________________
પંડિતની સામુ જોયુ ત્યારે મયુર પંડિત બોલ્યો કે પ્રસન્ન થયેલા સૂર્યનો આ પ્રતાપ છે. આ સાંભળી બાણ પંડિત બાણના જેવી વાણી બોલ્યો કે જો દેવતાનું આરાધન સુખેથી થતું હોય તો તું પણ કાંઇક આરાધન કરી ચમત્કાર દેખાડ. એમ કહ્યું ત્યારે મયૂર પંડિત બોલ્યો કે જે વ્યાધિ રહિત છે તેને વૈદનું શું કામ છે તો પણ તારા વચનથી મારે મારા હાથ પગ કાપી ભવાની દેવીને કાવ્યના છઠ્ઠા અક્ષરમાં જ પ્રસન્ન કરવી. એવી પ્રતિજ્ઞા કરી પાલખીમાં બેસી ચંડિકા દેવીના મંદિરની પાછળ જઇને બેઠો ને પોતાના કહેવા પ્રમાણે હાથ પગ કાપી, કાવ્યના છઠ્ઠા અક્ષરમાં દેવીને પ્રસન્ન કરી. તેથી ચંડિકાનું મંદિર બધુ પોતાના સન્મુખ થયું. અને પોતાના સઘળાં અંગ હતાં તેથી પણ ઘણાં સરસ થયાં. આ પ્રકારનો મોટો પ્રતાપ જોઇ રાજા આદિ સર્વે લોકોએ જય જય શબ્દ કહ્યો. અને મોટા ઉત્સવથી તેનો નગરમાં પ્રવેશ કરાવ્યો. આમ, બાણ-મયૂર પંડિતના પ્રબંધ પૂર્ણ થયાં.
એ વખતે મિથ્યા દર્શનીના શાસનનો ઘણો જય થતો જોઇ, કેટલાક જૈન દ્વેષી પ્રધાનોએ રાજાને કહ્યું કે જો જૈન મતમાં કોઇપણ પ્રતાપી પુરુષ હોય તો આ શ્વેતાંબર સાધુઓને આપણા દેશમાં રહેવા દેવા, નહીં તો આપણા દેશમાંથી કાઢી મૂકવા. આવી રીતનું કરવાથી, શ્રાવક વર્ગે માનતુંગાચાર્યને પોતાના નગરમાં લાવી રાજાને નિવેદિત કર્યા. ત્યારે રાજા બોલ્યો કે ચમત્કાર દેખાડો, નહીં તો અહીંથી પલાયન કરો. આ વાત સાંભળી આચાર્ય બોલ્યા કે અમારા ઇષ્ટદેવ તો મુક્ત છે તે પાછા અહીં આવતા નથી માટે તેમનો તમને શો ચમત્કાર દેખાડીએ પરંતુ તેના સેવક દેવતાઓના પ્રભાવનો પણ જગતને આશ્ચર્યકારી ચમત્કાર છે એમ કહી ચુમ્માલીશ બેડીઓના બંધથી પોતાનું શરીર બંધાવી એ નગરમાં રહેલા આદિનાથ તીર્થંકરના મોટા દેવાલયની અંદર ઉભા રહી મંત્ર ગર્ભિત ભક્તામર નામનું સ્તોત્ર નવું બનાવીને બોલ્યા. એક કાવ્ય બોલી રહે ત્યાં એક બેડી તૂટે એમ ચુમ્માલીશ કાવ્ય બોલી સઘળી બેડીઓ તોડી, એ મંદિર પોતાના સન્મુખ કરી જૈનશાસનનો મોટો પ્રતાપ દેખાડ્યો. આમ, માનતુંગાચાર્યનો પ્રબન્ધ પૂરો થયો.
કોઇ એક દિવસ ભોજરાજા પોતાના દેશના પંડિતોનું પંડિતપણું વખાણતો હતો અને ગાંડી ગુજરાતમાં પંડિત ક્યાંથી હોય એમ નિંદા કરતો હતો. તે વખતે કોઇ ગુજરાતી પુરુષ બોલી ઉઠ્યો કે અમારા ગુજરાત દેશમાં તો બાળકથી આરંભીને ગોવાળીયા પર્યંત જે કોઇ માણસ છે તે તમારા પંડિતો કરતાં શ્રેષ્ઠ છે. માટે તેની બરોબરી તમારાથી થઇ શકે એમ નથી એમ કહી ગુજરાતમાં ભીમરાજા પાસે આવી તેણે બનેલી સર્વે વાત કહી. ત્યારે ભીમરાજાએ કોઇ મહાચતુર પ્રતાપદેવી નામની વેશ્યા તથા કોઇક મહાવિદ્વાન ગોવાળીઓ, બન્નેને ભોજરાજાની સભામાં મોકલ્યા. પ્રાતઃકાળમાં આવીને ઉભેલા ગોવાળને ભોજે કહ્યું કે કાંઇ બોલો. ત્યારે તેણે એક દુહો કહ્યો કે - હે ભોજ તારા હૃદયમાં લક્ષ્મી રહેલી છે ને મુખમાં સરસ્વતી રહી છે એ બેની સીમા જુદી પાડવા વાસ્તે શું કંઠે આ શોભીતું આભરણ પહેર્યું છે ?
(૧) માનતુંગાચાર્ય, પહેલા ભોજ વખતે વિ.સંવત ૭૦૦ ના વર્ષમાં થયાં. ત્યાર પછી ત્રણસો વર્ષ સુધી તેની ગાદીએ જે રાજા થયા તે ભોજ નામથી જ ઓળખાતા.
고
૯૬
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર