમ કહી ધર્મ કૃત્ય સંભારી આપનારને ઉચિતદાન આપતો હતો. કોઈ વખત પાછલાં પ્રહરે સિંહાસન ઉપર બેઠેલો હતો. તે વખતે પાન બીડાં આપનાર પુરુષ, છાબડીમાં પાન-બીડી, લઈ પાસે ઉભો હતો તે પાસેથી પાન બીડું લઈ મુખમાં મેલી પછી ભોજન કરવા ગયો ત્યારે સેવકે તેનું કારણ પુછ્યું ત્યારે તેણે ચાર શ્લોક કહ્યાં.
(૧) જે આપ્યું અને જે ખાધું તે જ પોતાનું છે. બીજુ બધુ ખોટુ છે. કેમકે નિત્ય ઉઠીને વિચાર કરવો કે આજે મેં શું પુણ્ય કર્યું. મારાં આયુષ્યનું હરણ કરી સૂર્ય અસ્ત પામ્યો. (૨) લોક મને પૂછે છે કે તમારે શરીરે કુશળ છે ? પણ કુશળ ક્યાંથી હોય ? નિત્ય આવરદામાંથી આયુષ્ય ઓછું થાય છે. (૩) કાલે કરવાનું હોય તે આજ કરવું. પાછલા પ્રહરે કરવાનું હોય તો પહેલાં પ્રહરે કરવું કારણ કે મૃત્યુ વાટ નહી જુએ કે આ કામ કરી રહ્યો ને આ બાકી છે. (૪) આ લોક રાજી શું સમજીને થતા હશે ? શું કોઈ એ મૃત્યુનો નાશ કર્યો એવી વધામણી આવી ? શું જરા અવસ્થા ઘણી વૃદ્ધ થવાથી આપણી પાસે ચાલી આવી નહી શકે ? શું વિપત્તિને કાળ ખાઈ ગયો ? શું અનેક પ્રકારના વ્યાધિઓ કેદખાને પડ્યા? જે ફરીથી નીકળશે જ નહીં ? આ પ્રકારે અનિત્યભાવનાનો પ્રબંધ ચાર શ્લોકમાં આવી ગયો.
એક દિવસ ભોજરાજાએ દૂત મોકલી ભીમરાજા પાસેથી ચાર વસ્તુ મંગાવી તેમાં પહેલી, આ લોકમાં છે ને પરલોકમાં નથી. બીજી, પરલોકમાં છે અને આ લોકમાં નથી. ત્રીજી, આ લોકમાંએ છે ને પરલોકમાં પણ છે. ચોથી, આ લોકમાં નથી અને પરલોકમાં નથી. આ વાતનો વિચાર ભીમરાજના પંડિતોથી ન થયો ત્યારે ત્યાં રહેનાર એક વેશ્યાએ પ્રશ્નનો ઉત્તર કરવા કબુલ થઇને ભીમની આજ્ઞાથી ભોજરાજની સભામાં જઇ વેશ્યા, તપસ્વી, દાનેશ્વરી ને જુગારી એ ચાર વસ્તુ દેખાડી તેનો ઉત્તર આપ્યો. (૧) વેશ્યાને અહીં સુખ છે પણ પરલોકમાં નથી. (૨) ને તપસ્વીને અહીં સુખ નથી પણ પરલોકમાં છે. (૩) દાનેશ્વરીને આ લોકમાં સુખ છે અને પરલોકમાં પણ છે. (૪) ને જુગારીને આ લોકમાં સુખ નથી ને પરલોકમાં પણ નથી. આ રીતે ચાર વસ્તુનો પ્રબંધ પૂર્ણ થયો.
એક દિવસ રાત્રિએ ભોજરાજા ફરવા નીકળ્યો હતો ત્યારે કોઈ દરિદ્રી પુરુષની સ્ત્રી એક દુહો વારંવાર બોલતી હતી કે માણસ માત્રને દસકે દસકે ચડતી પડતી આવે છે એ વાત લોક પ્રસિદ્ધ છે પણ મારા સ્વામીને તો જન્મારાથી એક જ દશા ચાલ્યા કરે છે. પણ ઉત્કૃષ્ટ દશા સ્વપ્નમાં પણ દીઠી નથી. આ સાંભળી રાજાને દયા આવી તેથી તેનું બારીયં મટાડવા પ્રાત:કાળે તેના ધણીને બોલાવી, બે બીજોરાંના ફળ મંગાવી દરેકમાં લાખ રૂપિયાનું એક એક રત્ન ગુપ્ત રીતે ઘાલી તે તેને અર્પણ કર્યા. તેણે બજારમાં જઈ કાછીયાની દુકાને મામૂલી કિંમતથી વેચ્યાં. તે જ ફળ ઉપરથી
૯૮
પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર