________________
ભોજન વખતે નાનાં છોકરાથી સંકડાશ થાઓ. અર્થાત્ ઘણા પુત્ર પૌત્ર આદિ નાનાં છોકરાંની વિવિધની ઇચ્છા પૂરી કરતી વખતે પ્રેમરસના પ્રવાહમાં ખેંચાઇ જવા રૂપ પીડા થાવ. શૈય્યામાં સ્ત્રીઓથી તમારું શરીર પીલાવ (મર્દન થાવ) એટલે અનેક દેશની અનેક પ્રકારની વિવિધ સ્ત્રીઓ વડે સુખશય્યામાં સંભોગ કરતી વેળાએ તમે તે સ્થાનમાં સ્ત્રીકૃત આલિંગન પ્રમુખથી પીડાવ ! (સજ્જડ થાવ.) આ પ્રકારે અનેક અનેક ભાવો ભરેલાં એ વાક્યો છે. ઇત્યાદિક કાલીદાસ પંડિતે કરેલું શ્લોકનું વ્યાખ્યાન સાંભળી રાજા ખૂબ જ આશ્ચર્ય પામ્યો. પેલા પંડિતને જીવતાં સુધી કોઇની યાચના ન કરવી પડે એટલું ધન આપી વિદાય કર્યો.
એક દિવસ ભોજરાજા વર્ષાઋતુમાં થોડા સેવકોને નગરથી સાથે લઇ ખૂબ દૂર ફરવા નીકળ્યો હતો. ત્યાં શૌચ જવાની આશંકા ઉત્પન્ન થઇ માટે ક્ષિપ્રા નદીના કાંઠે સઘળાં વસ્ત્ર ઉતારી એક ઝીણું વસ્ત્ર પહેરી નદીના કોતરમાં શૌચ જઇ આવી, હાથ પગ ધોવા નદીના જળ પાસે રહેલી મોટી શિલા ઉપર બેસે છે તેવામાં દૂર દેશમાં વરસાદ ઘણો થવાથી નદીના મોટા પૂરમાં ખેંચાઇ આવતી કોઇ અદ્ભુત સ્ત્રીને દૂરથી જોઇ ધોતીયાથી કછોટો વાળી નદીના પૂરમાં પડતુ નાંખી તેને ખેંચી કાઢી જુવે છે તો તે સ્ત્રી તાજેતરમાં જ મરણ પામેલી છે એમ જાણ્યું તથા હીરા મણી મોતી સુવર્ણ વિગેરેનાં અનેક આભૂષણ પહેરેલાં છે તથા અતિ ઝીણું ને ઉજળું ઘણા મૂલનું વસ્ત્ર મજબૂતપણે ધારણ કરેલું છે તથા બીજા પણ ઘણા શણગાર સજેલા છે તેથી એમ કલ્પના કરી કે આ કોઇ મોટા શાહુકારની નવી પરણેલી પુત્રવધૂ છે તે પોતાના વૃદ્ધ પુરુષથી સંતોષ ન પામી જા૨ પુરુષ પાસે જતાં જ નદીમાં ઓચિંતા આવેલા પૂરમાં તણાઇ આવી છે. વળી એ સ્ત્રીનું અદ્ભૂત રૂપ જોઇ મોહથી વિચાર કરે છે કે આ એકાંત સ્થળમાં મને ઉઘાડા શરીરનો જોઇ મારા રૂપથી મોહ પામીને સ્વર્ગમાંથી કૂદકો મારી આ નદીમાં પડેલી રંભા નામની અપ્સરા હોય કે શું ? ચારે પાસ મેઘની ઘટા ઝૂકી રહી છે તેની વચમાં સુગંધી પુષ્પોથી ભરપૂર થયેલા વૃક્ષોનો સંગ કરી નદી જળમાંની લહરીઓ સ્નાન કરી આવતી વાયુથી માથાના હાલતા કેશ જોઇ, અરે જીવી જીવી ! એમ બોલતા રાજાએ તે સ્ત્રીના મુખનું ચુંબન કર્યું. છેવટે તેનો સાક્ષાત્-સંભોગ કર્યો. પછી રાજાના મનમાં ઘણો પશ્ચાત્તાપ થયો કે આ મેં ઘણું અયુક્ત કામ કર્યું. પછી ઊંચા તટ ઉપર ચડી સેવકોને બોલાવી કહ્યું કે આ સ્ત્રીને મેં નદીમાંથી ખેંચી આણી માટે મારે હાથે અગ્નિસંસ્કાર કરવો છે એમ કહી ચંદન કાષ્ટ મંગાવી પરણેલી સ્ત્રીની જેમ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યો તથા શ્રાદ્ધદાન, બ્રહ્મભોજન વિગેરે સઘળી ઉત્તર ક્રિયા જેમ પટરાણીની કરે તેમ અતિશય પ્રીતિથી કરી. આ સઘળી ચિકિત્સા જોઇ કાલીદાસના અંતરમાં ખટક્યા કરતું હતું કે પરસ્ત્રીની ક્રિયા આવા હેતથી કદાપિ કોઇ કરે નહિ માટે કોઇ કારણ હોવું જોઇએ. એવામાં રાજાએ કાલીદાસને અડધો શ્લોક પુછ્યો. જે
મનોભૂ-મહિલા-વિષયાવિ-તાતા: જામસ્ય સત્ય બના: વે ! : ?
અર્થ : હે કવિ ! કામદેવના બાપ ઘણા છે જેમકે મનોભૂ એટલે મનથી ઉત્પન્ન થતો. એમ સ્ત્રી સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચવિષયથી કામ ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ તેના
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
૧૧૪