________________
ઘણા જનક (બાપ) છે પરંતુ ખરેખરો સાચો બાપ કોણ છે. આ પ્રશ્નનો ઉત્તર કાલે કહીશ. આ પ્રકારે કહી કાલીદાસ પોતાને ઘેર જઈ ઉદાસ થઈ બેઠા. તે દિવસે ભોજન પણ ન કર્યું. કેમકે એ પ્રશ્નનો ઉત્તર શાસ્ત્રને મળતો યુક્તિબંધ અને રાજાના અનુભવમાં આવેલો એવો ન મળવાથી પછી કલાવતી નામે એ કવિની પુત્રી અતિશય રૂપ ગુણ ને વિદ્યાવાળી હતી ને એ જ નગરમાં કોઈ મહા પંડિતને પરણાવેલી હતી. તે માતાનું મરણ થયા પછી નિત્ય સાયંકાળે સાસરે જતી ને પ્રાત:કાળે પિતાની સેવા કરવા આવતી. તેણીએ પોતાના પિતાની ઘણી ઉદાસીનું કારણ આગ્રહથી પૂછ્યું ત્યારે તેણે બનેલી સઘળી વાત કહી. પછી પુત્રીએ કહ્યું કે એ પ્રશ્નનો ઉત્તર સવારમાં જરૂર હું કહીશ માટે તમો ભોજન કરો. એમ કહી કામોદ્દીપન થાય એવી સુંદર રસોઈ કરી પિતાને જમાડ્યા. પછી પોતે સોળે શણગાર સજી સાસરે જવા તૈયાર થઈ છે. પિતાની આજ્ઞા લઈ બારણે નીકળી પાછી ઘરમાં પેઠી ને પિતા પ્રત્યે બોલી કે હવે આજે તો ઘણી રાત્રિ ગઈ છે માટે કાલ સાસરે જઇશ એમ કહી પિતાની સુખશયા આગળ ઝગઝગતા દીવાની સમીપ સોગટાની બાજી ઢાળી પિતા સાથે રમવા બેઠી. અનેક પ્રકારની કામચેષ્ટાથી કાલીદાસને ઘણો કામાંધ કર્યો ને એક કટાક્ષ બાણથી જ એનું સઘળું જ્ઞાન ડાહાપણ ઉડાડી મૂક્યું તેથી બેશુદ્ધ થઈ ગયો માટે દીવાને ઝાપટ મારી ઓલવી કામભાવથી પુત્રીનો હાથ ઝાલ્યો. આ વખતે એ પુત્રીએ પ્રથમથી જ સંકેત કરી બારણા પછવાડે ઉભી રાખેલી પોતાના જેવી જ દાસીને પિતા તરફ મૂકી. જવાનીના જોરથી પોતાનું કાંડુ છોડાવી પિતાને ન ખબર પડે એમ મેડીથી નીચે ઉતરી ગઈ. પિતાએ તો જાણ્યું કે આ જ એ (પુત્રી) છે એમ ધારી શય્યામાં સૂવડાવી. પછી ઘણી વારે કામ મુક્ત થયા બાદ પોતાને પ્રથમ હતું તેવું જ જ્ઞાન ઉત્પન્ન થયું જે (સુતામપિ રદો ગા) અર્થ : યુવાન અવસ્થામાં આવેલી પુત્રી સાથે પણ એકાંતમાં ન રહેવું. એ વાત સાચી છે. ઇત્યાદિ ઘણો વિચાર કરી મરવાનો નિશ્ચય કરે છે એવામાં પેલી પુત્રી નીચેથી દીવો કરી હાથમાં લઈ ઉપર ગઈ તેને જોઇ કાલીદાસ આશ્ચર્ય પામી પુત્રીની સ્તુતિ કરવા મંડ્યા. ત્યારે પુત્રી બોલી કે હે પિતાજી આ, રાજાના પ્રશ્નનો ઉત્તર થયો કે એકાંત સ્થળ એ જ કામદેવનો બાપ છે. આ પ્રકારે પુત્રીનું વચન સાંભળી ઘણો આનંદ પામ્યો ને પ્રાત:કાળે ભોજરાજા પાસે જઈ પૂછેલા શ્લોકનો ઉત્તરાદ્ધ કરી સંભળાવી ઉત્તર આપ્યો.
एकान्तमेवैकमवेहि राजन् ! -સર્વપિ તેનૈવ વિના વ્યસ્ત્રી II
અર્થ: હે રાજન્ ! એકાંત સ્થળ એ જ કામદેવનો ખરેખરો જનક (બાપ) છે કેમ કે એકાંત વિના બીજા સઘળા કામને ઉપજાવનાર નિમિત્તો નિષ્ફળ છે.
આ પ્રકારે પોતાના મનમાં ગોઠવી રાખેલો ઉત્તર કાલીદાસે કહ્યો તેથી તેના ઉપર રાજા ઘણો પ્રસન્ન થયો તેને એકાંતે લઈ જઈ બનેલો સઘળો વૃત્તાંત કહી પ્રાયશ્ચિત્ત કરી પવિત્ર થયો.
ધારા નગરીના પરામાં ગોત્રદેવીનું મોટું મંદિર હતું. ત્યાં રાજા પોતાનું નિત્ય કર્મ કરી હંમેશા દર્શન કરવા જતો. એક દિવસ વેળા થઇ જવાથી ગોત્ર દેવીએ પ્રત્યક્ષ થઈ પોતાના બારણા આગળ
ભોજ તથા ભીમરાજાનો પ્રબંધ
૧૧૫