________________
तास्त्वं मे देहि राजन् ! सकलबुधजनैर्ज्ञायते वृत्तमेत
त्त्वं वा जानासि नो वा नवकृतिरथ चेल्लक्षमेकं ददस्व ॥१॥
અર્થ : હે ભોજરાજ ! તમો સાક્ષાત્ દેવ છો, ત્રણ જગતનો વિજય કરવા સમર્થ છો. મહા ધર્મનિષ્ઠ છો તથા ઘણા સત્યવાદી છો. માટે આ વાત સાંભળી તેનો ઘણો વિચાર કરવો ઘટે છે કે તમારા પિતાએ મારી પાસેથી નવ્વાણું ક્રોડ રત્ન કરજે લીધાં છે તે તમો આપો. તે વાતના તમારે સાક્ષી જોઇતા હોય તો આ ચાર પંડિતો છે. એટલે તારા બાપે મારી પાસેથી કરજે લીધાં છે એમ બોલી સાક્ષી પૂરશે. એ વાતની ખબર તમને હો અથવા ન હો પણ તે વાતના આ સાક્ષીઓ તમારી પાસે જ વિદ્યમાન છે એમ છતાં કદાચિત્ તમે એમ કહેતા હો કે આ તો નવો શ્લોક કરી આણ્યો છે તો તમારી પ્રતિજ્ઞા પ્રમાણે એક લાખ રૂપિયા આપો. આ પ્રકારનો યુક્તિબદ્ધ શ્લોક સાંભળી પંડિતો તથા રાજા ઘણાં પ્રસન્ન થયા. પેલા પ્રધાનનું મુખ ઝાંખુ થઇ ગયું. છેવટે રાજાના હુકમથી તે બ્રાહ્મણને લાખ રૂપિયા આપી વિદાય કર્યો.
એક દિવસ ભોજરાજાની મોટી સભામાં ગુજરાતના કોઇ પ્રખ્યાત મહાન પંડિતે માર્ગમાં આવતાં આવતાં પોતાના અનુભવ પ્રમાણે એવો વિચાર કર્યો કે જગતમાં ત્રણ પ્રકારનાં દુ:ખ પ્રસિદ્ધ છે. જે આધ્યાત્મિક-૧, આધિભૌતિક-૨ ને આધિદૈવિક-૩. પરંતુ તેનું પ્રતિબિંબ સ્ત્રી-૧, છોકરા-૨ ને દ્રવ્ય-૩ એ ત્રણ જણાય છે. મારે તો એ ત્રણે દુ:ખ સંપૂર્ણ છે. માટે ભોજરાજને એવો આશીર્વાદ દેવો જે (ત્રિપીડાનિસનમસ્તુ) તમારા ત્રણે પ્રકારનાં દુઃખ નિરંતર નાશ પામો. આ પ્રકારના વિચારથી
રાજાની સભામાં એ પંડિત પેઠો તો ખરો પણ સભાનો ભારે ભપકો જોઇ સભા ક્ષોભ લાગવાથી મનમાં, પલાયન કરી જવાનો વિચાર થયો પણ રાજાની નજર સાથે પોતાની નજર એક મળવાથી રાજા બોલ્યો કે, પધારો ! પધારો ! આ સાંભળી કોઇ દિવસ સભામાં ન જવાથી શરીર ધ્રુજી ઉઠ્યું ને હાથમાં આશીર્વાદ દેવા રાખેલું નાળિયેર પણ પડી ગયું ને મુખમાંથી બોલી જવાયું કે (ત્રિપીડાસ્તુ વિને વિને) અર્થ : તમારે દિન-પ્રતિદિન ત્રણ પીડાઓ થાવ. આ અપૂર્વ વાક્ય સાંભળી રાજા બ્રહ્મશાપ સમજી ગભરાટમાં પડ્યો. તેમ સર્વે સભા પણ ક્ષોભ પામી. તે વખતે કાલીદાસ પંડિતે જાણ્યું કે, નિશ્ચે આ બ્રાહ્મણને સભા ક્ષોભ લાગ્યો માટે વિપરીત ભાષણ થઇ ગયું. પણ એનો ગમે તેમ કરી ઉપકાર કરાવવો. એમ ધારી તત્કાલ બોલ્યો. અહો આ પંડિતના અપૂર્વ આશીર્વાદમાં જ કેટલી અદ્ભુતતા છે ? (એક પદમાંથી અનેક પ્રકા૨ના અર્થનો ઉત્તરોત્તર ચમત્કાર ભાસે છે.) એમ કહી માથું ધુણાવી બોલ્યા કે એ પંડિતનું બોલેલું વાક્ય, તે બ્લોકનું ચોથું પદ છે પરંતુ પ્રથમનાં ત્રણ પદ આ પ્રમાણે છે જે
आसने विप्रपीडास्तु शिशुपीडास्तु भोजने
शय्यायां दारपीडास्तु त्रिपीडास्तु दिने दिने ॥१॥
::
અર્થ : આસનમાં બ્રાહ્મણથી પીડા થાવ, એટલે રાજાની અતિશય કીર્તિ સાંભળી આવેલા મહા પંડિતોને પોતાનું આસન આપી સન્માન કરતી વખતે સંકોચ પામવા રૂપ પીડા (સંકડાશ) થાવ.
32
## 84 ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
****
૧૧૩